________________
પંચસંગ્રહ તૃતીયખંડ સિવાયના આતપ કે ઉદ્યોતના ઉદયવાળા એકેન્દ્રિયોને અથવા નારકીઓ અને દેને હોય છે. તેઓ કેઈને અઠ્ઠોતેરનું સત્તાસ્થાન સંભવતું નથી. કેમકે તેઓને અવશ્ય મનુષ્યદ્વિકના બંધને સંભવ છે.
- અઠ્ઠાવશના ઉદયે પણ આજ પાંચ સત્તાસ્થાને જાણવાં. તેમાં અાશી, નેવ્યાસી અને બાણુંની ભાવના પૂર્વની જેમ કરવી. એટલે કે દેવેમાં ૯૨-૮૮ એ બે, નારકીમાં ૯૨૮૯-૮૮ એ ત્રણ અને મનુષ્ય-તિપંચમાં ૯૨-૮૮ એ બે સત્તાસ્થાને હોય છે. ક્યાશી અને એંશી એ બે સત્તાસ્થાન વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આશ્રયી સમજવાં. દેવ અને નારકીઓમાં એ બે સત્તાસ્થાને હોતાં નથી.
એગણત્રીશના ઉદયે પણ આ પ્રમાણે એજ પાંચ સત્તાસ્થાને સમજવાં.
ત્રીશના ઉદયે બાણું, અઠ્ઠાશ, છાશ અને એંશ એ ચાર સત્તાસ્થાને હોય છે. આ સત્તાસ્થાને વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયે આશ્રયી જાણવાં. (ત્રીશને ઉદય દેવ, મનુષ્ય, વિકલેન્દ્રિય અને નિયંચ પંચેન્દ્રિયોને હેય છે. તેમાં દેવને ૯૨-૮૮ મનુષ્પો અને વિકસેન્દ્રિયાદિ તિયાને ૯૨-૮૮–૮૬-૮૦ એ પ્રમાણે સત્તાસ્થાને હોય છે.)
એકત્રીશના ઉદયે પણ આજ ચાર સત્તાસ્થાને હોય છે. એકત્રીશને ઉદય વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને જ હોય છે, એટલે ઉપરક્ત સત્તાસ્થાને પણ તેને જ હોય છે.
સઘળાં મળી ગણત્રીશ પ્રકૃતિ બાંધતા મિથ્યાષ્ટિને પીસ્તાલીસ સત્તાસ્થાનક હોય છે.
દેવગતિયોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિ મિયાદષ્ટિને બંધાતી નથી, તેનું કારણ પહેલાં કહેવાઈ ગયું છે.
" મનુષ્યગતિ અને દેવગતિયોગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને વર્જિને વિકેન્દ્રિય અને તિર્યંચપંચેન્દ્રિય યોગ્ય ત્રીશ પ્રકૃતિ બાંધતા મિયાદષ્ટિને સામાન્યથી પહેલાં કહાં તે નવે ઉદયસ્થાનકે હોય છે, અને નેવ્યાસી સિવાયનાં પાંચ સત્તાસ્થાનકે હેય છે. નેવ્યાસીનું સત્તાસ્થાન હોતું નથી. કારણકે નેવ્યાશીની સત્તાવાળાને તિર્યંચગતિયોગ્ય બંધ જ થતું નથી.
એકવીશ, ચોવીશ, પચીશ અને છવ્વીશ એ ચાર ઉદયસ્થાનમાં તે પાંચે સત્તાસ્થાને પૂર્વની જેમ સમજી લેવાં. સત્તાવીશ, અઠ્ઠાવશ, એગણત્રીશ, ત્રીશ અને એકત્રીશ એ દરેક ઉદયસ્થાનમાં અઠ્ઠોતેર સિવાય શેષ ચાર ચાર સત્તાસ્થાને સમજવાં. અઠ્ઠોતેરના નિષેધનું કારણ પહેલાં કહ્યું છે. તેજ સમજવું. સઘળાં મળી તિર્યંચગતિયોગ્ય ત્રીશ બાંધતા મિથ્યાદષ્ટિને ચાલીસ સત્તાસ્થાને હોય છે.
તીર્થકરનામકર્મ સહિત મનુષ્યગતિયોગ્ય ત્રીશને બંધ થાય છે, અને આહારદ્ધિક સહિત દેવગતિયોગ્ય ત્રીશ બંધાય છે, તે બંને બંધસ્થાનકે મિથ્યાદષ્ટિને હોતાં નથી. કારણ કે મિથ્યાટિઓને તીર્થંકરનામ અને આહારકદ્ધિકને બંધ જ થતું નથી.