________________
૧પ૬
પંચસંગ્રહ વતીયખડી છે. તે બાંધતા બાદર અને સૂમના પ્રત્યેક અને સાધારણ સાથે ચાર ભંગ-પ્રકાર થાય છે. એટલે કે--અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય ત્રેવીસ પ્રકૃતિએને કઈ બાદર અને પ્રત્યેક સાથે બાંધે છે. કેઈ બાદર અને સાધારણ સાથે બાંધે છે, કેઈ સૂમ અને પ્રત્યેક સાથે બાંધે છે, અને કેઈ સૂમ અને સાધારણ સાથે બાંધે છે, એટલે ત્રેવીસને બંધ ચાર પ્રકારે થાય છે અન્યત્ર પણ ભંગની ભાવના આ પ્રમાણે સમજવી. - આ અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય ત્રેવીસ પ્રકૃતિના બંધક એકેન્દ્રિયાદિ સઘળા તિર્ય અને મનુષ્ય છે. તેઓ ચારે ભાગે ત્રેવીસને બંધ કરે છે. (યુગલિયા તિર્યંચ અને મનુષ્ય માત્ર દેવગતિમાં જ જતા હોવાથી દેવગતિયોગ્ય અઠ્ઠાવીશના બંધસ્થાનક સિવાય અન્ય કઈ બંધસ્થાનક બાંધતા નથી.) દેવે જોકે એકેન્દ્રિય યોગ્ય બંધ કરે છે, પરંતુ તે પ્રત્યેક બાદરપર્યાપ્ત એકેન્દ્રિયગ્ય બંધ કરે છે, સૂમ, સાધારણ કે અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બંધ કરતા નથી.
પર્યાપ્ત એકેન્દ્રિય યેય અને અપર્યાપ્ત વિલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય ગ્ય બંધ કરતાં પચીસનું બંધસ્થાન બંધાય છે. તેમાં પર્યાપ્ત એકેન્દ્રિય ય પચીસને બંધ કરતાં વિશ ભંગ થાય છે, અને અપર્યાપ્ત વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય યંગ્ય ૨૫ને બંધ કરતાં દરેકને એક એક ભંગ થાય છે. આ રીતે પચીસના બંધ કુલ પચીસ ભંગ થાય છે. આ ભાંગાએ આજ પ્રકરણમાં ગાથા ૬૦ માં કહી ગયા છે ત્યાંથી જોઈ લેવા.
આ પચીસના બંધક પણ ત્રેવીસના બંધકની જેમજ સમજવાના છે. માત્ર પ્રત્યેક -બાદર–પર્યાપ્ત એકેન્દ્રિયગ્ય પચીસને બંધ ઈશાન સુધીના દેવે કરે છે, એટલે કે આશ્રર્યા પણ તે બંધસ્થાન લેવાનું છે. જે સ્થિર-શુભ-યશ સાથે અસ્થિર-અશુભ અને અપયશને ફેરવતાં થતા આઠ ભાંગે એકેન્દ્રિયોગ્ય પચીસ પ્રકૃતિઓ બાંધે છે. મનુષ્ય અને તિરે તે યથાયોગ્ય રીતે પચીસે ભાગે પચીસ બાંધે છે.
. પર્યાપ્ત એકેન્દ્રિયગ્ય બાંધતાં છવ્વીસ બંધાય છે. અને તેને બાંધતાં સેળ ભંગ થાય છે. આ બંધસ્થાન બાદર પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય છે. કેમકે સૂમ એકેન્દ્રિયગ્ય બાંધતાં આતપ કે ઉદ્યોતને બંધ થતું નથી. આ બંધસ્થાનકના બાંધનારા એકેન્દ્રિયગ્ય પચીસના જે બાંધનારા કહ્યા છે, તે સઘળા છે.
દેવગતિ ગ્ય કે નરકગતિ યોગ્ય બાંધતાં અદાવીશ પ્રકૃતિને બંધ થાય છે. તેમાં દેવગતિગ્ય અછાવીશ બાંધતાં સ્થિર-શુભ–ચશને અસ્થિર–અશુભ અને અપયશ સાથે ફેરવતાં આઠ ભંગ થાય છે તથા નરગતિગ્ય અટૂઠાવીશ બાંધતાં અસ્થિર-અશુભ અને અપયશકીર્તિને જ બંધ થતું હોવાથી અને અન્ય પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓ જ બંધાતી હોવાથી એક જ ભંગ થાય છેકુલ અઠ્ઠાવીસના બંધે નવ ભંગ થાય છે.