________________
પંચસંગ્રહ તૃતીયખંડ
ત્રીજે, આઠમે અને નવમે ગુણઠાણે આયુને બંધ નહિ થતું હોવાથી સાતને અને દશમે આયુ તથા મેહનીય વિના છને બંધ થાય છે. મેહ વિના બાકીના સાત કર્મમાંથી કઈ પણ કર્મને ઉદય હોય ત્યારે એકને અને ગાથામાં મૂકેલા “રકાર વડે ગ્રહણ કરાતા છ, સાત અને આઠમાંથી કેઈને પણ બંધ થાય છે.
જ્ઞાનાવરણદિ ત્રણને ઉદય બારમા ગુણસ્થાન પર્યન્ત અને ચાર અઘાતિ કર્મનો ઉદય ચૌદમાં પર્યન્ત હોય છે, એટલે ચારે બંધસ્થાનકે ઘટી શકે છે. તેમાં મેહ વિના સાત કર્મમાંથી કોઈપણને ઉદય છતાં છ, સાત અને આઠના બંધનું સ્વરૂપ પૂર્વે કહ્યા પ્રમાણે સમજવું.
ત્રણ ઘાતિકર્મનો ઉદય છતાં એકનો બંધ અગિયારમે અને બારમે અને અઘાતિ ચાર કર્મમાંથી કેઈન ઉદય છતાં એકને બંધ ૧૧ માથી તે ૧૩ મા સુધી હેય છે. આ પ્રમાણે ઉદયને બંધ સાથે સંવેધ કહ્યો.
હવે વિભક્તિને વ્યત્યય કરીને એજ પહેલી અધીર ગાથા દ્વારા બંધને ઉદય સાથે સંવેધ કહે છે.
છ, સાત કે આઠના બંધે મેહનીયને ઉદય હોય છે. કારણકે આઠને બંધ (મિશ્ર વિના) અપ્રમત્ત ગુણસ્થાન પર્યન્ત, સાતને અનિવૃત્તિ બાદર સંપરાય સુધી અને છને બંધ સૂક્ષ્મસંપાયે હોય છે, અને મેહનીયને ઉદય અવશ્ય સૂક્ષ્મસંપાય પર્યત હોય છે, માટે છે, સાત કે એઠના બંધે મેહને ઉદય હોય છે. તથા આઠ, સાત, છ કે એકના બંધે શેષ સાત કર્મમાંથી કેઈન પણ ઉદય હોય છે. તેમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયને ઉદય ક્ષીણમેહ પયંત, અને વેદનીય, આયુ, નામ અને ગેત્રને ઉદય અગિકેવલિ પર્યત હોય છે, અને એકને બંધ ઉપશાંતમહાદિમાં હોય છે તેથી શેષ કર્મને ઉદય સાત, આઠ, છ અને એકના બંધમાં પણ હોય છે. આ પ્રમાણે બંધને ઉદય સાથે સંવેધ કહ્યો. - હવે ત્રીજા અને ચોથા પદવડે બંધ સાથે સત્તાના સંવેધને વિચાર કરે છે–આઠ કર્મમાંથી કોઈ પણ કમની સત્તા છતાં આઠ, સાત, છ કે એક એ ચારમાંથી કેઈપણ બંધસ્થાનકને બંધ કરે છે. તાત્પર્ય એ કે-કોઈ પણ એક કર્મોની સત્તા છતાં કયું બંધસ્થાન હોય તે વિચાર કરીએ ત્યારે કહી શકાય કે એક એક કર્મની સત્તા છતાં એક, છ, સાત અને આઠ એ ચારે પ્રકારને બંધ સંભવે છે. તે આ પ્રમાણે
મેહનીયની સત્તા ઉપશાંતહ ગુણસ્થાન સુધી હોય છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયની સત્તા ક્ષીણમેહ પયંત હોય છે અને વેદનીય, આયુ, નામ અને ગોત્રની સત્તા અગીકેવલી પર્વત હોય છે, અને આઠે કમને બંધ મિશ્ર વિના અપ્રમત્ત પર્યન્ત, સાતને અનિવૃત્તિ-બાદર સંપરાય પર્યત, છને બંધ સૂમસંપરા અને એકનો