________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૧૧ સત્તાસ્થાન તેઉકાય અને વાયુકાયમાં હોય છે, અન્યમાં હેતું નથી. કેમકે તેઉ-વાયુકાયના
જ મનુષ્યદ્ધિકની ઉઠલના કરે છે, બીજા કેઈપણ કરતા નથી. છે અથવા તેઉકાય કે વાયુકાયમાં મનુષ્યદ્ધિક ઉવેલી ત્યાંથી નીકળી એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં પણ જ્યાં સુધી મનુષ્યદ્ધિકને બંધ ન કરે ત્યાં સુધી અઠોતેરનું સત્તાસ્થાન હોય છે. ૧. - તેઉકાય-વાયુકાયના જ પિતાના ભવમાંથી નીકળ તિર્યચમાં ઉત્પન્ન થાય છે, મનુષ્યાદિમાં ઉત્પન્ન થતા નથી, માટેજ ઉપર એકેન્દ્રિયથી આરંભી તિર્યંચ પંચેન્દ્રિય સુધીમાં ઉત્પન્ન થયેલાઓને અઠ્ઠોત્તેરનું સત્તાસ્થાન હોય એમ કહ્યું છે ૯૬. હવે ચારે ગતિમાં સત્તાસ્થાનનું નિરૂપણ કરતાં કહે છે– पढमं पढमगहीणं नरए मिच्छंमि अधुवतियजुत्तं । देवेसाइचउक्कं तिरिएसु अतित्थमिच्छसंताणि ॥९७॥ प्रथमं प्रथमकहीनं नरके मिथ्यात्वेऽध्रुवत्रिकयुक्तम् ।
देवेष्वाधचतुष्कं तिर्यक्षु अतीर्थमिथ्यावसन्ति ॥ ९७ ॥ અર્થ–પ્રથમ સત્તાસ્થાન હીન પ્રથમ ચતુષ્ક નરકગતિમાં હેય છે. અવ ત્રિક યુક્ત ઉપરોક્ત ત્રણ સસ્થાને મિથ્યાત્વમાં હોય છે. તેમાં આદ્ય ચતુષ્ક હોય છે. અને તિર્યંચગતિમાં તીર્થકરવિનાનાં મિથ્યાત્વ સંબંધી સત્તાસ્થાને હોય છે.
ટીકાનુ–નરકગતિમાં પ્રથમ ચતુષ્ઠ માંહેના પહેલા ત્રાણુના સત્તાસ્થાન વિના ૯૨ -૮૯-૮૮ એ ત્રણ સત્તાસ્થાને હોય છે, ત્રાણુનું સત્તાસ્થાન હેતું નથી કારણ કે ત્રાણુનું સત્તાસ્થાન તીર્થંકર નામ અને આહારક ચતુષ્ક સહિત હોય છે, અને એ બંનેની સત્તાવાળા કેઈપણ આત્મા નરકગતિમાં ઉત્પન્ન થતું નથી, માટે ત્રાણુનું સત્તાસ્થાન નરકગતિમાં હતું જ નથી.
તથા મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ઠ માંહેના ત્રાણુના સત્તાસ્થાન, હીન ત્રણ અને અદ્ધવ સંજ્ઞાવાળાં ત્રણ-કુલ છ સત્તાસ્થાન હોય છે.
તાત્પર્ય એ કે-મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૮ એમ છે સત્તા
૧ તેલ-વાયુવિનાના અન્ય એકેન્દ્રિયાદિ તિર્યંચ મનુષ્યદ્ધિક ન બાંધે તે પિતાના શરૂઆતના એ ઉદયસ્થાન સુધીજ બાંધતા નથી, ત્યાર બાદ તેઓ અવશ્ય બાંધે છે. એટલે અઠ્ઠોરોરના સત્તાસ્થાનને સંભવ પોતપોતાના શરૂઆતના બે ઉદયસ્થાન સુધી જ છે. '' ૧ ૦૨-૦૮-૮-૮૦–૭૮ એ પાચ સત્તાસ્થાનો તો અનેક જીવોની અપેક્ષાએ મિથ્યાદષ્ટિએ સંભવે છે. તીર્થકર નામની સત્તાવાળું નેવ્યાસીનું સત્તાસ્થાન મિયાદષ્ટિને કઈ રીતે હોઈ શકે?