________________
પંચસંગ્રહ-૨,
પહેલા અસંખ્યયભાગવૃદ્ધસ્થાનની નીચે અનંતભાગવૃદ્ધસ્થાનો એક કંડક જેટલાં જ થાય છે, કારણ કે શરૂઆતમાં એક કંડક જેટલાં સ્થાનો થયા પછી અસંખ્ય ભાગવૃદ્ધિ શરૂ થાય છે. એ પ્રમાણે પહેલા સંખે ભાગવૃદ્ધસ્થાનની પહેલાં અસંખ્યયભાગવૃદ્ધસ્થાનો એક કંડક પ્રમાણ જ થાય છે. એ જ પ્રમાણે પહેલા સંખ્યયગુણવૃદ્ધસ્થાનની પહેલાં સંખ્યયભાગવૃદ્ધસ્થાનો એક કંડક પ્રમાણ થાય છે. પહેલા અસંખ્યયગુણવૃદ્ધસ્થાનની પહેલાં સંખ્યયગુણવૃદ્ધસ્થાનો પણ એક કંડક માત્ર થાય છે અને પહેલા અનંતગુણવૃદ્ધિસ્થાનની પહેલાં અસંખ્યયગુણવૃદ્ધસ્થાનો પણ એક કંડક માત્ર થાય છે. આ પ્રમાણે પછીના મોટા સ્થાનની પહેલાં અનંતર પૂર્વનાં નાનાં સ્થાનો કેટલો થાય છે તે કહ્યું.
હવે એકાંતરિતમાર્ગણા વિચારે છે. એટલે કે પછીના મોટા સ્થાનની પહેલાનું એક સ્થાન છોડીને એની પહેલાનાં સ્થાનો કેટલો થાય તેનો વિચાર કરે છે. જેમકે–પહેલા સંખ્યયભાગવૃદ્ધસ્થાનની પહેલાં અસંખ્ય ભાગવૃદ્ધસ્થાનો છોડીને અનંતભાગવૃદ્ધસ્થાનો કેટલો થાય? તે આ પ્રમાણે–પહેલા સંખ્યયભાગવૃદ્ધસ્થાનની પહેલાં અનંતભાગવૃદ્ધસ્થાનો એક કંડકવર્ગ અને કંડક પ્રમાણ થાય છે. કારણ કે પહેલા અસંખ્યાતભાગવૃદ્ધસ્થાનની પહેલાં એક કંડક જેટલાં અનંતભાગવૃદ્ધસ્થાનો થાય છે. અને અસંખ્યયભાગવૃદ્ધસ્થાનો અનંતભાગવૃદ્ધસ્થાનોથી અંતરિત થાય છે, એટલે કે જેટલી વાર અસંખ્યયભાગવૃદ્ધસ્થાનો થશે તેટલાં કંડકો અનંતભાગવૃદ્ધિનાં થવાનાં. એક કંડકને ચાર કલ્પીએ તો શરૂઆતના અનંતભાગવૃદ્ધિના કંડકનાં ચાર અને અસંખ્યયભાગવૃદ્ધિ ચાર વાર થશે. તો તેની વચમાં અનંતભાગવૃદ્ધિ ચાર કંડક જેટલી વાર એટલે સોળ વાર થશે. કુલ વીસ અનંતભાગવૃદ્ધિનાં સ્થાનો પહેલા સંખ્યયભાગવૃદ્ધસ્થાનની પહેલાં થયાં. વીસ એટલે એક કંડકનો વર્ગ અને ઉપર એક કંડક થાય. એ પ્રમાણે સર્વત્ર સમજવું.
પહેલા સંખ્યયગુણવૃદ્ધસ્થાનની પહેલાં અસંખ્યયભાગવૃદ્ધિનાં કંડકવર્ગ અને કંડકપ્રમાણ સ્થાનકો થાય છે. પહેલા અસંખ્ય ગુણવૃદ્ધસ્થાનની પહેલાં સંખ્યયભાગવૃદ્ધસ્થાનો કંડકવર્ગ અને કંડકમાત્ર થાય છે, પહેલા અનંતગુણવૃદ્ધસ્થાનની પહેલાં–નીચે સંખ્યયગુણવૃદ્ધિનાં કંડકવર્ગ અને કંડક જેટલાં સ્થાનો થાય છે. તે જ હકીકત કહે છે –
एगंतराउ वुड्डी वग्गो कंडस्स कंडं च ॥५२॥
एकान्तरा तु वृद्धि वर्गः कण्डकस्य कण्डकं च ॥५२॥ અર્થ–એકાંતરિતવૃદ્ધિ કંડકવર્ગ અને કંડકપ્રમાણ થાય છે.
ટીકાનુ–કંડકવર્ગ અને કંડકપ્રમાણ એકાંતરિતવૃદ્ધિ થાય છે. આ હકીકત પૂર્વની ગાથામાં કહેલી છે. હવે એવી રીતે યંતરિતવૃદ્ધિ કેટલી થાય તે કહે છે, તે આ પ્રમાણે–પહેલા સંખ્યયગુણવૃદ્ધસ્થાનની નીચે અનંતભાગવૃદ્ધસ્થાનો કંડકઘન, બે કંડકવર્ગ અને એક કંડક પ્રમાણ થાય છે. પહેલા અસંખ્ય ગુણવૃદ્ધસ્થાનની નીચે અસંખ્ય ભાગવૃદ્ધસ્થાનો કંડકઘન, બે કંડકવર્ગ અને એક કંડક થાય છે. પહેલા અનંતગુણવૃદ્ધસ્થાનની નીચે સંખ્યયભાગવૃદ્ધસ્થાનો કંડકન, બે