________________
બંધનકરણ
ઉત્તર–જયાં સુધી અનન્તગુણવૃદ્ધસ્થાન ન થયું હોય ત્યાં સુધી પહેલાંનાં કોઈપણ સ્થાનોની સ્પર્ધ્વક સંખ્યાને સર્વજીવ જે અનંતે છે તે વડે ભાગ નહિ આપી શકાય તે બરાબર છે, પરંતુ ત્યાં સુધી ભાગનાર અનંતુ એટલું નાનું લેવાનું છે કે તે વડે ભાગતાં જ્ઞાની દષ્ટ સ્પર્ધકની અમુક સંખ્યા આવે અને અનંતમા ભાગની વૃદ્ધિ થાય. અનંતગુણવૃદ્ધસ્થાન થયા પછી સર્વજીવ જે અનંતે છે તે વડે ભાગ આપવો અને જે સંખ્યા આવે તે અનંતમો ભાગ વધારવો. ૫૦.
छट्ठाणगअवसाणे अन्नं छट्ठाणयं पुणो अन्नं । एवमसंखालोगा छट्ठाणाणं मुणेयव्वा ॥५१॥ षट्स्थानकावसाने अन्यत् षट्स्थानकं पुनरन्यत् ।
एवमसंख्यलोकानि षट्स्थानानां ज्ञातव्यानि ॥५१॥ અર્થ–પહેલું ષસ્થાનક પૂર્ણ થયા પછી બીજું, ત્યારપછી ત્રીજું, એ પ્રમાણે અસંખ્ય લોકાકાશ પ્રદેશપ્રમાણ પસ્થાનકો થાય છે.
ટીકાનુ–પહેલું ષસ્થાનક પૂર્ણ થયા પછી બીજું ષસ્થાનક થાય છે, ત્યારપછી એ જ ક્રમે ત્રીજું થાય છે. આ પ્રમાણે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્યાતાં ષસ્થાનકો થાય છે. ષસ્થાનકમાં અનંતભાગાદિ ભાગવૃદ્ધિ અને સંખ્યયગુણાદિ ગુણવૃદ્ધિ વગેરેનાં કંડકો કેવા ક્રમે થાય છે તે નામપ્રત્યયસ્પદ્ધક પ્રરૂપણામાં વિસ્તારથી કહ્યું છે ત્યાંથી જોઈ લેવું. કારણ કે તે પ્રમાણે અહીં પણ થાય છે. આ પ્રમાણે જસ્થાનની પ્રરૂપણા કરી. ૫૧. - હવે અધસ્તનસ્થાનની પ્રરૂપણા કરે છે –
सव्वासिं वुड्डीणं कंडगमेत्ता अणंतर बुड्ढी ।
सर्वासां वृद्धीनां कण्डकमात्रा अनन्तरा वृद्धिः ।। . . અર્થ સઘળી અસંખ્ય ભાગવૃદ્ધાદિ વૃદ્ધિ પછી અનંતભાગાદિ વૃદ્ધિ એક કંડક પ્રમાણ
થાય છે. '
ટીકાનુ-અસંખ્યયભાગવૃદ્ધ આદિ સઘળી વૃદ્ધિઓની પછી અનંતભાગવૃદ્ધ આદિ વૃદ્ધિ એક કંડક જેટલી જ થાય છે, વધારે થતી નથી. કારણ કે એક કંડક જેટલી વૃદ્ધિ થયા પછી અનુયાયી અન્ય સ્થાનની વૃદ્ધિ શરૂ થાય છે.
- તાત્પર્ય આ પ્રમાણે છે–જે ક્રમે સઘળી વૃદ્ધિઓ ઊઠે છે–ઉત્પન્ન થાય છે, તે જ ક્રમે તે વૃદ્ધિ નિરંતર કંડકપ્રમાણ જ થાય છે, અધિક થતી નથી. તેથી પછી પછીની વૃદ્ધિની પહેલાં અનંતર વૃદ્ધિ કંડક માત્ર જાણવી.
અહીં અસ્તનસ્થાનનો વિચાર કરે છે, એટલે કે પહેલા અસંખ્ય ભાગવૃદ્ધિસ્થાનની પહેલાં અનંતભાગવૃદ્ધસ્થાનો કેટલો થાય છે ? પહેલા સંખ્યયભાગવૃદ્ધસ્થાનની પહેલાં અસંખ્ય ભાગવૃદ્ધસ્થાનો કેટલો થાય છે ? આ પ્રમાણે અનંતરવૃદ્ધિ કેટલા કંડક પ્રમાણ થાય છે તેનો વિચાર અહીં કરે છે. તે આ પ્રમાણે–