________________
૭૮૨
પંચસંગ્રહ-૨
પ્રશ્ન–૨૯. કઈ કઈ ગુણશ્રેણિ કરવાની ક્રિયા કેટલો કાળ ચાલે?
ઉત્તર—દેશવિરતિ, સર્વવિરતિ અને સયોગી આ ત્રણ ગુણશ્રેણિ કરવાની ક્રિયા ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોડ વર્ષ કાળ પર્યત અને શેષ આઠ ગુણશ્રેણિઓ કરવાની ક્રિયા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી ચાલે છે.
પ્રશ્ન–૩૦. દેશોનપૂર્વક્રોડકાળ સુધી જે ત્રણ ગુણશ્રેણિઓ થાય છે તેમાં કાળ તથા દલિકને આશ્રયી ફેરફાર હોય કે ન હોય ?
ઉત્તર–આ ત્રણે શ્રેણિઓમાં દરેક સમયે ઉતારેલ દલિકો સરખા જ અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં ગોઠવે છે પરંતુ દેશવિરતિની ગુણશ્રેણિનાં નિષેક રચનાનાં સ્થાનો કરતાં સર્વવિરતિની ગુણશ્રેણિનાં દલિક રચનાનાં સ્થાનો સંખ્યાત ગુણહીન અર્થાત્ સંખ્યાતમા ભાગ જેટલા અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અને સયોગી ગુણશ્રેણિની દલિક રચનાનાં સ્થાનો તેથી પણ સંખ્યામાં ભાગ પ્રમાણ નાના અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તેમજ દેશવિરતિ અથવા સર્વવિરતિની પ્રાપ્તિના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત કાળ સુધી અવશ્ય વર્ધમાન પરિણામ હોય છે. તેથી ગુણશ્રેણિની રચના માટે દરેક સમયે ઉપરથી અસંખ્યાતગુણ દલિકો લાવે છે. પરંતુ અંતર્મુહૂર્ત પછી અવસ્થિત પરિણામ રહે અથવા વર્ધમાન કે હીયમાન પરિણામ પણ થાય. માટે પરિણામના અનુસાર જો અવસ્થિત પરિણામ હોય તો ઉપરથી દરેક સમયે સમાન અને વર્ધમાન પરિણામ હોય તો પરિણામના અનુસારે ક્રમશઃ અસંખ્યાતભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાતગુણ અધિક અને જો હાયમાન પરિણામ હોય તો પરિણામના અનુસારે ઉપરની સ્થિતિમાંથી અનુક્રમે અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન અથવા અસંખ્યાતગુણહીન દરેક સમયે દલિકો લાવી ગુણશ્રેણિની રચના કરે છે. પરંતુ દેશવિરતિ કરતાં સર્વવિરતિની ગુણશ્રેણિમાં અને તેથી પણ સયોગીની ગુણશ્રેણિમાં ક્રમશઃ અનંતગુણ વિશુદ્ધિ હોવાથી એક એકથી અસંખ્યાતગુણ દલિકો લાવે છે. તેમજ સયોગી ગુણસ્થાનકે સર્વકાળ અવસ્થિત પરિણામ હોવાથી ગુણશ્રેણિની રચના માટે દરેક સમયે ઉપરની સ્થિતિમાંથી સમાન દલિકો જ લાવે છે.
પ્રશ્ન-૩૧. અનંતાનુબંધીની વિસંયોજના (ક્ષપણા) કોણ કરે ?
ઉત્તરાયોપશમ સમ્યગ્દષ્ટિ ચારે ગતિમાં રહેલ અવિરત અથવા દેશવિરત તિર્યંચો અને મનુષ્યો તેમજ સર્વવિરત મનુષ્યો વિશુદ્ધિના પ્રાબલ્યથી ચારે અનંતાનુબંધીની વિસંયોજના કરે છે. અને મતાંતરે ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધીના મનુષ્યો ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થતાં પહેલાં ચાર અનંતાનુબંધીની ઉપશમના પણ કરે છે.
પ્રશ્ન–૩૨. અબદ્ધાયુ ક્ષાયિક સમ્યક્ત પામે તો તે ભવે અવશ્ય મોક્ષમાં જાય જ?
ઉત્તર–સામાન્યથી અબદ્ધાયુ લાયિક સમ્યક્ત પામે તો તે જ ભવે મોક્ષમાં જાય પરંતુ અબદ્ધાયુ હોવા છતાં ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કર્યા પછી જો જિનનામ નિકાચિત કરે તો ત્રીજા