________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૭૧
વિના શેષ ર૧ પ્રકૃતિઓની દેશોપશમના થાય છે. તેમજ ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યક્તીને પણ ૨૧ની દેશોપશમના થાય છે. અહીં ૨૬ સિવાયના પાંચે સ્થાનોની દેશોપશમના અમુક ટાઈમે જ થતી હોવાથી સાદિ અને સાત એમ બે જ પ્રકારે હોય છે.
૨૩ અને ૨૨નું સત્તાસ્થાન દર્શનત્રિકની ક્ષપણા કરવા માટે ત્રણ કરણમાંના ત્રીજા અનિવૃત્તિકણમાં પ્રવેશ કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. માટે આ બે સત્તાસ્થાનો દેશોપશમનામાં આવતા નથી. તેમજ ૧૩ વગેરે મોહનીયનાં શેષ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણસ્થાનક પછી જ આવે છે. માટે તે સ્થાનો પણ દેશોપશમનામાં આવતાં નથી.
નામકર્મનાં ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૯૦, ૮૯, ૮૪, ૮૩, ૮૨, ૯ અને ૮ એમ બાર સત્તાસ્થાનો હોવા છતાં ૯૦, ૮૯, ૮૩, ૯ અને ૮ પ્રકૃત્યાત્મક પાંચ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં આઠમાં ગુણસ્થાનક પછી જ હોય છે. માટે આ પાંચ સ્થાનો દેશોપશમનામાં આવતાં નથી. પરંતુ તે સિવાયનાં શેષ ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૮૪ અને ૮૨ આ સાતે સત્તાસ્થાનો યથાસંભવ અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી હોય છે, અને તે સાદિ-સાંત હોય છે. માટે આ સાતે સ્થાનોની દશોપશમના થાય છે, અને તે પણ સાદિ સાંત હોય છે. સ્થિતિદેશોપશમનાઃ
- આ દેશોપશમના પણ મૂળ અને ઉત્તકર્મપ્રકૃતિઓ આશ્રયી બે પ્રકારે અને તે દરેક ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ પુનઃ બબ્બે પ્રકારે છે.
ત્યાં મૂળ અને ઉત્તર સઘળી પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિદેશોપશમના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણે હોય છે. એટલે જે જે જીવો જે જે મૂળ અને ઉત્તરપ્રકૃતિઓનો જેટલો ઉત્કૃષ્ટસ્થિતિ સંક્રમ કરે છે તેટલી જ તે તે જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિની દેશોપશમના પણ હોય છે અને તે જ જીવો તેના સ્વામી પણ છે. સાદ્યાદિભંગ પણ જે પ્રમાણે સ્થિતિસંક્રમમાં બતાવેલ છે. તે જ પ્રમાણે દેશોપશમનામાં પણ હોય છે.
આ જઘન્ય સ્થિતિ દેશોપશમના પણ અભવ્ય પ્રાયોગ્ય જઘન્યસ્થિતિમાં વર્તમાન એકેન્દ્રિય જીવો કરે છે. માટે તે જ જીવો તેના સ્વામી છે. કારણ કે અન્ય જીવો કરતાં એકેન્દ્રિય જીવોને સ્થિતિસત્તા ઓછી હોય છે. અને તેઓ પણ દેશોપશમના કરી શકે છે. તેમજ એકેન્દ્રિયમાંથી આવેલ જઘન્ય સ્થિતિસત્તાવાળા બેઇન્દ્રિયાદિ જીવો પણ બંધાવલિકા સુધી તે તે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ દેશોપશમનાના સ્વામી હોઈ શકે છે.
તીર્થંકર નામકર્મની એકેન્દ્રિયાદિ જીવોને સત્તા ન હોવાથી તેની જઘન્ય સ્થિતિ દેશોપશમના ક્ષેપક જઘન્ય સ્થિતિસત્તાવાળા અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમયવર્તી જીવો કરે છે. અને ઉલના યોગ્ય પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ દેશોપશમના તે તે પ્રકૃતિઓની ઉદ્ધલના કરતી વખતે જ્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ચરમ સ્થિતિખંડની ઉદ્ધલના કરે છે તે વખતે જવલન સ્થિતિદેશોપશમના હોય છે.
ત્યાં આહારક સપ્તકની ઉઠ્ઠલના એકથી ચાર ગુણસ્થાનક સુધીના એકેન્દ્રિયાદિ સઘળા જીવો કરતા હોવાથી તે સર્વે તેની દેશોપશમનાના સ્વામી છે. અને સમ્યક્ત તેમજ પંચર-૯૮