________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૭૬૫
આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તે કાળ કરી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉત્પન્ન થાય અને તે ભવક્ષયે પતન થયું કહેવાય અને તે આત્માને મરણના ચરમસમય સુધી ૧૧મું ગુણસ્થાનક હોય છે, પરંતુ દેવભવના પ્રથમ સમયે જ વચ્ચેનાં છ ગુણસ્થાનકોનો સ્પર્શ થયા વિના ૧૧માંથી સીધું ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. અને તે સમયથી બધાં કરણો પ્રવર્તે છે.
દેવભવના પ્રથમ સમયે જે જે જીવને ચારિત્ર મોહનીયકર્મની જે જે કર્મપ્રકૃતિઓનો ઉદય થાય છે તે કર્મપ્રકૃતિઓની દ્વિતીય સ્થિતિમાં જે પ્રથમ દલિકો ઉપશાંત થયેલાં હતાં તેમાંથી અપવર્ઝના દ્વારા અંતરકરણરૂપ ખાલી જગ્યામાં દલિકો લાવી ઉદય સમયથી આવલિકા પ્રમાણ કાળમાં ગોપુચ્છાકારે અને આવલિકા ઉપરના પ્રથમ સમયથી ગુણશ્રેણિના શિર સુધી અસંખ્યાત ગુણાકારે અને પછી પુનઃ વિશેષ હીન હીન ગોઠવે છે. તથા મોહનીયકર્મની જે પ્રકૃતિઓ દેવભવના પ્રથમ સમયે ઉદયમાં નથી આવતી તે પ્રકૃતિઓનાં દલિકોને દ્વિતીય સ્થિતિમાંથી અપવર્તનાકરણ દ્વારા અંતરકરણરૂપ ખાલી જગ્યામાં લાવી ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સમયથી ગુણશ્રેણીના શિર સુધી અસંખ્યાત ગુણાકારે અને તેની ઉપર વિશેષ હીન-હીન ગોઠવે છે. અને તેથી પ્રથમ જે અંતરકરણરૂપ ખાલી જગ્યા હતી ત્યાં પણ પુનઃ દલિકો ગોઠવાઈ જવાથી અને ખાલી જગ્યા પુરાઈ જવાથી અંતરકરણ રહેતું નથી.
આયુષ્ય પૂર્ણ ન થાય તોપણ આ ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોવાથી તે પૂર્ણ થયે જીવ અવશ્ય પડે છે અને તે અદ્ધાક્ષયે પતન થયું કહેવાય. તેથી જે ક્રમે ચડ્યો હતો તે જ ક્રમે એટલે કે ૧૧મે થી ૧૦મે, ૯મે, ૮મે આવી ત્યાંથી સાતમે અને છઠ્ઠ ગુણસ્થાનકે હજારોવાર પરાવર્તન કરી સ્થિર થાય છે. અને કોઈક જીવ પાંચમે તેમજ કોઈક ચોથે આવીને પણ સ્થિર થાય છે અને કોઈક ત્યાંથી પહેલે પણ જાય છે.
જે આચાર્યો અનંતાનુબંધીનો ઉપશમ કરીને ઉપશમ શ્રેણિ કરી શકાય છે એમ માને છે. તેઓના મતે કોઈક જીવ છઠ્ઠા, પાંચમા કે ચોથાથી સાસ્વાદને આવીને પણ મિથ્યાત્વે જાય છે. અદ્ધાક્ષયે પડતાં ક્રમશઃ પ્રથમ સંજ્વલન લોભ, પછી માયા, માન અને ક્રોધનો ઉદય થાય છે. અને જે જે પ્રકૃતિઓનો જે જે સમયે ઉદય થાય છે—તે સમયે તેના દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકોને આકર્ષી આવલિકા પ્રમાણકાળમાં ગોપુચ્છાકારે. પછી ગુણશ્રેણિના શિર સુધી અસંખ્યાતગુણાકારે અને પછી પુનઃ હીન-હીન દલિકો ગોઠવે છે. તેમજ અવેઘમાન મોહનીયકર્મની અન્ય પ્રકૃતિઓના દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકોને જ્યારે જ્યારે અનુપશાંત કરે ત્યારે ત્યારે ઉદયાવલિકાની ઉપર પ્રથમ સમયથી ગુણશ્રેણિના શિર સુધી અસંખ્યાતગુણાકારે અને પછી હીન-હીન ગોઠવે છે. તેમજ સ્થિતિઘાત વગેરે ચડતી વખતે જેમ થતા હતા તેમ પડતી વખતે પણ ઊલટા ક્રમે થાય છે. એટલે ચડતી વખતે ક્રમશઃ સ્થિતિઘાતાદિ જે મોટા મોટા થતા હતા, તે પડતી વખતે ઓછા-ઓછા પ્રમાણમાં થાય છે. તેમજ ચડતી વખતે જે જે સ્થાને જે જે પ્રકૃતિઓનો બંધ, ઉદય તેમજ દેશોપશમના નિવ્રુત્તિ અને નિકાચનાકરણો વિચ્છેદ થયાં હતાં તે જ રીતે પડતી વખતે તે તે સ્થાને તે સર્વે પુનઃ શરૂ થાય છે, પણ ચડતી વખતે અંતકરણ કર્યા પછી પુરુષવેદ અને ચાર સંજ્વલનનો સંક્રમ જે ક્રમશઃ જ થતો હતો અને લોભના સંક્રમનો જ સર્વથા અભાવ હતો તેમજ બધ્યમાનકર્મની જે સમયથી છ આવલિકા પછી ઉદીરણા થતી હતી