SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૭૦૯ આવલિકા છૉડીને ઉપરના સમયથી આરંભી ગુણશ્રેણિના શિરપર્યત પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર અસંખ્ય અસંખ્યગુણ ગોઠવે છે, અને ત્યાર પછી અલ્પ અલ્પ ગોઠવે છે. ૮૭ संकमउदीरणाणं नत्थि विसेसो उ एत्थ पुव्वुत्तो । जं जत्थ उ विच्छिन्नं जायं वा होइ तं तत्थ ॥८८॥ संक्रमोदीरणयोर्नास्ति विशेषस्तु अत्र पर्वोक्तः । यद् यत्र तु व्यवच्छिन्नं जातं वा भवति तत्तत्र ॥८८॥ અર્થઅહીં સંક્રમ અને ઉદીરણાના સંબંધમાં વિશેષ નથી–જે જ્યાં વિચ્છિન્ન થયું હતું તથા જ્યાં જે થતું હતું ત્યાં તે થાય છે. ટીકાનુ–ઉપશમશ્રેણિ પર ચડતાં સંક્રમના સંબંધમાં જે વિશેષ કહ્યો હતો, જેમ કે ક્રમપૂર્વક સંક્રમ થાય, અનાનુપૂર્વીએ-ઉત્ક્રમે સંક્રમ ન થાય, તે તથા અંતરકરણના દ્વિતીયસમયથી બંધાયેલા કર્મની છ આવલિકા ગયા બાદ ઉદીરણા થાય, છ આવલિકામાં ન થાય—આ ઉદીરણાના સંબંધમાં જે વિશેષ કહ્યો હતો, તે વિશેષ ઉપશમશ્રેણિથી પડતાં રહેતો નથી. ઉપશમશ્રેણિથી પડતાં તો ક્રમ, ઉત્ક્રમ–બંને રીતે સંક્રમ થાય, તેમજ બંધાયેલા કર્મની બંધાવલિકા પૂર્ણ થયા પછી પણ ઉદીરણા થાય છે. તથા શ્રેણિ પર ચડતાં બંધન, સંક્રમણ, અપવર્તન, ઉદ્વર્તના, ઉદીરણા, દેશોપશમના, નિદ્ધત્તિ, નિકાચના અને આગાલનો જે સમયે વિચ્છેદ થયો હતો. પડતાં તે સમયને પ્રાપ્ત થાય ત્યારે તે સર્વે પ્રવર્તે છે. તથા ચડતાં જે સ્થાને સ્થિતિઘાત, રસઘાતાદિ થતા હતા પડતાં ત્યાં તે જ પ્રમાણે વિપર્યસ્ત—ઊલટા ક્રમે થાય છે. ૮૮ वेइज्जमाण संजलण कालाओ अहिगमोहगणसेढी । पडिवत्तिकसाउदए तल्ला सेसेहि कम्मेहिं ॥८९॥ वेद्यमानसंज्वलनकालादधिका मोहगुणश्रेणिः । . प्रतिपत्तिः कषायोदये तुल्या शेषैः कर्मभिः ॥८९॥ અર્થ–મોહનીયની ગુણશ્રેણિ વેદ્યમાન સંજવલના કાળથી અધિક થાય છે, જે જે કષાયના ઉદયે શ્રેણિની પ્રાપ્તિ થાય છે તેની ગુણશ્રેણિ શેષકર્મની તુલ્ય થાય છે. ટીકાન–શ્રેણિ પરથી પડતાં મોહનીયકર્મની પ્રકૃતિઓની ગુણશ્રેણિ કાળને આશ્રયીને વેદ્યમાન સંજવલનના કાળથી અધિક કાળ પ્રમાણ કરે છે. ચડતી વખતે કરેલી ગુણશ્રેણિની તુલ્યસરખી કરે છે. (એટલે કે શ્રેણિ પર ચડતી વખતે જેટલાં સ્થાનોમાં ગુણશ્રેણિના ક્રમે દળરચના થઈ હતી, પડતી વખતે પણ તેટલા સ્થાનમાં દળરચના થાય છે.) તથા જે કષાયના ઉદયે ઉપશમશ્રેણિ પર આરૂઢ થયો હતો -શ્રેણિ પર ચડ્યો હતો, પડતાં તેનો જ્યારે ઉદય થાય ત્યારે તેની ગુણશ્રેણિ શેષકર્મની ગુણશ્રેણિની તુલ્ય કરે છે. જેમ કોઈએ સંજ્વલનક્રોધના ઉદય શ્રેણિ પ્રાપ્ત કરી, શ્રેણિથી પડતાં જ્યારે તેને સંજવલનક્રોધનો ઉદય થાય ત્યારે ત્યાંથી તેની ગુણશ્રેણિ શેષકર્મના સમાન થાય છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy