SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૬૯૩ अवेदकप्रथमसमयात् क्रोधत्रिकमारभते उपशमयितुम् । तिसृषु पतद्ग्रहतैकस्यां उदयश्चोदीरणा बन्धः ॥७१॥ स्फिटन्त्यावलिकायां शेषायाम् અર્થ—અવેદકપણાના પ્રથમ સમયથી ત્રણ ક્રોધને ઉપશમાવવાનો આરંભ કરે છે. પ્રથમ સ્થિતિની ત્રણ આવલિકા બાકી રહે ત્યારે સંજવલન ક્રોધની પતગ્રહતા દૂર થાય છે અને એક આવલિકા શેષ રહે ત્યારે ઉદય, ઉદીરણા અને બંધ નષ્ટ થાય છે. ટીકાનું–જે સમયે પુરુષવેદનો અવેદક થાય છે, તે અવેદકપણાના પ્રથમ સમયથી આરંભી અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંવનલ એ ત્રણેના ક્રોધને એકીસાથે ઉપશમાવવાનો આરંભ કરે છે. ઉપશમના કરતાં પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યઅસંખ્યગુણ ઉપશમાવતો જાય છે. એ ત્રણની ઉપશમન ક્રિયા શરૂ કરતાં જે સ્થિતિબંધ થાય તેની પછીનો સંજવલનનો સંખ્યયભાગહીન સ્થિતિબંધ થાય છે, અને શેષકર્મનો સંખ્યયગુણહીન સ્થિતિબંધ થાય છે. તથા શેષ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને ગુણસંક્રમ પહેલાંની જેમ જ થાય છે. - સંજ્વલન ક્રોધની પ્રથમસ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે તેની પતગ્રહતા નષ્ટ થાય છે. એટલે કે સંજવલનક્રોધમાં અપ્રત્યાખ્યાવરણ-પ્રત્યાખ્યાનાવરણ ક્રોધનું દલિક સંક્રમનું નથી, પરંતુ સંજવલન માનાદિમાં સંક્રમે છે. પ્રથમ સ્થિતિની બે આવલિકા બાકી રહે ત્યારે આગાલનો વિચ્છેદ થાય છે, માત્ર ઉદીરણા જ પ્રવર્તે છે. તે પણ પ્રથમ સ્થિતિની એક આવલિકા શેષ રહે ત્યાં સુધી જ પ્રવર્તે છે. ઉદયાવલિકાના ચરમ સમયે સંજવલન ક્રોધાદિ ચારેનો સ્થિતિબંધ ચાર માસનો થાય છે, અને શેષ કર્મોની સંખ્યાતા હજાર વરસનો થાય છે. તથા ઉદીરણાવલિકાના ચરમસમયે સંજ્વલનક્રોધનો બંધ, ઉદય અને ઉદીરણા એ ત્રણેનો સાથે જ વિચ્છેદ થાય છે. અને તે જ સમયે અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ સંપૂર્ણપણે ઉપશમે છે. જે સમયે સંજ્વલન ક્રોધનો ઉદયવિચ્છેદ થાય છે તે સમયે ઉદયાવલિકાગત દલિક અને સમયોન બે આવલિકાકાળમાં બંધાયેલું દલિક મૂકીને શેષ સંજવલન ક્રોધનું પણ સઘળું દલિક શાંત થઈ જાય છે. તે સમયોન બે આવલિકાકાળમાં બંધાયેલા દલિકને તેટલા જ કાળે પુરુષવેદમાં કહેલ ક્રમ પ્રમાણે ઉપશમાવે છે. ૭૧ તે જ હકીકત કહે છે सेसयं तु पुरिससमं । एवं सेसकसाया वेयइ थिबुगेण आवलिया ॥७२॥ ૧. તથાસ્વભાવે સંજવલન ક્રોધાદિની પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહે અને માનાદિનો ઉદય થઈ જાય છે. તેથી જ પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહી જાય છે તે અવશિષ્ટ આવલિકાગત દલિક સ્તિબુકસંક્રમ વડે માનાદિમાં સંક્રમી દૂર થાય છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy