________________
ઉપશમનાકરણ
૬૭૩
अंतमुहुत्तियखंडं तत्तो उक्किड़ उदयसमयाओ । निक्खिवइ असंखगुणं जा गुणसेढी परिहीणं ॥४४॥
आन्तमौहूर्तिकं खण्डं तत उत्किरति उदयसमयात् ।
निक्षिपति असंख्येयगुणं यावद् गुणश्रेणि परिहीनम् ॥४४॥ અર્થ–સમ્યક્વમોહની સત્તા આઠ વરસની રહ્યા બાદ તેના અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિખંડ કરે છે. તેનાં દલિકોને ઉદય સમયથી આરંભી અસંખ્યાત ગુણાકારે ગુણશ્રેણિના શિર પર્યત ગોઠવે છે, પછી ઓછા ઓછા ગોઠવે છે.
ટીકાનું–જ્યારથી સમ્યક્વમોહનીયની આઠ વરસ પ્રમાણ સ્થિતિસત્તા રહી ત્યારથી તેના અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિખંડો કરી તેનો ઘાત કરે છે. તેનાં દલિકોને ઉદય સમયથી આરંભી ગોઠવે છે. ઉદય સમયમાં થોડું ગોઠવે છે, દ્વિતીય સમયમાં અસંખ્યાત ગુણ ગોઠવે છે, પછીના સમયમાં અસંખ્યાતગુણ ગોઠવે છે, એમ પૂર્વ પૂર્વ સ્થાન કરતાં ઉત્તર-ઉત્તર સ્થાનમાં અસંખ્યાતઅસંખ્યાતગુણ ગુણશ્રેણિના શિર પર્વત-ગુણશ્રેણિ જેટલા સ્થિતિસ્થાનમાં થાય છે તેના છેવટના સમય પર્યત ગોઠવે છે. ત્યારપછીના સમયોમાં–સ્થિતિસ્થાનોમાં ઓછું ઓછું યાવત્ ચરમસ્થિતિ પર્યત ગોઠવે છે. માત્ર જેનો સ્થિતિઘાત થાય છે ત્યાં ગોઠવતો નથી. ૪૪
उक्किरइ असंखगुणं जाव दुचरिमंति अंतिमे खंडे । संखेज्जंसो खंडइ गुणसेढीए तहा देइ ॥४५॥ उत्किरति असंख्यगुणं यावद् द्विचरिममन्तिमे खण्डे ।
संख्येयांशं खण्डयति गुणश्रेण्याः तथा ददाति ॥४५॥ અર્થ–પ્રથમ સ્થિતિખંડ કરતાં ઉત્તરોત્તર સ્થિતિખંડો અસંખ્યાત-અસંખ્યાતગુણ મોટા મોટા લેતો દ્વિચરમ સ્થિતિખંડ પર્વત ઉમેરે છે. દ્વિચરમખંડથી ચરમખંડ સંખ્યાત ગુણ મોટો છે. છેલ્લો સ્થિતિખંડ ખંડતા ગુણશ્રેણિના સંખ્યાતમા ભાગને ખંડે છે અને ગુણશ્રેણિમાં નાખે છે.
ટીકાનુ–સમ્યક્વમોહનીયની આઠ વરસની સત્તા જ્યારથી રહે છે ત્યારથી સ્થિતિઘાત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. માત્ર ઉત્તરોત્તર અંતર્મુહૂર્તો અસંખ્યાતગુણ મોટા મોટા લેવાના છે. તેનાં દલિકોને પૂર્વોક્ત ક્રમે ઉદયસમયથી આરંભી ગોઠવે છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ ખંડ કરતાં ઉત્તરોત્તર અસંખ્યાતગુણ મોટા મોટા સ્થિતિખંડને ઉકેરતો દ્વિચરમસ્થિતિખંડ પર્યત ઉકેરે છે.
૧. અહીં દર્શનમોહનીયના ક્ષયના અધિકારમાં એકલી જ ગુણશ્રેણિ જ્યારે થતી હોય છે ત્યારે દલિકોની રચના ગુણશ્રેણિના શિર સુધી જ થાય છે. અને ઉદ્ધલના તથા ગુણશ્રેણિ બંને જયાં લાગુ પડેલ હોય છે ત્યાં ગુણશ્રેણિના શિર સુધી પૂર્વ પૂર્વ સ્થાન કરતાં ઉત્તર-ઉત્તર સ્થાનમાં અસંખ્યાત અસંખ્યાત ગુણ દલિક ગોઠવે છે અને ત્યારપછીનાં સ્થાનોમાં જેનો સ્થિતિઘાત થાય છે તે છોડીને બાકીનામાં થોડાં થોડાં ગોઠવાય છે, જેનો સ્થિતિઘાત થાય છે ત્યાં બિલકુલ ગોઠવાતાં નથી, આ ક્રમ છે. - પંચ ૨-૮૫