________________
૬૭૨
ततो बहुखण्डान्ते खण्डयति उदयावलिकारहितं मिथ्यात्वम् । ततोऽसंख्यभागान् सम्यक्त्वमिश्रयोः खण्डयति ॥ ४२ ॥
बहुखण्डान्ते मिश्रं उदयावलिकाबाहिरं क्षिपति सम्यक्त्वे । अष्टवर्षसत्कर्मा दर्शनमोहस्य स क्षपकः ॥४३॥
પંચસંગ્રહ-૨
અર્થ—ત્યા૨પછી ઘણા ખંડોને અંતે ઉદયાવલિકા છોડીને મિથ્યાત્વમોહનીયનો નાશ કરે છે. ત્યારપછી મિશ્ર અને સમ્યક્ત્વમોહનીયના અસંખ્યાતા ભાગોને ખંડે છે. ત્યારબાદ ઘણા ખંડોને અંતે ઉદયાવલિકા ઉપરનું મિશ્રનું દળ સમ્યક્ત્વમાં નાખે છે. તે કાળે સમ્યક્ત્વમોહનીયની આઠ વરસની સત્તાવાળો દર્શનમોહનીયનો ક્ષપક કહેવાય છે.
ટીકાનુ—આ રીતે મિથ્યાત્વમોહનીયની સત્તાગત સ્થિતિના અસંખ્યાતા ભાગ કરી એક રાખે—બાકી બધાનો નાશ કરે, વળી જે સ્થિતિ સત્તામાં છે તેના અસંખ્યાતા ભાગ કરી એક ભાગ રાખી બાકીના બધાનો નાશ કરે. આ ક્રમે મિથ્યાત્વમોહનીયના સ્થિતિઘાત કરતો ઘણા સ્થિતિઘાત થયા બાદ ઉદયાવલિકા છોડીને શેષ સઘળી મિથ્યાત્વની સ્થિતિનો નાશ કરે છે. તે વખતે મિશ્ર તથા સમ્યક્ત્વમોહનીયની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિસત્તા રહે છે.
જે જે સ્થિતિનો ઘાત થાય છે તેનાં દલિકોનો પ્રક્ષેપ વિધિ કહે છે—
જે જે સ્થિતિઓનો ઘાત થાય છે, તેમાંનાં મિથ્યાત્વનાં દલિકોને મિશ્ર તથા સમ્યક્ત્વમોહનીય એ બંનેમાં નાખે છે. મિશ્રમોહનીયના સમ્યક્ત્વમોહનીયમાં નાંખે છે, અને સમ્યક્ત્વમોહનીયના નીચે ઉદય સમયથી આરંભી ગુણશ્રેણિના ક્રમે ગોઠવે છે. મિથ્યાત્વમોહનીયની જે ઉદયાવલિકા બાકી રહી છે—તેને સ્તિબુકસંક્રમ વડે સમ્યક્ત્વમોહનીયમાં નાખે છે.
મિથ્યાત્વમોહનીયની જ્યારથી ઉદયાવલિકા બાકી રહી ત્યારથી મિશ્ર તથા સમ્યક્ત્વમોહનીયની સત્તાગત સ્થિતિના અસંખ્યાતા ભાગ કરે છે. એક ભાગ રાખી શેષ સઘળા ભાગોનો નાશ કરે છે. વળી જે સત્તામાં છે તેના અસંખ્યાતા ભાગ કરી એક રાખી બાકી બધાનો નાશ કરે છે. આવી રીતે કેટલાક સ્થિતિઘાતો ગયા બાદ મિશ્રમોહનીયની એક ઉદયાવલિકા પ્રમાણ સ્થિતિસત્તા રહે છે. તે વખતે સમ્યક્ત્વમોહનીયની આઠ વરસ પ્રમાણ સ્થિતિસત્તા રહે છે. આ પ્રમાણે ઉદયાવલિકા ઉપ૨નું મિશ્રમોહનીયનું સઘળું દળ નાશ પામે છે, અને ઉદયાવલિકા સમ્યક્ત્વમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમી દૂર થાય છે.
સમ્યક્ત્વમોહનીયની આઠ વરસ પ્રમાણ સ્થિતિસત્તાવાળો આત્મા તે વખતે તેનાં સઘળાં વિઘ્નો નષ્ટ થવાથી નિશ્ચયનયના મતે દર્શનમોહનીયનો ક્ષપક કહેવાય છે. વિઘ્નરૂપ સર્વઘાતી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો તો સર્વઘાત કર્યો અને સમ્યક્ત્વમોહનીયનો અંતર્મુહૂર્તમાં અવશ્ય ઘાત કરશે, તેથી તે નિશ્ચયનયના મતે દર્શનક્ષપક કહેવાય છે. ૪૨-૪૩.
૧. ત્રણે દર્શનમોહનીયમાં સ્થિતિઘાત થાય છે પરંતુ તેનું પ્રમાણ ઓછું વધતું હોય છે. કેમ કે જેનો પહેલાં ઘાત થવાનો હોય તેના સ્થિતિઘાતનું પ્રમાણ મોટું હોય, અન્યમાં કંઈક નાનું હોય.