________________
ઉદીરણાકરણ પ્રશ્નોત્તરી
૬૩૭
આશ્રયી એક સ્થાનક આદિ ચાર પ્રકારના રસવાળી હોવા છતાં ઉદીરણામાં એક અને ક્રિસ્થાનક જ રસ હોય છે.
પ્રશ્ન-૨૦. બંધ આશ્રયી એક સ્થાનક આદિ ચારે પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણામાં માત્ર ક્રિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોય એવી કઈ પ્રકૃતિ છે ?
ઉત્તરમન પર્યવજ્ઞાનાવરણ બંધ આશ્રયી એકસ્થાનક આદિ ચારે પ્રકારના રસવાળી હોવા છતાં એક સ્થાનક રસની ઉદીરણા થતી ન હોવાથી ઉદીરણા આશ્રયી દ્રિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો જ રસ હોય છે.
પ્રશ્ન–૨૧. બંધમાં ક્રિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી એક સ્થાનક આદિ ચારે પ્રકારનો રસ હોય એવી કઈ પ્રકૃતિ છે ?
ઉત્તર–નપુંસકવેદ બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારના રસવાળી હોવા છતાં ઉદીરણા આશ્રયી એક સ્થાનક આદિ ચારે પ્રકારનો રસ હોય છે - પ્રશ્ન–૨૨. બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી એક અને ક્રિસ્થાનક જ રસ આવે એવી કઈ પ્રકૃતિ છે ?
ઉત્તર–સ્ત્રીવેદ બંધ આશ્રયી ક્રિસ્થાનક આદિ ત્રણ પ્રકારના રસવાળી હોવા છતાં ઉદીરણા આશ્રયી એક અને દ્વિસ્થાનક જ રસ હોય છે.
પ્રશ્ન-૨૩. એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓનો બંધ આશ્રયી જેમ એકસ્થાનક આદિ ચારે પ્રકારનો રસ હોય છે તેમ ઉદીરણા આશ્રયી ચારે પ્રકારનો રસ હોય ?
- ઉત્તર–મત્યાદિ ત્રણ જ્ઞાનાવરણ, અવધિ દર્શનાવરણ અને સંજ્વલન ચતુષ્ક, આ આઠ પ્રકૃતિઓનો જેમ બંધ આશ્રયી ચારે પ્રકારનો રસ હોય છે, તેમ ઉદીરણા આશ્રયી ચારે પ્રકારનો રસ હોય છે.
પ્રશ્ન–૨૪. એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓનો બંધ આશ્રયી દ્રિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી માત્ર દ્વિસ્થાનક જ રસ હોય ?
- ઉત્તર–ગુરુ અને કર્કશ સ્પર્શ, તિર્યચત્રિક, મનુષ્યત્રિક, ઔદારિક સપ્તક, છ સંઘયણ, મધ્યમના ચાર સંસ્થાન, તપ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર ચતુષ્ક, દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વી આ ૩૬ પ્રકૃતિઓનો બંધ આશ્રયી દ્વિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણા આશ્રયી તથાસ્વભાવે દ્વિસ્થાનક જ રસ હોય છે. આ પ્રશ્ન–૨૫. એવી કેટલી અને કઈ પ્રકૃતિઓ છે કે જેઓનો ઉદીરણા આશ્રયી માત્ર કિસ્થાનક જ રસ હોય?
ઉત્તર ચોવીસમા પ્રશ્નોત્તરમાં જણાવેલ ૩૬ પ્રકૃતિઓ અને મિશ્રમોહનીય એમ ૩૭ પ્રકૃતિઓનો ઉદીરણા આશ્રયી ધિસ્થાનક જ રસ હોય છે.
પ્રશ્ન–૨૯. એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓનો બંધની સમાન ઉદીરણા આશ્રયી પણ ક્રિસ્થાનક આદિ ત્રણ પ્રકારનો રસ હોય ?