________________
૬૩૬
પંચસંગ્રહ-૨
ઉત્તર–પર્યાપ્ત દેવ-નારક અવધિલબ્ધિ રહિત હોતા નથી એ વાત બરાબર છે. છતાં ટીકામાં કેમ કહેલ છે તે બહુશ્રુતો પાસેથી જાણી લેવું.
પ્રશ્ન–૧૫. શરીરને પ્રથમ સમયે યથાસંભવ ઉદયપ્રાપ્ત છ સંસ્થાન અને પ્રથમના પાંચ સંઘયણની જઘન્ય અનુભાગ ઉદીરણા બતાવેલ છે, તેની જેમ સેવાર્ત સંહનનની જઘન્ય અનુભાગ ઉદીરણા શરીરસ્થ બેઈન્દ્રિયોને પ્રથમ સમયે ન બતાવતાં બાર વર્ષના આયુષ્યવાળાને બારમા વર્ષે કેમ બતાવેલ છે ?
ઉત્તર–આ ગ્રંથની તેમજ કર્મપ્રકૃતિની બન્ને ટીકામાં બાર વર્ષના આયુષ્યવાળા બેઇન્દ્રિયને બારમા વર્ષે સેવાર્ત સંહનનની જઘન્ય અનુભાગ-ઉદીરણા બતાવેલ છે, પરંતુ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા ૭૬ની ચૂર્ણિમાં બાર વર્ષના આયુષ્યવાળા બેઇન્દ્રિયને શરીરસ્થના પ્રથમ સમયે જઘન્ય અનુભાગ ઉદીરણા બતાવેલ છે અને તે જ વધારે ઠીક લાગે છે. પછી તો અતિશયજ્ઞાની જાણે અથવા તો મતાંતર હોય તેમ લાગે છે.
પ્રશ્ન–૧૬. એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા માત્ર એક સમયે પ્રમાણ સ્થિતિની જ હોય ?
ઉત્તર–પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, મિથ્યાત્વમોહનીય, સમ્યક્વમોહનીય, સંજવલન ચતુષ્ક, ત્રણ વેદ, ચાર આયુષ્ય અને પાંચ અંતરાય આ સત્તાવીસ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા માત્ર એક સમય પ્રમાણ સ્થિતિની હોય છે.
પ્રશ્ન–૧૭. એવી કઈ અને કેટલી પ્રકૃતિઓ છે કે જેઓની માત્ર એક સમય પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોવા છતાં ઉદય અને ઉદીરણા સાથે જ જાય ? -
ઉત્તર–સંજવલન ક્રોધાદિ ત્રણ પ્રકૃતિઓ જ એવી છે કે જેઓની માત્ર એક સમય પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદીરણા હોવા છતાં પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી ઉદય અને ઉદીરણા બન્ને સાથે જ હોય છે, અને ત્યારપછીના સમયે બન્ને સાથે વિચ્છેદ પામે છે.
પ્રશ્ન–૧૮. દેવ તથા નરકાયુષ્યના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી અત્યંત દુઃખોદયમાં વર્તતા ક્રમશઃ જઘન્ય આયુષ્યવાળા દેવો અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકો કેમ કહ્યા?
ઉત્તર–પ્રબલ અસાતાના ઉદયમાં અર્થાત્ અત્યંત દુઃખોદયમાં વર્તતા જીવોને તથાસ્વભાવે જ ઉદીરણા દ્વારા આયુષ્યકર્મનાં ઘણાં પુદ્ગલો ઉદયમાં આવે છે. અને જઘન્ય સ્થિતિવાળા દેવો તથા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોને જ સ્વભૂમિકાનુસારે પ્રબલ દુઃખોદય હોઈ શકે છે, માટે જ અત્યંત દુઃખોદયમાં વર્તતા જઘન્ય આયુષ્યવાળા દેવો અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારકો અનુક્રમે દેવ અને નરકાયુષ્યના ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણાના સ્વામી બતાવ્યા છે.
પ્રશ્ન–૧૯. બંધ આશ્રયી એકસ્થાનક આદિ ચારે પ્રકારનો રસ હોવા છતાં ઉદીરણામાં માત્ર એક અને દ્વિસ્થાનક જ રસ હોય એવી પ્રવૃતિઓ કઈ અને કેટલી છે? -
ઉત્તર-ચક્ષુ-અચક્ષુદર્શનાવરણ, પુરુષવેદ અને પાંચ અંતરાય આ આઠ પ્રકૃતિઓ બંધ