SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ પંચસંગ્રહ-૨ अजघन्याऽशुभध्रुवोदयानां त्रिविधा भवेत् त्रयोविंशतेः । साद्यधुवाः शेषाः सर्वेऽध्रुवोदयानां तु ॥५७॥ અર્થ—અશુભ ધ્રુવોદયી ત્રેવીસ પ્રકૃતિની અજઘન્ય અનુભાગીદીરણા ત્રણ પ્રકારે છે. ઉક્ત શેષ વિકલ્પો સાદિ-અધુવ છે, તથા અધુવોદયી પ્રકૃતિઓના સઘળા વિકલ્પો સાદિઅધ્રુવ છે. ટીકાનુ–પંચવિધ જ્ઞાનાવરણ. ચક્ષુ, અચકું, અવધિ અને કેવલ દર્શનાવરણ, કૃષ્ણનીલવર્ણ, દુરભિગંધ, તિક્ત-કટુરસ, રુક્ષ-શીત સ્પર્શ, અશુભ અને પાંચ અંતરાય રૂપ અશુભ ધ્રુવોદયી ત્રેવીસ પ્રકૃતિની અજઘન્ય અનુભાગોદીરણા અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ રીતે–ઉપરોક્ત પ્રકૃતિઓની જઘન્ય અનુભાગની ઉદીરણા તે તે પ્રકૃતિઓનો ઉદીરણાવિચ્છેદ જ્યાં થાય ત્યાં થાય છે. અને તે સાદિ-અધુવ છે. તે સિવાયની અન્ય સઘળી અજઘન્ય છે. સર્વદા પ્રવર્તતી હોવાથી તે અનાદિ છે, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુવ છે. ઉપરોક્ત સઘળી પ્રકૃતિઓના ઉક્ત શેષ વિકલ્પો સાદિ-અધ્રુવ છે. કઈ પ્રકૃતિના કયા વિકલ્પો ઉક્ત શેષ છે, તે કહે છે-કર્કશ, ગુરુ મિથ્યાત્વ અને અશુભ ધ્રુવોદયી ત્રેવીસ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ અને જઘન્ય એ ત્રણ ઉક્ત શેષ છે. મૂદુ, લઘુ અને શુભ ધ્રુવોદયી વીસ પ્રકૃતિઓના જઘન્ય-અજઘન્ય અને ઉત્કૃષ્ટ એ ત્રણ ઉક્ત શેષ છે. આ ઉક્ત શેષ વિકલ્પોમાં સાદિ-સાંત ભંગનો વિચાર કરે છે–કર્કશ, ગુરુ, મિથ્યાત્વ અને અશુભ ધ્રુવોદયી ત્રેવીસ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ-અનુષ્ટ અનુભાગની ઉદીરણા મિથ્યાત્વીઓને વારાફરતી થાય છે. કેમ કે તે સઘળી પાપ પ્રકૃતિઓ છે અને તેનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાદૃષ્ટિઓને થાય છે, માટે તે બંને ભંગ સાદિ-સાત છે. જઘન્યનો વિચાર તો અજઘન્યભંગ કહેવાના પ્રસંગે કહી ગયા છે. તથા મૃદુ, લઘુ અને ધ્રુવોદયી શુભ વીસ પ્રકૃતિઓના જઘન્યઅજઘન્ય અનુભાગની ઉદીરણા મિથ્યાત્વીઓને વારાફરતી થાય છે. કેમ કે તે પુન્યપ્રકૃતિઓ છે, અને ક્લિષ્ટ પરિણામને યોગે તેઓનો જઘન્ય રસબંધ થાય છે. માટે તે બંને સાદિ-સાંત છે. અનુષ્ટ કહેવાના પ્રસંગે ઉત્કૃષ્ટ અનુભાગોદીરણાના ભંગનો વિચાર કરી ગયા છે. શેષ અધુવોદયી એકસો દશ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય એ સઘળા વિકલ્પો તે પ્રકૃતિઓ જ અધ્રુવોદયી હોવાથી સાદિ-સાંત છે. જ્યારે ઉદય હોય ત્યારે ઉત્કૃષ્ટ આદિ કોઈપણ ભોગે ઉદીરણા પ્રવર્તે, ઉદય નિવ ત્યારે નિવર્તે છે. ૫૭ આ પ્રમાણે સાઘાદિ ભંગનો વિચાર કર્યો. હવે ક્રમ પ્રાપ્ત સ્વામિત્વ કહેવાનો પ્રસંગ છે. તે ઉત્કૃષ્ટ ઉદીરણા સ્વામિત્વ અને જઘન્ય ઉદીરણા સ્વામિત્વ એમ બે પ્રકારે છે. તેમાં પ્રથમ ઉત્કૃષ્ટ ઉદીરણાના સ્વામિત્વનું પ્રતિપાદન કરે છે– दाणाइअचक्खूणं उक्कोसाइंमि हीणलद्धिस्स । सुहुमस्स चक्खुणो पुण तेइंदिय सव्वपज्जत्ते ॥५८॥ दानाद्यचक्षुषामुत्कृष्टाऽऽदौ हीनलब्धेः । सूक्ष्मस्य चक्षुषः पुनस्त्रीन्द्रियस्य सर्वपर्याप्तस्य ॥५८॥
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy