________________
ઉદીરણાકરણ
૫૩૯
• कक्खडगुरुमिच्छाणं अजहण्णा मिउलहूणणुक्कोसा । चउहा साइयवज्जा वीसाए धुवोदयसुभाणं ॥५६॥ कर्कशगुरुमिथ्यात्वानामजघन्या मृदुलघ्वोरनुत्कृष्टा ।
चतुर्द्धा सादिवर्जा विंशतेधुंवोदयशुभानाम् ॥५६॥ અર્થ-કર્કશ ગુરુ અને મિથ્યાત્વની અજઘન્ય અને મૃદુ, લઘુની અનુત્કૃષ્ટ અનુભાગોદીરણા ચાર પ્રકારે છે. તથા શુભ વીસ ધ્રુવોદયી પ્રકૃતિની અનુત્કૃષ્ટ અનુભાગોદીરણા સાદિ વર્જીને ત્રણ પ્રકારે છે.
ટીકાનુ-કર્કશ, ગુરુ અને મિથ્યાત્વમોહનીયની અજઘન્ય અનુભાગોદીરણા સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–સમ્યક્ત અને સંયમ એક સાથે એક જ સમયે પ્રાપ્ત કરવા ઇચ્છતા કોઈ મિથ્યાદષ્ટિ આત્માને તીવ્ર વિશુદ્ધિને લીધે મિથ્યાત્વમોહનીયની જઘન્ય અનુભાગની ઉદીરણા પ્રવર્તે છે. તે નિયત કાળ પર્યત થતી હોવાથી સાદિ-સાંત છે. તે સિવાયના અન્ય મિથ્યાષ્ટિને તેની અજઘન્ય અનુભાગોદીરણા પ્રવર્તે છે. સમ્યક્તથી પડતા અજઘન્ય અનુભાગની ઉદીરણા પ્રવર્તે માટે સાદિ, તે સ્થાન પ્રાપ્ત નહિ કરનારને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્ય આશ્રયી અધ્રુવ છે.
કર્કશ અને ગુરુસ્પર્શના જઘન્ય અનુભાગની ઉદીરણા કેવલી સમુદ્ધાતથી નિવર્તિતા કેવલી મહારાજને છકે સમયે (જીવ સ્વભાવે) થાય છે. તે સમયમાત્ર થતી હોવાથી સાદિ-સાંત છે. તે સિવાયની અન્ય સઘળી અજઘન્ય છે. તે કેવલી સમુદ્યાતથી નિવતાં સાતમે સમયે થાય માટે સાદિ, તે સ્થાન પ્રાપ્ત નહિ કરનારને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્ય આશ્રયી અધ્રુવ છે. તથા મૂદુ, લઘુ સ્પર્શની અનુત્કૃષ્ટ અનુભાગોદીરણા સાદિ, અનાદિ, ધ્રુવ અને અદ્ભવ એમ ચાર પ્રકારે છે. તે આ રીતે–આ પ્રકૃતિના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા આહારક શરીરસ્થ સંયતને થાય છે. (અંતર્મુહૂર્ત પર્યત જ પ્રવર્તતી હોવાથી) તે સાદિ-સાંત છે તે સિવાય અન્ય સઘળી અનુભાગોદરણા અનુકૂષ્ટ છે. તે આહારક શરીરનો ઉપસંહાર કરતાં પ્રવર્તે માટે સાદિ, તે સ્થાન પ્રાપ્ત નહિ કરનારને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે.
તૈજસ સપ્તક, સ્થિર, શુભ, નિર્માણ, અગુરુલઘુ, શ્વેત, પિત, રક્તવર્ણ, સુરભિગંધ, મધુર, આમ્સ, કષાયરસ, ઉષ્ણ, સ્નિગ્ધ સ્પર્શરૂપ શુભ ધ્રુવોદયી વીસ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ અનુભાગોદીરણા અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે–આ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ રસની ઉદીરણા સયોગી કેવલીને ચરમ સમયે થાય છે, એટલે તે સાદિ-સાંત છે. તે સિવાય અન્ય સઘળી અનુત્કૃષ્ટ છે. તે સર્વદા પ્રવર્તતી હોવાથી અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુવ છે. પ૬
अजहण्णा असुभधुवोदयाण तिविहा भवे तिवीसाए । साईअधुवा सेसा सव्वे अधुवोदयाणं तु ॥५७॥