________________
૪૭૬
પંચસંગ્રહ-૨ ત્યારે તેની ઉપરના આવલિકા પ્રમાણ અતીત્થાપનારૂપ સ્થિતિસ્થાનોને છોડી તેની ઉપરના આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે તેથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપ રૂપ છે.
તે પ્રથમ ઉદ્વર્તન યોગ્ય સ્થિતિસ્થાનના નીચે નીચેનાં સ્થિતિસ્થાનોથી અબાધાસ્થાનની ઉપરના બીજા સ્થિતિસ્થાન સુધીના કોઈપણ સ્થિતિસ્થાનની ઉદ્વર્તન થાય ત્યારે સમયાધિક આવલિકાના અસંખ્યાતમા ભાગથી યાવત્ બે સમય અધિક આવલિકા સહિત અબાધા ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ મધ્યમ નિક્ષેપરૂપ હોય છે.
જ્યારે નવીન બંધાતી લતાના અબાધાસ્થાનથી ઉપરના પ્રથમસ્થિતિસ્થાનના સમાન સ્થાનની ઉદ્વર્તન કરે ત્યારે અબાધાગત સ્થિતિસ્થાનો, ઉદ્વર્યમાન એક સ્થિતિસ્થાન તથા તેની ઉપર અતીત્થાપનારૂપ એક આવલિકાનાં સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરનાં બધાં સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ થાય છે. અને તે વખતે સમયાધિક આવલિકા સહિત અબાધાન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ સ્થિતિઓ ઉત્કૃષ્ટ નિક્ષેપરૂપ હોય છે.
આ હકીકત કંઈક સરળતાથી સમજાય તેથી અસત્કલ્પના દ્વારા બતાવવામાં આવે છે.
આવલિકાના અસંખ્યાતમાં સમયો હોવા છતાં અસત્કલ્પનાએ નવ, દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિબંધને દશ હજાર સમયપ્રમાણ, ઉત્કૃષ્ટ અબાધા એક હજાર વર્ષ પ્રમાણ હોવા છતાં સો સમયપ્રમાણ, જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત પ્રમાણ હોવા છતાં પચીસ સમય પ્રમાણ અને આવલિકાના અસંખ્યાતમા ભાગને અસત્કલ્પનાએ ત્રણ સમય પ્રમાણ સમજવો.
પૂર્વબદ્ધ દશ હજાર સમયપ્રમાણ સાતાવેદનીયની નવ સમય પ્રમાણ બંધાવલિકા પૂર્ણ થાય અને તે વખતે સત્તાગત સ્થિતિ જેટલો જ અર્થાત નવ સમયગૂન દશ હજાર સમય પ્રમાણ સાતાવેદનીયનો નવો બંધ ચાલુ હોય ત્યારે બધ્યમાન લતાની અબાધા સો સમય પ્રમાણ હોય છે અને તેમાં દશથી અઢાર સુધીનાં નવ સ્થિતિસ્થાનો ઉદયાવલિકા રૂપ હોવાથી તે સ્થિતિસ્થાનોમાં ઉદ્ધર્નના થતી જ નથી.
તેની ઉપરના ઓગણીસમા સ્થિતિસ્થાનથી સત્તાણુમાં સ્થિતિસ્થાન સુધીના અબાધાગત સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની ઉદ્વર્તન થાય છે. એટલે તેમાંના કોઈપણ સ્થિતિસ્થાનના અમુક દલિકોને તેની ઉપરના આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરના બધ્યમાન લતાના અબાધા સ્થાનના છેલ્લા સ્થિતિસ્થાન સુધીનાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરે છે. અર્થાત્ ઓગણીસમા સ્થિતિસ્થાનથી સત્તાણુમાં સ્થિતિસ્થાન સુધીનાં દલિકોની ઉદ્ધર્નના થઈ શકે છે.
પૂર્વબદ્ધની અપેક્ષાએ અઠ્ઠાણુથી એકસોનવ સુધીનાં સ્થિતિસ્થાનોની ઉદ્ધર્નના થતી નથી, કારણ કે અઠ્ઠાણુથી એકસો છ સુધીના અસત્કલ્પનાએ આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો અતીત્થાપના રૂપ છે. અને એકસો સાતથી એકસો નવ સુધીનાં ત્રણ સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપના વિષયભૂત છે. વળી ઓગણીસથી એકસોનવ સુધીના કોઈપણ સ્થિતિસ્થાનમાં રહેલ દલિકો તેની ઉપરના એકસો દશથી દશ હજારમાં સ્થિતિસ્થાન સુધીના કોઈપણ સ્થિતિસ્થાનમાં