________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૦૩
પરમાણુઓને અન્ય કર્મના પરમાણુ રૂપે બનાવવા તેને પ્રદેશસંક્રમ કહેવાય છે. અને તે પ્રદેશસંક્રમમાં અન્ય સંક્રમો પણ આવી જાય છે, માટે પ્રકૃત્યાદિ ચાર પ્રકારનો સંક્રમ કહેવો નિરર્થક છે.
ઉત્તર–પ્રકૃતિબંધ વગેરે ચાર પ્રકારનો બંધ. ઉદય અને સંક્રમ એ ચારેય જુદા જુદા નહીં પરંતુ એક જ સાથે થાય છે. માત્ર શબ્દો એક સાથે બોલાતા નથી પરંતુ ક્રર્મપૂર્વક બોલાય છે. તેથી બંધ, ઉદય તેમજ સંક્રમ વગેરેમાં પ્રકૃતિ-સ્થિતિ વગેરે એક-એકનું ક્રમપૂર્વક વર્ણન કરાય છે. તેથી જ્યારે સાતા વેદનીયના કર્મ પરમાણુઓ અસાતા વેદનીયરૂપે પરિણમી અસાતા રૂપે બને છે ત્યારે તે પ્રદેશસંક્રમ કહેવાય છે. અને જ્યારે સાતાના પરમાણુઓ અસાતા રૂપે પરિણમે છે ત્યારે તે પરમાણુઓમાં પહેલાં જેટલી સુખ આપવાની શક્તિરૂપ પાવર હતો, તે હવે દુઃખ આપવાની શક્તિરૂપે પરિણમે છે તેને અનુભાગ સંક્રમ કહેવાય છે. અને પહેલાં જે પરમાણુઓ અમુક નિયત ટાઇમ સુધી સુખ આપવાની યોગ્યતારૂપે રહેવાના હતા તેના બદલે હવે તેટલા જ ટાઇમ સુધી દુઃખ આપવાની યોગ્યતારૂપે રહેનારા થયા તે સ્થિતિસંક્રમ અને પહેલાં જે પરમાણુઓમાં સુખ આપવાનો સ્વભાવ હતો તે બદલાઈને હવે દુઃખ આપવાનો સ્વભાવ થયો, તે પ્રકૃતિસંક્રમ કહેવાય છે. માટે ઉપરના કોઈ દોષો આવતા નથી.
પ્રશ્ન-ત્તમારા કહેવા પ્રમાણે કદાચ પ્રકૃતિ અને અનુભાગ સંક્રમ થાય પરંતુ સ્થિતિરૂપ કાળ અમૂર્ત છે, તો અમૂર્ત પદાર્થનો અન્યમાંથી અન્યમાં સંક્રમ કેમ થાય?
- ઉત્તર–અમે પહેલાં જ કહ્યું છે કે કર્મ પરમાણુઓમાંથી કાળને બહાર કાઢી અન્ય કર્મ પરમાણુઓમાં સ્થાપન કરવો એને સ્થિતિસંક્રમ કહ્યો નથી. પરંતુ જે કર્મ પરમાણુઓ જેટલા ટાઇમ સુધી જે રૂપે ફળ આપવાના હતા તે પરમાણુઓ તેટલા ટાઇમ સુધી અન્યમાં સંક્રમ્યા બાદ એ રૂપે ફળ આપે છે તેને સ્થિતિસંક્રમ કહ્યો છે માટે કોઈ દોષ નથી. અથવા તો જેમ કાળરૂપ છ ઋતુઓ અમૂર્ત હોવા છતાં દેવાદિકના પ્રયોગથી એક-બીજામાં સંક્રમી અન્ય ઋતુઓનું કાર્ય અન્ય ઋતુઓમાં થાય છે, તેમજ તીર્થંકર પરમાત્મા વગેરેના પુન્યથી જેમ છે એ ઋતુઓ સમકાળે ફળે છે, તેમ કાળ અમૂર્ત હોવા છતાં જીવના વીર્ય વિશેષથી સાતા વેદનીયના પરમાણુઓમાંથી તે કાળને દૂર કરી અસાતા વેદનીયરૂપે ફળ આપે તેવા નવા કાળનું આગમન કરે તેમ કહેવું તે પણ યોગ્ય જ છે.
હવે સ્થિતિસંક્રમનો અવસર છે અને તેના ભેદ, વિશેષ લક્ષણ, ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણ, અને તેના સ્વામી, જઘન્ય સ્થિતિ સંક્રમ પ્રમાણ, અને તેના સ્વામી તેમજ સાદ્યાદિ પ્રરૂપણા. આ સાત અનુયોગ દ્વાર છે.
(૧) ભેદ–પ્રકૃતિસંક્રમમાં અન્ય પ્રકૃતિ નયનરૂપ એક જ પ્રકારનો સંક્રમ બતાવેલો હોવાથી મૂળ આઠકર્મનો અને ચાર આયુષ્યનો પરસ્પર સંક્રમ થતો નથી અર્થાતુ એઓના સંક્રમનો નિષેધ કર્યો છે. પરંતુ અહીં મૂળકર્મો અને આયુષ્યમાં પણ અપવર્તન અને ઉદ્વર્તનારૂપ સ્થિતિસંક્રમ થાય છે. માટે મૂળ પ્રકૃતિઓનો અને ઉત્તર પ્રવૃતિઓનો એમ સ્થિતિસંક્રમ બે પ્રકારે ' કહી પુનઃ મૂળ કર્મોનો સ્થિતિસંક્રમ જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારે અને ઉત્તર પ્રવૃતિઓનો