________________
સંક્રમણકરણ
૩૬૩
અહીં ચાર પલ્યોપમ અધિક એકસો પંચાશી સાગરોપમ કઈ રીતે થાય ? એ પ્રશ્ન ઉત્તરમાં કહે છે–પિતકમશ કોઈ આત્મા નરકાયું બાંધી છઠ્ઠી નારકીમાં બાવીસ સાગરોપમને આઉખે નારકી થાય, ત્યાં ભવનિમિત્તે ઉપરોક્ત પ્રકૃતિઓ બાંધતો નથી. ત્યાં અંતર્મુહૂર્ત શેષ આયુ રહે ત્યારે સમ્યક્ત પ્રાપ્ત કરે, અને સમ્યક્તથી પડ્યા સિવાય નારકીમાંથી નીકળી મનુષ્ય થાય. મનુષ્યપણામાં પણ સમ્યક્તથી પડ્યા સિવાય સમ્યક્ત સાથે દેશવિરતિનું પાલન કરીને ચાર પલ્યોપમના આયુવાળા સૌધર્મ દેવલોકે દેવ થાય. અહીં પણ સમ્યક્તથી શ્રુત ન થાય, પરંતુ તેટલો કાળ સમ્યક્તનું પાલન કરી સમ્યક્ત સાથે જ દેવભવમાંથી અવી મનુષ્ય થાય. તે મનુષ્યભવમાં સુંદર રીતે ચારિત્રનું પાલન કરી એકત્રીસ સાગરોપમને આઉખે રૈવેયક દેવમાં ઉત્પન્ન થાય. એટલો કાળ ગુણનિમિત્તે ઉપરોક્ત પ્રકૃતિઓ બાંધે નહિ. રૈવેયકમાં ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્ત પછી સમ્યક્તથી પડી મિથ્યાત્વે જાય. અહીં મિથ્યાત્વી છતાં પણ ભવનિમિત્તે ઉપરોક્ત પ્રકૃતિઓ બાંધશે નહિ. અંતર્મુહૂર્ત આયુ બાકી રહે ત્યારે ફરી સમ્યક્ત પ્રાપ્ત કરે. ત્યારબાદ પૂર્વની ગાથામાં કહેલ રીતિએ બે છાસઠ સાગરોપમ પર્યત સમ્યક્તનું પાલન કરી એ સમ્યક્ત કાળનું છેલ્લું અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે કર્મોને સત્તામાંથી નિર્મૂળ કરવાનો પ્રયત્ન કરે. આ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરનાર આત્માને ચાર પલ્યોપમ અધિક એકસો પંચાશી સાગરોપમ સુધી ઉપરોક્ત નવ પ્રકૃતિઓના બંધનો અભાવ પ્રાપ્ત થાય છે. ૧૧૬
दुसराइतिण्णि णीयऽसुभखगइसंघयणसंठियपुमाणं । सम्माजोग्गाणं सोलसण्हं सरिसं थिवेएणं ॥११७॥
दुःस्वरादित्रिकनीचैर्गोत्राशुभखगतिसंहननसंस्थाननपुंसकवेदानाम् । सम्यक्त्वायोग्यानां षोडशानां सदृशं स्त्रीवेदेन ॥११७॥
અર્થ-દુઃસ્વરત્રિક, નીચ ગોત્ર, અશુભખગતિ, અશુભસંઘયણ પંચક, અશુભ સંસ્થાનપંચક, અને નપુંસકવેદ એ સમ્યક્તીઓને બંધને અયોગ્ય સોળ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ સ્ત્રીવેદ સમાન જાણવો.
ટીકાનુ–દુઃસ્વર, દુર્ભગ અને અનાદેય રૂ૫ દુર્ભગત્રિક, નીચ ગોત્ર, અશુભ વિહાયોગતિ, પહેલાને છોડી શેષ અશુભ પાંચ સંઘયણ, પહેલાને છોડી અશુભ પાંચ સંસ્થાન, અને નપુંસકવેદ, એમ સમ્યગ્દષ્ટિ આત્માઓને બંધને અયોગ્ય સોળ કર્મપ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ સ્ત્રીવેદની સમાન જાણવો. સ્ત્રીવેદના જઘન્ય પ્રદેશસંક્રમનો જે સ્વામી કહ્યો છે તે ઉપરોક્ત પ્રકૃતિઓનો પણ જાણવો. પ્રદેશસંક્રમસ્વામી પહેલાં ત્રણ પલ્યોપમના આયુવાળા યુગલિક મનુષ્યમાં ઉત્પન્ન થયેલો અને ત્યાં અંતર્મુહૂર્ત આયુ શેષ રહે ત્યારે સમ્યક્ત પ્રાપ્ત કરનાર કહેવો, શેષ વિધિ સ્ત્રીવેદમાં કહી છે તે પ્રમાણે જ કહેવી.