SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ પંચસંગ્રહ-૨ પશમ સમ્યક્તનું પાલન કરી તે સમ્યક્તના કાળનું અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે શીઘ ખપાવવા પ્રયત્નશીલ થાય. ક્ષપક શ્રેણિ પર આરૂઢ થયેલ આત્માને યથાપ્રવૃત્તકરણ-અપ્રમત્ત ગુણસ્થાનકના ચરમ સમયે જઘન્ય પ્રદેશ સંક્રમ થાય છે. અપૂર્વકરણથી ગુણસંક્રમ પ્રવર્તે છે, માટે ત્યાં જઘન્ય પ્રદેશ સંક્રમ ન થાય. આ રીતે સંસારચક્રમાં રખડતા ચાર પલ્યોપમ અધિક એકસો ત્રેસઠ સાગરોપમ પર્યત ગુણ કે ભવ પ્રત્યયે તિર્યદ્ઘિક અને ઉદ્યોતનામકર્મ બાંધતો નથી, અને સંક્રમ પ્રદેશોદયાદિ વડે ઓછા કરે છે એટલે તેનો ક્ષપક શ્રેણિ પર આરૂઢ થતા અપ્રમત્તના અંત સમયે જઘન્ય પ્રદેશ સંક્રમ ઘટી શકે છે. શ્રેણિ પર આરૂઢ થતા જે ત્રણ કરણ કરે છે તેમાંનું યથાપ્રવૃત્તકરણ તે અપ્રમત્ત ગુણસ્થાનક છે. ૧૧૫. इगिविगलायवथावरचउक्कमबंधिऊण पणसीयं । अयरसयं छट्ठीए बावीसयरं जहा पुव्वं ॥११६॥ एकविकलेन्द्रियातपस्थावरचतुष्कमबद्ध्वा पञ्चाशीतं । अतरशतं षष्ठ्यां द्वाविंशतिमतराणि यथा पूर्वं ॥११६॥ અર્થ–એકસો પંચાશી સાગરોપમ પર્યત બાંધ્યા વિના ખપાવતાં યથાપ્રવૃત્તકરણના અંતે એકેન્દ્રિય, વિકસેન્દ્રિય જાતિ, આતપ, અને સ્થાવર ચતુષ્કનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. તેમાં એકસો ત્રેસઠ સાગરોપમનો અબંધકાળ જેમ પૂર્વે કહ્યો તેમ લેવાનો છે. તેમાં છઠ્ઠી નારકના બાવીસ સાગરોપમ વધે છે. ટીકાનુ–એકેન્દ્રિય જાતિ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચતુરિન્દ્રિય જાતિ, આતપર, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અને અપર્યાપ્ત એમ સ્થાવર ચતુષ્ક એ નવ પ્રકૃતિને ચાર પલ્યોપમ અધિક એકસો પંચાશી સાગરોપમ સુધી બાંધ્યા વિના તે સમ્યક્તના કાળના અંતે એટલે કે એકસો બત્રીસ સાગરોપમ પ્રમાણ છેલ્લો સમ્યક્તનો જે કાળ છે તેના ચરમ અંતર્મુહૂર્ત ક્ષપક શ્રેણિ પર આરૂઢ થનાર આત્મા યથાપ્રવૃત્તકરણના અંત સમયે એ નવ પ્રકૃતિનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. આટલા કાળપયત આ નવ પ્રકૃતિને ગુણ કે ભવ નિમિત્તે બાંધતો નથી અને સંક્રમ અને પ્રદેશોદય વડે અલ્પ કરે છે, એટલે સત્તામાં અલ્પ રહે છે. અલ્પ રહેલા તે દલિકને અપ્રમત્ત ગુણસ્થાનકના ચરમ સમયે જે સંક્રમાવે છે તે જઘન્ય પ્રદેશસંક્રમ કહેવાય છે. અપૂર્વકરણથી તો ગુણસંક્રમ પ્રવર્તે છે એટલે જઘન્ય પ્રદેશસંક્રમ ઘટતો નથી, એટલે અપ્રમત્તનો ચરમસમય ગ્રહણ કર્યો છે. ૧. જો કે ઉદ્યોત નામકર્મનો ગુણસંક્રમ થતો નથી કેમ કે અબધ્યમાન અશુભ-પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. પરંતુ જઘન્ય પ્રદેશસંક્રમ તો અપ્રમત્તના અંત સમયે કહ્યો છે. કેમ કે અપૂર્વકરણથી તેનો ઉકલના સંક્રમ પ્રવર્તે છે. ૨. ઉદ્યોત નામકર્મ માટે આ પહેલાંની ગાથામાં જે ટિપ્પણ કર્યું છે તે આતપ નામકર્મ માટે પણ સમજવું. કેમ કે નવમે ગુણઠાણે આતપ નામકર્મ પણ ખપાવે છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy