________________
સંક્રમણકરણ
૩૧૯
બંધાતી અસાતા રૂપે અથવા અસાતાના કર્માણુઓને બંધાતી સાતા રૂપે કરે તે સઘળો પ્રદેશસંક્રમ કહેવાય છે. આ રીતે વિધ્યાતસંક્રમાદિ વડે કર્માણુઓને જે અન્ય પ્રકૃતિ સ્વરૂપે કરે છે તે પ્રદેશસંક્રમ કહેવાય છે એમ કહ્યું. આ પ્રમાણે સંક્રમનું સ્વરૂપ કહ્યું.
એ પાંચ સંક્રમમાંના પહેલા વિધ્યાતસંક્રમનું સ્વરૂપ કહે છે–
जाण न बंधो जायइ आसज्ज गुणं भवं व पगईणं । विज्झाओ ताणंगुलअसंखभागेण अण्णत्थ ॥६९॥ यासां बंधो न जायते आसाद्य गुणं भवं वा प्रकृतीनां ।
विध्यातः तासामंगुलासंख्येयभागेनान्यत्र ॥१९॥
અર્થ—જે કર્મ પ્રકૃતિઓનો ગુણ અથવા ભવને આશ્રયીને બંધ થતો નથી તે કર્મ પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ થાય છે. પ્રથમ સમયે વિધ્યાતસંક્રમ વડે જેટલું દલિક પર પ્રકૃતિમાં સંક્રમાવે છે, તે માને શેષ, દલિકોને પણ સંક્રમાવે તો અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશ પ્રદેશ જેટલા સમયો વડે સંક્રમાવી રહે છે.
ટીકાનુ–સંક્રમનું સામાન્ય સ્વરૂપ તો પૂર્વની ગાથામાં કહ્યું છે. પ્રદેશ સંક્રમ વડે સત્તાગત કર્માણુઓને અન્ય સ્વરૂપે કરવાના હોય છે. કઈ રીતે અન્ય સ્વરૂપે થાય તે આ પાંચ સંક્રમના ભેદનું સ્વરૂપ સમજવાથી સમજાશે.
અહીં પ્રથમ વિધ્યાત સંક્રમનું સ્વરૂપ અને તે કઈ કર્મપ્રકૃતિઓનો થાય તે કહે છેવિધ્યાત=વિશિષ્ટ સમ્યક્તાદિ ગુણ કે દેવાદિ ભવને આશ્રયીને જે કર્મપ્રકૃતિઓનો બંધ શાંત થયેલ–નષ્ટ થયેલ છે–બંધ થતો નથી, તેવી પ્રકૃતિઓનો જે સંક્રમ તે વિધ્યાત સંક્રમ છે. - હવે કઈ પ્રકૃતિનો વિધ્યાતસંક્રમ થાય છે, તે કહેવા માટે ભવ કે ગુણ આશ્રયી કઈ
પ્રકૃતિઓનો બંધ થતો નથી તે કહે છે–મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે સોળ કર્મપ્રકૃતિઓનો બંધવિચ્છેદ • થાય છે, એટલે તે સોળ પ્રકૃતિઓનો સાસ્વાદનાદિ ગુણઠાણામાં ગુણ નિમિત્તે બંધ થતો નથી. એ પ્રમાણે સાસ્વાદને પચીસ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે, તેનો મિશ્રદષ્ટિ આદિ ગુણઠાણાઓમાં બંધ થતો નથી. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે દશનો બંધવિચ્છેદ થાય છે, તેનો દેશવિરતિ આદિમાં બંધ થતો નથી. દેશવિરતિ ગુણઠાણે ચારનો બંધવિચ્છેદ થાય છે, તેનો પ્રમત્તાદિ ગુણઠાણામાં બંધ થતો નથી. પ્રમત્ત ગુણઠાણે છે પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે, તેનો અપ્રમત્તાદિ ગુણઠાણામાં બંધ થતો નથી. જે જે ગુણઠાણાથી બંધ થતો નથી તે તે પ્રકૃતિઓનો ત્યાંથી વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે.
વૈક્રિય સપ્તક, આહારક સપ્તક, દેવદ્રિક, નરકદ્રિક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત અને આતપ એ સત્તાવીસ પ્રકૃતિઓ નારકીઓ અને સનકુમારાદિ દેવો ભવ નિમિત્તે બાંધતા નથી. તિર્યદ્ગિક અને ઉદ્યોત સાથે પૂર્વોક્ત સત્તાવીસ પ્રકૃતિઓ આનતાદિ દેવો બાંધતા નથી. સંઘયણ પક, પ્રથમ સંસ્થાન વર્જીને શેષ સંસ્થાન, નપુંસક વેદ, મનુજદ્ધિક ઔદારિક સપ્તક, તિર્યંચ ગતિમાં એકાત્તે અનુભવવા