________________
૩૧૮
પંચસંગ્રહ-૨
વિચાર કરી જ ગયા છે. તથા શુભ ધ્રુવ ચોવીસ પ્રકૃતિનો જધન્ય અનુભાગ સંક્રમ જેણે ઘણા રસની સત્તાનો નાશ કર્યો છે તેવા સૂક્ષ્મ એકેન્દ્રિયને હોય છે. જ્યાં સુધી તેવા પ્રકારના ઘણા રસની સત્તાનો નાશ ન કર્યો હોય ત્યાં સુધી તેને પણ અજઘન્ય રસસંક્રમ હોય છે. માટે એ બંને સાદિ-સાંત છે. ઉત્કૃષ્ટ આશ્રયી તો અનુત્કૃષ્ટ ઉપર ભંગ કહેવાના અવસરે વિચાર કર્યો છે જ.
શેષ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાને—શુભ પ્રકૃતિઓનો વિશુદ્ધ પરિણામે અને અશુભ પ્રકૃતિઓનો સંક્લેશ પરિણામે થાય છે, શેષ કાલ અનુત્કૃષ્ટ રસબંધ થાય છે, જેમ બંધ થાય છે તેમ સંક્રમ પણ થાય છે માટે તે બંને સાદિ-સાંત છે. તથા જઘન્ય અનુભાગ સંક્રમ જેણે ઘણા રસની સત્તાનો નાશ કર્યો છે તેવા સૂક્ષ્મ એકેન્દ્રિયને હોય છે. જ્યાં સુધી તેવા પ્રકારના ઘણા રસની સત્તાનો નાશ ન થયો હોય ત્યાં સુધી અજઘન્ય રસ સંક્રમ તે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં કે અજઘન્ય રસની સત્તાવાળા અન્ય જીવોમાં પણ હોય છે માટે તે બંને સાદિસાંત છે. આ પ્રમાણે જઘન્યાદિ વિકલ્પો પર સાદિ આદિ ભંગોનો વિચાર કર્યો. આ પ્રમાણે અનુભાગ સંક્રમનું સ્વરૂપ કહ્યું. ૬૭
અનુભાગ સંક્રમ સમાપ્ત
આ રીતે અનુભાગસંક્રમનું સ્વરૂપ કહ્યું. હવે પ્રદેશસંક્રમ કહેવાનો અવસર છે. તેમાં પાંચ અર્થાધિકાર—વિષયો કહેવાના છે, તે આ—ભેદ, લક્ષણ-સ્વરૂપ, સાઘાદિ પ્રરૂપણા, ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમસ્વામી, અને જઘન્ય પ્રદેશ સંક્રમસ્વામી. તેમાંથી પહેલા ભેદ અને લક્ષણને પ્રતિપાદન કરતાં આ ગાથા કહે છે—
વિજ્ઞા-કવ્વનળ-મહાપવત્ત-મુળ-સવ્વસંમેહિ અબૂ ।
जं नेइ अण्णपगइं पएससंकामणं एयं ॥६८॥ विध्यातोद्वलनयथाप्रवृत्तगुणसर्व्वसंक्रमैः अणून् । यन्नयत्यन्यप्रकृतिं प्रदेशसंक्रमणमेतत् ॥६८॥
અર્થ—વિધ્યાત–ઉદ્ગલન-યથાપ્રવૃત્ત-ગુણ અને સર્વસંક્રમ વડે કર્મ ૫૨માણુઓને અન્ય પ્રકૃતિ પ્રત્યે જે લઈ જવા એટલે અન્ય પ્રકૃતિ સ્વરૂપે જે કરવા તે પ્રદેશસંક્રમ કહેવાય છે. ટીકાનુ—વિધ્યાતસંક્રમ, ઉદ્ઘલનાસંક્રમ, યથાપ્રવૃત્તસંક્રમ, ગુણસંક્રમ અને સર્વસંક્રમ એમ પ્રદેશસંક્રમ પાંચ પ્રકારે છે. એ પ્રદેશસંક્રમના ભેદો કહ્યા. એ પાંચ સંક્રમ વડે જેની બંધાવલિકા વીતી ગઈ છે એવા સત્તાગત કર્મ પરમાણુઓને—વર્ગણાઓને પતદ્ગહ પ્રકૃતિમાં નાખીને તે સ્વરૂપે કરવા તે પ્રદેશસંક્રમ કહેવાય છે. આ પંચ સંક્રમ વડે આત્મા અન્ય સ્વરૂપે રહેલ સત્તાગત કર્મ પરમાણુઓને પતગ્રહ પ્રકૃતિ સ્વરૂપે કરે છે. જેમ સાતા વેદનીયના અણુઓને
૧. જો ઉત્કૃષ્ટ રસનો બંધ કે સંક્રમ પહેલા ગુણઠાણે થતો હોય તો અનુત્કૃષ્ટ પર સાદિ-સાંત એ બે ભાંગા ઘટે, ને જઘન્ય પહેલે ગુણઠાણે થતો હોય તો અજધન્ય પર બે ભાંગા ઘટે. કેમ કે વારાફરતી થાય છે. જેના જઘન્ય કે ઉત્કૃષ્ટ બંધ કે સંક્રમ ઉપરના ગુણઠાણે થતા હોય તેના અજઘન્ય અને અનુભૃષ્ટ પર ત્રણ કે ચાર ભાંગા ઘટે. કેમ કે ચડીને પડેલા, નહિ ચડનાર અને હવે પછી ચડનાર જીવો હોય છે.