________________
સંક્રમણકરણ
૩૧૫
અમુક નિયમિત કાળ પર્યંત જ ઉત્કૃષ્ટ રસનો સંક્રમ થતો હોવાથી તે સાદિ-સાંત છે. તે સિવાય અન્ય સઘળો અનુભાગ સંક્રમ અનુત્કૃષ્ટ છે, તે સામાન્યતઃ સર્વ જીવોને અનાદિ કાળથી થાય છે માટે અનાદિ, અભવ્ય આશ્રયી અનંત અને ભવ્ય આશ્રયી સાંત છે.
સઘળા મૂળકર્મમાંના અનુભાગ સંક્રમના વિષયમાં ઉક્ત શેષ વિકલ્પો સાદિ-સાંત ભાંગે છે. તેમાં ચાર ઘાતિકર્મના ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ અને જઘન્ય એ ત્રણ શેષ છે, તેમાં જઘન્ય સાદિસાંત ભાંગે છે, અને તેનો અજધન્ય ભંગ કહેતાં વિચાર કર્યો જ છે. ઉપરોક્ત ચાર ઘાતિકર્મનો મિથ્યાદષ્ટિ જ્યારે ઉત્કૃષ્ટ રસ બાંધે અને તેની બંધાવલિકા ગયા બાદ જ્યાં સુધી સત્તા રહે ત્યાં સુધી સંક્રમાવે, ત્યારબાદ અનુષ્કૃષ્ટ સંક્રમાવે, આ પ્રમાણે મિથ્યાર્દષ્ટિ આત્માને વારાફરતી ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ રસનો સંક્રમ થતો હોવાથી તે બંને સાદિ-સાંત છે. તથા ચાર અઘાતિકર્મના જઘન્ય, અજઘન્ય અને ઉત્કૃષ્ટ એ ત્રણ શેષ છે, તેમાં અનુત્કૃષ્ટ રસ સંક્રમ કહેવાના પ્રસંગે ઉત્કૃષ્ટ રસ સંક્રમનો વિચાર કર્યો છે. જઘન્ય રસ સંક્રમ સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયને થાય છે, અજઘન્ય પણ તેને થાય છે માટે તે બંને સાદિ-સાંત ભાંગે છે. ૬૫
મૂળ કર્મપ્રકૃતિ સંબંધે સાઘાદિ પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિ સંબંધે સાદ્યાદિ પ્રરૂપણા કરવા ઇચ્છતા કહે છે—
अजहणो चउभेओ पढमगसंजलणनोकसायाणं ।
साइयवज्जो सो च्चिय जाणं खवगो खवियमोहा ॥ ६६ ॥
अजघन्यश्चतुर्भेदः प्रथमसंज्वलननोकषायाणाम् ।
सादिवर्जः स एव यासां क्षपकः क्षपितमोहः ॥६६॥
અર્થ—પહેલો કષાય, સંજ્વલન અને નવ નોકષાયનો અજઘન્ય અનુભાગ સંક્રમ ચાર પ્રકારે છે. તથા જે પ્રકૃતિઓનો ક્ષપક—જેણે મોહનો નાશ કર્યો છે એવો—આત્મા છે તે પ્રકૃતિઓનો અજઘન્ય અનુભાગ સંક્રમ, સાદિ વર્જ ત્રણ પ્રકારે છે.
ટીકાનુ—અનન્તાનુબંધિ કષાય, સંજ્વલન કષાય અને નવ નોકષાય એ સત્તર પ્રકૃતિઓનો અજઘન્ય સંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે—અનંતાનુબંધી વિના ઉપરોક્ત તેર પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ સંક્રમ તે તે પ્રકૃતિઓના ક્ષયકાળે તેની જઘન્ય સ્થિતિનો સંક્રમ થાય ત્યારે હોય છે. અને અનંતાનુબંધી
૧. પ્રશ્ન—સંજવલન આદિ પ્રકૃતિઓનો જઘન્ય રસ સંક્રમ તેની જઘન્યસ્થિતિ સંક્રમકાળે કહ્યો, અને અનંતાનુબંધિનો તે કષાય સર્વથા ઉવેલાઈ ગયા બાદ મિથ્યાત્વે આવી ફરી બાંધે, અને તેની બંધાવલિકા ગયા બાદ, બીજી આવલિકાના પ્રથમ સમયે કહ્યો, એમ કેમ ? શા માટે જઘન્ય સ્થિતિસંક્રમકાલે તેનો જધન્યરસ સંક્રમ ન કહ્યો ?
ઉત્તર—અનંતાનુબંધિની જઘન્યસ્થિતિનો સંક્રમ અનંતાનુબંધિની વિસંયોજના કરતાં તેનો ચરમખંડ સર્વથા સંક્રમાવે ત્યારે થાય છે. તે વખતે ચરમખંડમાં કાળભેદે અનેક સમયના બંધાયેલાં દલિકો હોય છે. અનેક સમયના બંધાયેલાં દલિકો હોવાને લીધે તેમાં શુદ્ધ એક જ સમયનાં બંધાયેલાં દલિકોના રસથી વધારે હોય તે સ્વાભાવિક છે. એટલે જ ઉપરના ગુણઠાણે અનંતાનુબંધિનો નાશ કરી પડી પહેલા ગુણઠાણે આવે