________________
સંક્રમણકરણ
૩૧૩
. अनन्तानुबन्धितीर्थोद्वलकानां संभवत आवलिकायाः परतः ।
शेषाणां सूक्ष्मैकेन्द्रियः घातितानुभागकाशः ॥६३॥ અર્થ–જઘન્ય રસબંધના સંભવથી આરંભી આવલિકા બાદ અનન્તાનુબંધી, તીર્થકર અને ઉદ્વલન યોગ્ય પ્રકૃતિઓના જઘન્ય રસને સંક્રમાવે છે. શેષ પ્રકૃતિઓના જઘન્ય રસનો સંક્રમ જેણે સત્તામાંથી ઘણા રસનો નાશ કર્યો છે એવો સૂક્ષ્મ એકેન્દ્રિય કરે છે.
ટીકાનુ–અનંતાનુબંધી, તીર્થંકર નામ, અને ઉદ્વલન યોગ્ય-નરકદ્ધિક મનુજદ્ધિક, દેવદ્રિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, ઉચ્ચ ગોત્રરૂપ-એકવીસ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધના સંભવથી આરંભી બંધાવલિકા ગયા બાદ એટલે કે ઉપરોક્ત પ્રકૃતિઓના જઘન્ય રસ બાંધીને આવલિકા-બંધાવલિકા ગયા બાદ જઘન્ય અનુભાગ સંક્રમાવે છે.
કયો જીવ સંક્રમાવે તે કહે છે–વૈક્રિય સપ્તક, દેવદ્રિક, નરકહિકનો જઘન્ય અનુભાગ અસંજ્ઞી પંચેન્દ્રિય સંક્રમાવે છે, મનુષ્યદ્ધિક અને ઉચ્ચ ગોત્રનો જઘન્યાનુભાગ સૂક્ષ્મનિગોદ, આહારક સપ્તકનો અપ્રમત્ત, તીર્થકર નામકર્મનો અવિરતિ સમ્યગ્દષ્ટિ, અનન્તાનુબંધી કષાયનો પશ્ચાદ્ભૂત સમ્યક્ત-સમ્યક્તથી પડેલો મિથ્યાષ્ટિ જઘન્ય રસ સંક્રમાવે છે. અસંજ્ઞી આદિ તે તે પ્રકૃતિઓનો જઘન્ય રસ બાંધી બંધાવલિકા ગયા બાદ સંક્રમાવી શકે છે. આ છવ્વીસ પ્રકૃતિઓનો જધન્યાનુભાગ સંક્રમ એક સમયે માત્ર હોય છે, ત્યાર બાદ અજઘન્ય સંક્રમ શરૂ થાય છે.
ન ઉક્ત વ્યતિરિક્ત શેષ સત્તાણુ પ્રકૃતિઓનો જેણે સત્તામાંથી ઘણા રસનો નાશ કર્યો છે એવો, અને સૂક્ષ્મ એકેન્દ્રિયને જેટલા રસની સત્તા હોય તેનાથી પણ અલ્પ રસ બાંધતો, તથા તે ભવમાં કે અન્ય કીન્દ્રિયાદિ ભવમાં વર્તતો જ્યાં સુધી અન્ય વધારે અનુભાગ ન બાંધે ત્યાં સુધી જઘન્ય અનુભાગ સંક્રમાવતો સૂક્ષ્મ એકેન્દ્રિય તેઉકાય-વાયુકાયનો આત્મા જઘન્ય અનુભાગ સંક્રમનો સ્વામી છે. અત્યંત અલ્પ રસની સત્તાવાળો અને અત્યંત અલ્પ રસ બાંધતો સૂક્ષ્મ એકેન્દ્રિય તેઉકાય કે વાયુકાય તે જ ભવમાં વર્તતો હોય કે અન્ય બેઈન્દ્રિયાદિના ભવમાં વર્તતો હોય પરંતુ જયાં સુધી અધિક રસ ન બાંધે ત્યાં સુધી જ જઘન્ય રસ સંક્રમાવે છે. ૬૩
આ પ્રમાણે જઘન્યાનુભાગ સંક્રમના સ્વામી કહ્યા. ત્યારબાદ સાદ્યાદિ પ્રરૂપણા કરવી જોઈએ. તે બે પ્રકારે છે : ૧. મૂળ પ્રકૃતિ વિષયક સાદ્યાદિ પ્રરૂપણા. ૨. ઉત્તર પ્રકૃતિ વિષયક સાઘાદિ પ્રરૂપણા. તેમાં પહેલાં મૂળકર્મ વિષયક સાદ્યાદિ પ્રરૂપણા કહે છે–
साइयवज्जो अजहण्णसंकमो पढमदुहयचरिमाणं । मोहस्स चउविगप्पो आउसणुक्कोसओ चउहा ॥६४॥
सादिव|ऽजघन्यसंक्रमः प्रथमद्वितीयचरमाणां ।
मोहस्य चतुर्विकल्प आयुषोऽनुत्कृष्टश्चतुर्धा ॥६४॥ અર્થ–પહેલા, બીજા અને છેલ્લા કર્મનો અજઘન્ય અનુભાગ સંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે છે, મોહનો ચાર પ્રકારે છે. અને આયુનો અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ ચાર પ્રકારે છે.
ટીકાનુ–જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણ કર્મનો અજઘન્ય અનુભાગ પંચ૦૨-૪૦