________________
૨૮૮
પંચસંગ્રહ-૨
तीर्थकराहारकयोः संक्रमणे बन्धसतोरपि ।
अन्तः कोटाकोटी तथापि ताः संक्रमोत्कृष्टाः ॥३८॥ અર્થ–જો કે તીર્થંકરનામ અને આહારક સપ્તકમાં જ્યારે સંક્રમ થાય ત્યારે બંધ અને સત્તામાં પણ અંતકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ જ હોય છે. તોપણ તેઓ સંક્રમોત્કૃષ્ટ છે.
ટીકાનું–જો કે તીર્થકર નામકર્મ અને આહારક સપ્તકમાં જ્યારે અન્ય પ્રકૃતિઓની સ્થિતિનો સંક્રમ થાય ત્યારે સઘળી પ્રકૃતિઓનો સ્થિતિબંધ અને સત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જ હોય છે, તેથી સંક્રમ પણ અંત:કોડાકોડીથી અધિક સ્થિતિનો થતો નથી, તોપણ તે પ્રકૃતિઓ સંક્રમોત્કૃષ્ટ છે, બંધોત્કૃષ્ટ નથી એમ સમજવું. અંત:કોડાકોડીથી વધારે બંધ અને વધારે સત્તા નહિ હોવાનું કારણ તીર્થંકરનામ અને આહારક સપ્તકના બંધક અનુક્રમે સમ્યગ્દષ્ટિ આદિ આત્માઓ અને સંયતો છે. તેઓને કોઈ પણ કર્મપ્રકૃતિનો અંતઃકોડાકોડીથી વધારે સ્થિતિબંધ થતો નથી તેમજ કોઈ પણ પ્રકૃતિની અંતઃકોડાકોડીથી વધારે સત્તા હોતી નથી.
પહેલે ગુણઠાણેથી ચતુર્થ આદિ ગુણસ્થાનકમાં આત્મા જાય ત્યારે અપૂર્વ શુદ્ધિના યોંગે સ્થિતિ ઓછી કરીને જ જાય છે. કદાચ ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા લઈ ચોથે ગુણસ્થાનકે જાય પરંતુ તે ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા અંતર્મુહૂર્તથી વધારે રહેતી નથી, વિશુદ્ધિના બળથી અંતર્મુહૂર્તમાં જ અંતઃકોડાકોડી સ્થિતિ કરી નાખે છે. બંધ તો અંતઃકોડાકોડી જ હોય છે.
કદાચ અહીં એમ શંકા થાય કે તે ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તામાં જ્યારે હોય ત્યારે તે સ્થિતિનો સંક્રમ થવાથી મનુષ્યદ્રિકાદિની જેમ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કેમ ન થાય? તેના ઉત્તરમાં સમજવું કે તે વખતે તીર્થંકરનામ અને આહારકદ્વિકનો બંધ જ થતો નથી. જ્યારે તેઓનો બંધ થાય છે ત્યારે કોઈપણ કર્મપ્રકૃતિઓની અંતઃકોડાકોડીથી વધારે સત્તા હોતી નથી એટલે યશકીર્તિ આદિની સ્થિતિનો જ્યારે તેમાં સંક્રમ થાય ત્યારે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિનો જ સંક્રમ થાય એટલે તીર્થંકરનામ અને આહારકદ્ધિકની સત્તા અંતઃકોડાકોડીથી વધારે હોય જ નહિ.
માત્ર બંધસ્થિતિથી સત્તાગત સ્થિતિ સંખ્યાતગુણી હોવાથી બંધથી સંખ્યાતગુણી સ્થિતિનો સંક્રમ થાય છે, એટલે તીર્થકર નામકર્મ અને આહારકદ્વિકના બંધથી તેની સત્તાગ સ્થિતિ સંખ્યાતગુણી હોય છે. કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં કહ્યું છે કે, બંધસ્થિતિથી સત્તાગત સ્થિતિ સંખ્યાતગુણી હોય છે. સામાન્યતઃ સમ્યગ્દષ્ટિ આદિ આત્માઓને દરેક પ્રકૃતિના બંધથી તેની સત્તાગત સ્થિતિ સંખ્યાતગુણી હોય છે. તીર્થકરનામ અને આહારકદ્વિકના બંધકાળે તેમાં સંક્રમનારી સ્વ-જાતીય પ્રકૃતિની ઉત્કૃષ્ટ, જેટલી સ્થિતિની સત્તા હોય તે યથાયોગ્યપણે સંક્રમી શકે છે માટે સંક્રમોત્કૃષ્ટ કહી છે. ૩૮ ઉપર કહેલ અર્થનો જ વિચાર કરે છે–
एवइय संतया जं सम्मट्ठिीण सव्वकम्मेसु । आऊणि बंधउक्कोसगाणि जं णण्णसंकमणं ॥३९॥ एतावती सत्ता यत्सम्यग्दृष्टीनां सर्वकर्मसु ।
आयूंषि बन्धोत्कृष्टानि यत् नान्यसंक्रमणम् ॥३९॥ અર્થકારણ કે સમ્યગ્દષ્ટિ આત્માઓને સઘળા કર્મની એટલી જ સત્તા હોય છે. ચારે