SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-૨ તે આ પ્રમાણે—ઉપરોક્ત ધ્રુવબંધિ પ્રકૃતિઓનો પોતપોતાનો જ્યારે બંધવિચ્છેદ થાય ત્યારે તેઓ પતદ્નહપણે રહેતી નથી. એટલે કે તેની અંદર અન્ય કોઈ પણ પ્રકૃતિઓનું દલિક સંક્રમતું નથી. ફરી જ્યારે તે તે પ્રકૃતિઓના પોતપોતાના બંધહેતુઓ મળવાથી બંધનો આરંભ થાય ત્યારે તે પ્રકૃતિઓ પતદ્રુહ રૂપે થાય છે. આ પ્રમાણે પતદ્ગહરૂપે નષ્ટ થયા પછી ફરી પતદ્ગહ રૂપે થાય છે માટે સાદિ, તે ઉપરોક્ત પ્રકૃતિઓનું બંધવિચ્છેદ સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓનું પતદ્નહપણું અનાદિ, અભવ્યને બંધવિચ્છેદ થવાનો જ નહિ હોવાથી અનન્ત, અને ભવ્ય ઉપરના ગુણસ્થાનકે જઈ તે તે પ્રકૃતિઓનો બંધવિચ્છેદ ક૨શે એટલે પતદ્નહપણાનો પણ નાશ થશે, માટે સાંત. ૨૩૨ મિથ્યાત્વમોહનીય અને અવબંધિ પ્રકૃતિઓની પતદ્મહતા સાદિ-સાંત છે. તે આ પ્રમાણે—મિથ્યાત્વમોહનીય ધ્રુવબંધી છે છતાં પણ જે જીવને સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયની સત્તા હોય તે જ એ બે પ્રકૃતિના દલિકને મિથ્યાત્વમોહનીયમાં સંક્રમાવે છે. બીજો કોઈ સંક્રમાવતો નથી. સમ્યક્ત્વ, મિશ્રમોહનીયની સત્તા સર્વદા હોતી નથી, માટે મિથ્યાત્વમોહની પતદ્ગહતાસાદિ, સાંત છે. અવબંધી શેષ છ્યાસી પ્રકૃતિઓ અવબંધિ હોવાથી જ તેઓની પતદ્મહતા સાદિ-સાંત સમજવી. ચાર આયુષ્યનો પરસ્પર સંક્રમ થતો નહિ હોવાથી તેના પર કોઈ પણ ભાંગાનો વિચાર કર્યો નથી. આ પ્રમાણે એક એક પ્રકૃતિના સંક્રમ અને પતદ્મહત્વ આશ્રયી સાઘાદિ ભંગની પ્રરૂપણા કરી. ૧૦. હવે પ્રકૃતિસ્થાનમાં સાદ્યાદિ ભંગની પ્રરૂપણા કરવા ઇચ્છતા પહેલાં સંક્રમ અને પતગ્રહના વિષયમાં તેઓના સ્થાનની સંખ્યાની પ્રરૂપણા કરવા માટે આ ગાથા કહે છે— संतद्वाणसमाई संकमठाणाई दोण्णि बीयस्स । बंधसमा पडिग्गहगा अट्ठहिया दोवि सोहस्स ॥ ११ ॥ 本 सत्तास्थानसमानि संक्रमस्थानानि द्वे द्वितीयस्स । बन्धस्थानसमाः पतद्ग्रहकाः अष्टाभ्यधिके द्वे अपि मोहस्य ॥११॥ અર્થ—સત્તાસ્થાનોની સમાન દરેક કર્મનાં સંક્રમસ્થાનકો છે. માત્ર બીજા દર્શનાવરણીય કર્મના બે છે. બંધસ્થાનકોની સમાન પતદ્મહસ્થાનકો છે. પરંતુ મોહનીયકર્મમાં બંધસ્થાનકો અને સત્તાસ્થાનકોથી આઠ આઠ અધિક પતગ્રહસ્થાનકો અને સંક્રમસ્થાનકો છે. ટીકાનુ—સત્તાસ્થાનકોની સમાન સંક્રમસ્થાનકો હોય છે. એટલે કે જે કર્મનાં જેટલાં સત્તાસ્થાનકો હોય છે તે કર્મનાં તેટલાં સંક્રમસ્થાનકો પણ હોય છે. માત્ર બીજા દર્શનાવરણીય કર્મમાં નવ અને છની સત્તારૂપ બે જ સંક્રમસ્થાનકો છે, પરંતુ સત્તાસ્થાનકની જેમ ત્રીજું ચાર પ્રકૃતિની સત્તારૂપ સંક્રમસ્થાનક નથી. કારણ કે ચારની સત્તા બારમા ગુણસ્થાનકના ચરમસમયે હોય છે. ત્યાં કોઈ પતદ્ગહ નહિ હોવાથી તે સંક્રમસ્થાનક નથી. બંધસ્થાનકોની સમાન પતઙ્ગહસ્થાનકો હોય છે. એટલે કે જે કર્મનાં જેટલાં બંધસ્થાનકો
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy