________________
બંધનકરણ પ્રશ્નોત્તરી
૨૦૯ તથા યોગ વડે ગ્રહણ કરાતા કાશ્મણ વર્ગણાનાં પુગલોનો આત્મપ્રદેશો સાથે દૂધ અને પાણીની જેમ સંબંધ થવામાં કારણભૂત સ્નેહનો વિચાર પ્રયોગપ્રત્યય સ્પર્ધ્વકમાં કરેલ હોવાથી ત્રણેયમાં પરસ્પર વિશેષતા છે.
પ્રશ્ન–૧૩. શરીરસ્થાન એટલે શું?
ઉત્તર–એક જીવે વિવક્ષિત કોઈપણ એક સમયે પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતાં ઔદારિકાદિ પુદ્ગલોમાં રહેલ સમગ્ર સ્નેહ રૂદ્ધકોના સમૂહને એક શરીરસ્થાન કહેવાય છે.
પ્રશ્ન–૧૪. મોહનીય કર્મને પ્રાપ્ત થયેલ કુલ દલિકનો સર્વઘાતી રસવાળો જે અનંતમો ભાગ છે તેનો અર્ધો ભાગ મિથ્યાત્વને અને અર્ધો ભાગ પહેલા બાર કષાયને મળે છે એમ બતાવેલ છે, અને પ્રથમના બાર કષાયને મળેલા દલિકના બાર ભાગ પડે છે તેથી અનંતાનુબંધી લોભ કરતાં મિથ્યાત્વને મળતું દલિક સંખ્યાતગુણ આવે, પરંતુ જઘન્ય તથા ઉત્કૃષ્ટ પદના અલ્પબહુત્વમાં સંખ્યાતગુણ ન બતાવતાં અનંતાનુબંધી લોભ કરતાં મિથ્યાત્વને મળતું દલિક વિશેષાધિક છે એ કેમ કહ્યું છે ?
ઉત્તર–મોહનીય કર્મને પ્રાપ્ત થયેલ દલિકમાંથી સર્વઘાતી રસવાળો જે અનંતમો ભાગ છે તેમાંથી અમુક ભાગનાં દલિકો સર્વઘાતી પ્રકૃતિઓને મળે છે અને તેના દર્શન મોહનીય રૂપ મિથ્યાત્વ મોહનીય અને કષાય મોહનીય એમ બે ભાગ પડે છે એમ સામાન્યથી બતાવેલ છે, પણ તે બે ભાગ બરાબર અર્ધા અર્ધા છે એમ સમજવાનું નથી, પરંતુ સર્વઘાતી રસવાળા અનંતમા ભાગ પ્રમાણ દલિકનો કંઈક અધિક તેરમો ભાગ મિથ્યાત્વ મોહનીયને મળે છે એમ સમજવાનું છે. તેથી અનંતાનુબંધિ લોભ કરતાં મિથ્યાત્વ મોહનીયને વિશેષાધિક દલિક પ્રાપ્ત થાય છે તેમાં કોઈ વિરોધ નથી.
પ્રશ્ન–૧૫. જઘન્યપદે અલ્પ-બહુત્વમાં ત્રણે વેદને મળતું દલિક પરસ્પર તુલ્ય બતાવેલ છે જ્યારે ઉત્કૃષ્ટ પદે સ્ત્રી તથા નપુંસકવેદને પ્રાપ્ત થતું દલિક સમાન બતાવી તેનાથી સંજવલન ક્રોધ તથા માનનું અનુક્રમે વિશેષાધિક બતાવી તેથી પુરુષવેદનું વિશેષાધિક કેમ બતાવે છે ?
ઉત્તર–જાન્યપદે સૂક્ષ્મ લબ્ધિ અપર્યાપ્તને ઉત્પત્તિના પ્રથમ ક્ષણે ગૃહીત દલિકમાંથી મોહનીયને પ્રાપ્ત થયેલ દેશઘાતિ દલિકનો કંઈક ન્યૂન અર્ધ ભાગ નોકષાય મોહનીયને મળે છે. અને તે વખતે પાંચેય નોકષાયો બંધાતા હોવાથી નોકષાયને પ્રાપ્ત થયેલ દલિકનો લગભગ પાંચમો ભાગ એક નોકષાયને મળે છે, ત્યારે ઉત્કૃષ્ટપદે નવમાં ગુણસ્થાનકના પ્રથમ ભાગે પાંચ નોકષાયમાંથી માત્ર એક પુરુષવેદ જ બંધાતો હોવાથી નોકષાયને પ્રાપ્ત થયેલ સમગ્ર દલિક તેને જ મળે છે અને તે દલિક સમગ્ર મોહનીયને મળેલ દલિકની અપેક્ષાએ કંઈક ન્યૂન અધ ભાગ પ્રમાણ છે. વળી પુરુષવેદનો બંધવિચ્છેદ થયા બાદ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે સંજવલન ક્રોધને સમગ્ર મોહનીયને મળેલ દલિકનો કંઈક ન્યૂન ચોથો ભાગ મળે છે અને સંજવલન ક્રોધનો બંધવિચ્છેદ થયા બાદ સંજવલન માનને સમગ્ર મોહનીયને મળેલ દલિકનો કંઈક ન્યૂન ત્રીજો ભાગ મળે છે. આવી રીતે પુરુષવેદને સમગ્ર મોહનીયનો કંઈક ન્યૂન અર્ધ ભાગ અને સંજવલન પંચર-૨૭