________________
૧૮૦
પંચસંગ્રહ-૨
એમ દરેક સ્થિતિબંધ સ્થાનમાં અધ્યવસાયોમાંના શરૂઆતના એક એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો છોડી શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા વધારે નવા નવા અધ્યવસાયો નીચે નીચેના સ્થિતિબંધ સ્થાનમાં જતા હોવાથી સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના અધ્યવસાયો પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાન સુધી જાય છે. એ જ પ્રમાણે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનના રસબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ કંડકના નીચેના પ્રથમ સ્થિતિબંધ સ્થાનમાં, બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનના અધ્યવસાયોની કંડકની નીચેના બીજા સ્થિતિબંધ સ્થાનમાં, ત્રણ સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનના અધ્યવસાયોની કંડકની નીચેના ત્રીજા સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. યાવત્ સર્વથી નીચેના કંડકના પહેલા સ્થિતિસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તે જ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂપ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે.
સાતવેદનીય વગેરે સોળ પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ અને અસતાવેદનીય વગેરે અઠ્ઠાવીસ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓની અનુકૃષ્ટિ વિચારતાં પહેલાં નીચેની બાબતો ખ્યાલમાં લેવી જરૂરી છે.
શુભ અને અશુભ પ્રતિપક્ષ પ્રકૃતિઓના જેટલાં સ્થિતિસ્થાનો પ્રત્યેક અંતર્મુહૂર્તે પરાવર્તનપણે અર્થાત્ વારાફરતી બંધાય છે તેટલાં સ્થિતિસ્થાનોને આક્રાંત સ્થિતિસ્થાનો કહેવામાં આવે છે.
જેમ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પ્રતિપક્ષ બન્ને પ્રકૃતિઓમાંથી જે પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઓછો હોય ત્યાં સુધીનાં બધાં સ્થિતિસ્થાનો આક્રાંત કહેવાય છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય સાતા-અસતાવેદનીયના જઘન્ય સ્થિતિબંધથી સાતાના પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીનાં બધાં સ્થિતિસ્થાનો અને પ્રકૃતિના આક્રાંત કહેવાય અને તેમાંની જે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અધિક હોય તે સ્થિતિસ્થાનો શુદ્ધ કહેવાય છે. અર્થાત બન્ને પ્રકૃતિઓ બંધાય તેવા મધ્યમ પરિણામ ન હોય પણ વધારે ખરાબ પરિણામ હોય ત્યારે જ જે સ્થિતિ બંધાય છે, જેમાં પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થકી અધિક સ્થિતિબંધ યોગ્ય સંક્લિષ્ટ પરિણામ હોય ત્યારે સમયાધિક પંદર કોડાકોડી સાગરોપમથી ત્રીસ કોડાકોડી સાગરોપમ સુધીની અસાતાની સ્થિતિ બંધાય છે, તેથી તે સર્વે સ્થિતિસ્થાનો શુદ્ધ કહેવાય છે.
એ જ પ્રમાણે પ્રતિપક્ષ બે પ્રકૃતિઓમાંથી જે પ્રકૃતિનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પણ વધારે ઓછો જઘન્ય સ્થિતિબંધ હોય છે તે પ્રકૃતિઓના તેની પ્રતિપક્ષ પ્રકૃતિના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પોતાના જઘન્ય સ્થિતિબંધ સુધીનાં નીચેનાં સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે અને તેથી જ અસાતવેદનીયના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી નીચે સાતાવેદનીયના જઘન્ય સ્થિતિબંધ સુધીના સતાવેદનીયનાં શુદ્ધ સ્થિતિસ્થાનો હોય છે. અર્થાત વધારે વિશુદ્ધિવાળાં પરિણામો હોય ત્યારે અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પણ ઓછો સાતાવેદનીયનો જઘન્ય સ્થિતિબંધ થાય છે માટે સાતાવેદનીયનાં તે સ્થિતિસ્થાનો શુદ્ધ કહેવાય છે.
અમુક અપવાદ વિના શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વધારે હોય છે. માટે શુભ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી અશુભ પ્રકૃતિઓનો જેટલો