SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૦૫ સ્થાનમાં અનુસરે–જાય છે અને બીજા નવા પણ હોય છે એમ ત્યાં સુધી કહેવું યાવતુ ઘણાં સેંકડો સાગરોપમપ્રમાણ સ્થિતિસ્થાનકો જાય. એટલે કે તે અને અન્ય એ ક્રમ છઠ્ઠા ગુણઠાણે બંધાતી જઘન્યસ્થિતિથી આરંભી પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ પર્વત કહેવો, કારણ કે તેટલી સ્થિતિઓ આક્રાંત છે, સાતા સાથે પરાવર્તમાન પરિણામે બંધાય છે. સમયાધિક પંદર કોડાકોડીથી આરંભી એકલી જ અસાતા બંધાય છે. તેથી તેનો ક્રમ ઉપઘાતાદિ માટે કહ્યો તે છે. અંતઃકોડાકોડીથી આરંભી પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાનકો સર્વ જઘન્ય રસબંધને પણ યોગ્ય છે. કારણ કે સાતાની સાથે પરાવર્તન પામી પામીને બંધાય છે. પરાવર્તમાન પરિણામી આત્મા મંદ પરિણામી હોય છે તેથી ઉપરોક્ત સ્થિતિઓમાં વર્તમાન આત્મા મંદરસ બાંધી શકે છે. જઘન્યરસબંધને યોગ્ય સ્થિતિઓના ચરમસ્થિતિબંધે એટલે કે પંદરમી કોડાકોડીના ચરમ સમયે રસબંધના હેતુભૂત જે અધ્યવસાયો હોય તેઓનો અસંખ્યાતમો ભાગ મૂકીને શેષ સઘળા ઉપરના સમયાધિક પંદર કોડાકોડી પ્રમાણ સ્થિતિસ્થાન બાંધતા હોય છે અને અન્ય નવા પણ હોય છે. સમયાધિક પંદર કોડાકોડી બાંધતા જે રસબંધાધ્યવસાયો છે તેઓનો અસંખ્યાતમો ભાગ મૂકી શેષ સઘળા બે સમયાધિક પંદર કોડાકોડી પ્રમાણ સ્થિતિસ્થાનક બાંધતા હોય છે અને બીજા નવા પણ હોય છે. એ પ્રમાણે પૂર્વ પૂર્વ સ્થિતિસ્થાન સંબંધી રસબંધાવ્યવસાયોનો અસંખ્યાતમોઅસંખ્યાતમો ભાગ છોડતા છોડતા ત્યાં સુધી જવું કે કંડક–પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ સ્થિતિસ્થાનો જાય. અહીં જઘન્ય રસબંધયોગ્ય ચરમસ્થિતિ–પંદરમી કોડાકોડીના ચરમસમયના રસબંધાધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થઈ. તે ઉપરના સ્થિતિસ્થાનકમાં સમયાધિક પંદર કોડાકોડી પ્રમાણ સ્થિતિસ્થાનકના રસબંધાધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થઈ. આ પ્રમાણે અનુકૃષ્ટિ અને સમાપ્તિ અસાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ પર્વત કહેવી. સ્થાવરદશક, નરકદ્ધિક વગેરે બધી મળીને પરાવર્તમાન સત્તાવીસ અશુભ પ્રકૃતિઓની અનુકૃષ્ટિ આ જ રીતે કહેવી. ૮૮ • ૧. ક્યાંથી ક્યાં સુધીમાં સ્થિતિસ્થાનકો પરાવર્તમાન-વારાફરતી બંધાય છે તે અહીં કહ્યું નથી પરંતુ પંચમ કર્મગ્રંથ ગાથા ૭૨ની ટીકામાં સ્પષ્ટ રીતે કહ્યું છે. તેનો પાઠ આ–તથા સાતીય શિરનામ ગુમનામ यश:कीर्तिनामेत्येताश्चतस्रः प्रकृती: सेतराः सप्रतिपक्षा असातवेदनीयास्थिराशुभायश:कीर्तिनामसहिताः सर्वा अष्टौ प्रकृती: 'संमो व'त्ति-सम्यग्दृष्टिः वाशब्दान्मिथ्यादृष्टिा, सामान्योक्तावपि परावर्त्तमानमध्यमपरिणामो जघन्यानुभागाः करोति । कथम् ? इति चेद्, उच्यते-इह पूर्वं सातस्य पञ्चदशसागरोपमकोटीकोट्य उत्कृष्टा स्थितिरभिहिता, असातस्य तु त्रिंशत्सागरोपमकोटीकोट्यः तत्र प्रमत्तसंयतस्तत्प्रायोग्यविशुद्धो असातस्य सम्यग्दृष्टियोग्यस्थितिषु सर्वजघन्यामन्तःसागरोपमकोटीकोटीप्रमाणां स्थिति बध्नाति, ततोऽन्तर्मुहूर्तात् पारवृत्य सातं बध्नाति, पुनरप्यसातमित्येवं देशविरताविरतसम्यग्दृष्टिसम्यग्मिथ्यादृष्टिसास्वादनमिथ्यादृष्टयोऽपि परावृत्य सातासाते बध्नन्ति । तत्र च मिथ्यादृष्टिः सातासाते परावृत्य तावद् बध्नाति यावत् सातस्य पञ्चदशसागरोपमकोटीकोटीलक्षणा ज्येष्ठा स्थितिः, ततः परतोऽपि संक्लिष्टः संक्लिष्टतरः संक्लिष्टतमोऽसातमेव केवलं तावद् बध्नाति यावत् त्रिंशत्सागरोपमकोटीकोट्यः । प्रमत्तादपि परतोऽप्रमत्तादयो विशुद्धा विशुद्धतराः सातमेव केवलं बध्नन्ति यावत् सूक्ष्मसंपराये द्वादश मुहूर्ताः । तदेवं व्यवस्थिते सातस्य समयोनपञ्चदशसागरोपमकोटीकोटीलक्षणायाः स्थितेरारभ्यासातेन सह परावृत्य बनतो जघन्यानुभागबन्धोचितः । परावर्त्तमानमध्यमपरिणामस्तावल्लभ्यते यावत्प्रमत्तगुणस्थानके अन्तःसागरोपमकोटीकोटीलक्षणा सर्वजघन्या असातस्थितिः । एतेषु हि सम्यग्दृष्टिमिथ्यादृष्टियोग्येषु स्थितिस्थानेषु प्रकृतेः प्रकृत्यन्तरसंक्रमे मन्दः परिणामो जघन्यानुપંચ૦૨-૧૪
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy