________________
૯૨
પંચસંગ્રહ-૨
દ્વિગુણવૃદ્ધિસ્થાનો અલ્પ છે, તે કરતાં દ્વિગુણવૃદ્ધિના એક આંતરમાં કષાયોદયસ્થાનો અસંખ્યાતગુણા છે. આ પ્રમાણે સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયોમાં રસબંધના હેતુભૂત અધ્યવસાયોનો વિચાર કર્યો. ૭૪. હવે સ્થિતિબંધ સ્થાનોમાં અનુભાગબંધાધ્યવસાયસ્થાનોનો વિચાર કરે છે–
थोवाणुभागठाणा जहन्नठिइबंध असुभपगईणं । समयवुड्डीए किंचाहियाई सुहियाण विवरीयं ॥५॥ स्तोकान्यनुभागस्थानानि जघन्यस्थितिबन्धेऽशुभप्रकृतीनाम् ।
समयवृद्धौ किञ्चिदधिकानि शुभानां विपरीतम् ॥७५॥ અર્થ-અશુભ પ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધમાં થોડા અનુભાગબંધાવ્યવસાયો છે, પછી જેમ જેમ સમય વધે તેમ તેમ થોડા-થોડા વધતા જાય છે. પુન્યપ્રકૃતિઓના સંબંધમાં વિપરીત છે.
ટીકાનુ–પૂર્વની ગાથામાં કહેલ આયુવર્જિત પાપપ્રકૃતિઓનો જઘન્યસ્થિતિબંધ કરતાંબાંધતાં રસબંધના હેતુભૂત અધ્યવસાયો અલ્પ છે, અને તે પણ અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ હોય છે. સમયાધિક જઘન્યસ્થિતિબંધ કરતાં થોડા વધારે રસબંધ્યાવસાયો હોય છે, બે સમયાધિક જઘન્યસ્થિતિબંધ કરતાં પૂર્વનાથી થોડા વધારે રસબંધાધ્યવસાયો હોય છે, એ પ્રમાણે જેમ જેમ સમય-સમય સ્થિતિબંધ વધતો જાય તેમ તેમ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન પર્યંત રસબંધના હેતુભૂત અધ્યવસાયો વધતા જાય છે. ઉત્કૃષ્ટસ્થિતિસ્થાનમાં વધારેમાં વધારે રસબંધાવ્યવસાયો હોય છે.
પૂર્વની ગાથામાં કહેલ આયુવર્જિત પુન્ય પ્રવૃતિઓ માટે વિપરીત જાણવું. તે આ પ્રમાણે–પુન્ય પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતાં રસબંધના હેતુભૂત અધ્યવસાયો થોડા છે, તે પણ અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ તો છે જ. સમયજૂન ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતાં થોડા વધારે હોય છે, બે સમયગૂન બાંધતાં તેથી પણ વધારે હોય છે. આ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ સર્વ જઘન્યસ્થિતિ આવે. જઘન્યસ્થિતિ બાંધતાં વધારેમાં વધારે રસબંધના હેતુભૂત અધ્યવસાયો હોય છે. આ પ્રમાણે અનંતરોપનિયા વડે વિચાર કર્યો. હવે પરંપરોપનિધા વડે વિચાર કરે છે–
पलियासंखियमेत्ता ठिइठाणा गंतु गंतु दुगुणाई । आवलिअसंखमेत्ता गुणा गुणंतरमसंखगुणं ॥६॥ पल्यासंख्येयमात्राणि स्थितिस्थानानि गत्वा गत्वा द्विगुणानि ।
आवल्यसंख्यमात्राणि गुणानि गुणान्तरसंख्यगुणम् ॥७६॥ અર્થ–પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાત્ર સ્થિતિસ્થાનો ઓળંગી ઓળંગીને બમણા થાય છે. દ્વિગુણવૃદ્ધસ્થાનો આવલિકાનો અસંખ્યાતમો ભાગમાત્ર થાય છે. ગુણાન્તર અસંખ્યાત ગુણ છે.
ટીકાનુ–પૂર્વની ગાથામાં કહેલ આયુવર્જિત પાપપ્રકૃતિઓની જઘન્યસ્થિતિ બાંધતાં