________________
પંચસંગ્રહ-૧
૬૮
છે, તેમ વિભંગજ્ઞાનનો ઉપયોગ મૂકતા વિભંગજ્ઞાનીને પણ પ્રથમ અવધિદર્શન થાય છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે. પરંતુ ગમે તે કોઈ અભિપ્રાયથી અહીં અવધિદર્શન માન્યું નથી. કેમ કે પહેલા બે ગુણઠાણે માત્ર બે જ દર્શન કહ્યાં છે, અવધિદર્શન કહ્યું નથી. ટીકાકાર મહા૨ાજ કહે છે કે તેનો યથાર્થ અભિપ્રાય અમે સમજી શકતા નથી. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, ‘હે પ્રભો ! અવધિદર્શની અનાકાર ઉપયોગી જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? આ પ્રમાણે ગૌતમ મહારાજના પ્રશ્નના ઉત્તરમાં પરમાત્મા મહાવીર કહે છે કે, જ્ઞાની પણ હોય છે, અજ્ઞાની પણ હોય છે. જો જ્ઞાની હોય તો કેટલાક ત્રણ જ્ઞાની, અને કેટલાક ચાર જ્ઞાની હોય છે. જે ત્રણ જ્ઞાની હોય છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવિધજ્ઞાની હોય છે. જે ચાર જ્ઞાની હોય છે, તે મતિ, શ્રુત, અવધિ, અને મનઃપર્યવજ્ઞાની હોય છે. જે અજ્ઞાની હોય છે, તે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, અને વિભંગજ્ઞાની હોય છે.' આ સૂત્રમાં મિથ્યાર્દષ્ટિ વિભંગજ્ઞાનીઓને પણ અવધિદર્શન સ્પષ્ટપણે જણાવ્યું છે, કારણ અજ્ઞાની હોય છે, તે મિથ્યાર્દષ્ટિ જ હોય છે. જ્યારે અવધિજ્ઞાની સાસ્વાદનભાવને કે મિશ્રભાવને પ્રાપ્ત કરે, ત્યારે ત્યાં પણ અવધિદર્શન હોય છે. આ રીતે પહેલા ત્રણ ગુણઠાણે અવધિદર્શન પણ હોય છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે. તથા અવિરતિસમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનકે મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન ચક્ષુ, અચક્ષુ, અને અવિધ એ ત્રણ દર્શન એમ છ ઉપયોગો હોય છે. ૧૯.
मिस्संमि वामिस्सं मणनाणजुयं पमत्तपुव्वाणं । केवलियनाणदंसण उवओग अजोगिजोगीसु ॥ २० ॥
मिश्रे व्यामिश्रं मनः पर्यवज्ञानयुक्तं प्रमत्तपूर्व्वाणम् । कैवलिकज्ञानदर्शनोपयोगावयोगियोगिनोः ॥२०॥
અર્થ—પૂર્વોક્ત ત્રણ ઉપયોગ મિત્રે મિશ્ર હોય છે. પ્રમત્તાદિને મનઃપર્યવજ્ઞાન યુક્ત સાત ઉપયોગ હોય છે. અયોગી તથા સયોગી ગુણઠાણે કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે.
ટીકાનુ—સયમિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે પૂર્વે કહેલા ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન અજ્ઞાન વડે મિશ્ર હોય છે. મતિજ્ઞાન મતિઅજ્ઞાન વડે, શ્રુતજ્ઞાન શ્રુતઅજ્ઞાન વડે, અને અવિધજ્ઞાન વિભંગજ્ઞાન વડે મિશ્ર હોય છે. આ ગુણસ્થાનકે સમ્યક્ત્વ અને મિથ્યાત્વ બંનેનો અંશ હોય છે. તેમાં કોઈ વખત સમ્યક્ત્વાંશનું બાહુલ્ય હોય છે, તો કોઈ વખત મિથ્યાત્વાંશનું બાહુલ્ય હોય છે. કોઈ વખત બંને સમાન હોય છે. જ્યારે સમ્યક્ત્વાંશનું બાહુલ્ય હોય ત્યારે જ્ઞાનનો અંશ વધારે, અજ્ઞાનનો અંશ ઓછો હોય છે. જ્યારે મિથ્યાત્વાંશનું બાહુલ્ય હોય ત્યારે અજ્ઞાનનો અંશ વધારે, જ્ઞાનનો અંશ અલ્પ હોય છે. બંને અંશો સરખા હોય ત્યારે જ્ઞાન અને અજ્ઞાન બંને સમપ્રમાણમાં હોય છે. તથા પ્રમત્ત ગુણસ્થાનકથી આરંભી બારમા ક્ષીણમોહ ગુણસ્થાનક પર્યંત પૂર્વોક્ત ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન એ છ ઉપયોગ સાથે મન:પર્યવજ્ઞાન જોડતાં સાત ઉપયોગો હોય છે. તથા સયોગી કેવળી અને અયોગી કેવળી એમ બે ગુણસ્થાનકે કેવળજ્ઞાન અને કેવળદર્શન એમ બે ઉપયોગો હોય છે. અન્ય કોઈ ઉપયોગો હોતા નથી. ૨૦.
આ પ્રમાણે ગુણસ્થાનકોમાં ઉપયોગો કહીને, હવે માર્ગણાસ્થાનોમાં જીવસ્થાનાદિને કહેવા