________________
પ્રસંગે પ્રસંગે અનેક પ્રકારની કિંમતી સલાહ આપનાર પંડિત ભગવાનદાસભાઈનો પણ આભાર માનું છું. આચાર્ય મહારાજ શ્રીમાનું વિજયનીતિસૂરિજી મહારાજનો આ સ્થળે ફરી આભાર માનું છું કે જેમની પ્રેરણા અને પ્રોત્સાહન સિવાય આ ગ્રંથ તૈયાર કરી શક્યો ન હોત. આ વિષય ઘણો ગહન હોઈ ભૂલો થવાનો સંભવ છે. વિદ્વાન પુરુષો મારા પર કૃપા કરી સઘળી ભૂલો સુધારશે અને મને જણાવી અનુગૃહીત કરશે. છેવટે મારાથી પરમાત્મા મહાવીરના સિદ્ધાંત વિરુદ્ધ જે કંઈ લખાયું હોય તે માટે મિથ્યાદુકૃત દઈ વિરમું છું.
લિ. નમ્ર સેવક, હીરાલાલ દેવચંદ