________________
૮૧૨
પંચસંગ્રહ-૧ , પુરુષવેદની પ્રથમ સ્થિતિનો વિચ્છેદ થયા બાદ તેની દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકનાં બે સમયગૂન બે આવલિકા પ્રમાણ સ્પર્ધકો આ પ્રમાણે થાય છે.
પુરુષવેદના બંધવિચ્છેદ સમયે ત~ાયોગ્ય જઘન્ય યોગસ્થાન વડે જે દલિક બંધાય છે તે દલિક બંધાવલિકા વ્યતીત થયા બાદ સંક્રમે છે અને તેને સંક્રમાવલિકા કહેવાય છે. તે સંક્રમાવલિકાના ચરમસમયે તે બંધવિચ્છેદસમયે બંધાયેલ દલિકનો સત્તામાંથી સંપૂર્ણ ક્ષય થઈ જાય છે, તેના ઉપાજ્યસમયે જે પ્રદેશસત્તા છે તે એક સમયની સ્થિતિરૂપ સર્વ જઘન્ય પ્રથમપ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. અને બંધ-વિચ્છેદસમયે જ તેનાથી ચડિયાતા બીજા નંબરના યોગસ્થાન વડે બંધાયેલા દલિકના અન્તિમ સંક્રમ વખતે બીજું. ત્રીજા નંબરના યોગસ્થાન વડે બંધાયેલ દલિકના ચરમસંક્રમ વખતે ત્રીજું–એ પ્રમાણે બંધ-વિચ્છેદસમયે જ ઉત્તરોત્તર યોગસ્થાનની વૃદ્ધિવાળા ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી બંધાયેલ દલિકના ચરમસંક્રમ વખતે અસંખ્ય પ્રદેશસત્કર્મસ્થાનો થાય. તે સઘળાં પ્રદેશસત્કર્મસ્થાનોનો સમૂહ તે એક સમયની સ્થિતિવાળું એક સ્પદ્ધક કહેવાય છે.
એ જ પ્રમાણે બંધવિચ્છેદના પૂર્વના પ્રથમ સમયે જઘન્ય યોગસ્થાનથી ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધી વર્તનારા ભિન્ન-ભિન્ન જીવો વડે બંધાયેલ કર્મદલિકના ચરમસંક્રમ વખતે અસંખ્ય પ્રદેશસત્કર્મસ્થાનોનું બીજું સ્પદ્ધક થાય છે. માત્ર આ પદ્ધક વખતે બંધના ચરમસમયે બંધાયેલ દલિક પણ સત્તામાં વિદ્યમાન હોવાથી બે સમયની સ્થિતિવાળું કહેવાય છે. એ પ્રમાણે બંધ-વિચ્છેદથી પૂર્વના બીજા, ત્રીજા, ચોથા યાવતુ બે સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિકના પોતપોતાના ચરમસંક્રમ વખતે અનુક્રમે પછી-પછીના સમયે બંધાયેલ દલિકની પણ વિદ્યમાનતા હોવાથી અનુક્રમે ત્રીજું પદ્ધક ત્રણ સમયની સ્થિતિરૂપ, ચોથું સ્પર્ધ્વક ચાર સમયની સ્થિતિરૂપ, પાંચમું રૂદ્ધક પાંચ સમયની સ્થિતિરૂપ, એમ બંધ-વિચ્છેદથી બે સમયનૂન બે આવલિકાના પ્રથમસમયે બંધાયેલ કર્મદલિકનું બંધ-વિચ્છેદ પછીના પ્રથમ સમયે બે સમયનૂન બે આવલિકાની સ્થિતિ પ્રમાણ છેલ્લું ઉત્કૃષ્ટ સ્પર્ધક થાય છે.
સંજ્વલન ક્રોધાદિ ત્રણનાં સ્પર્ધકો પુરુષવેદની જેમ સામાન્યથી બીજી સ્થિતિમાં બે સમયગૂન બે આવલિકાના સમય પ્રમાણ થાય છે. પરંતુ ક્રોધાદિ ત્રણના સ્થિતિઘાત, રસઘાત, બંધ, ઉદય અને ઉદીરણા અટક્યા પછીના પ્રથમ સમયે ક્રોધાદિ ત્રણની પ્રથમ સ્થિતિ પણ સમયગૂન આવલિકા પ્રમાણ હોય છે. તેથી તે પ્રથમ સ્થિતિમાં સમયગૂન આવલિકાના સમયપ્રમાણ રૂદ્ધકો પ્રથમ બતાવેલ થીણદ્વિત્રિક આદિની જેમ થાય છે. પરંતુ તે વખતે બીજી સ્થિતિની પણ વિદ્યમાનતા હોવાથી તે જુદાં ગણવામાં આવ્યાં નથી. ટીકામાં આટલી જ હકીકત મળે છે. પણ જેમ થીણદ્વિત્રિક આદિ પ્રવૃતિઓમાં ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પોતપોતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સુધીનું એક સ્પર્ધ્વક વધારે ગણી કુલ આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો કહ્યાં છે તેમ અહીં પણ એક સ્પર્ધ્વક વધારે ગણી આવલિકાનો સમય પ્રમાણ સ્પર્ધકો કહેવાં જોઈએ છતાં અહીં કેમ કહેલ નથી તે બહુશ્રુતો જાણે.
ઇતિ પંચસંગ્રહ-પંચમદ્વાર-સારસંગ્રહ સમાપ્ત.