________________
૮૧૦
પંચસંગ્રહ-૧
પ્રદેશસત્તા છે તે પહેલું પ્રદેશસત્કર્મસ્થાન, અને ત્યારબાદ એક-એક પરમાણુની વૃદ્ધિએ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માશ જીવ સુધીના ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી અનન્ત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. તેઓનો સમુદાય તે એક સ્પદ્ધક. એ જ પ્રમાણે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ બે સમયની સ્થિતિ શેષ રહે ત્યારે બીજું. ત્રણ સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ત્રીજું—એમ અનુદયાવલિકામાં ચરમસમયરૂપ એક સમય ન્યૂન આવલિકાના સમય પ્રમાણ અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી આરંભી પોતપોતાની ઉત્કૃષ્ટસ્થિતિસત્તા સુધીનું યથાસંભવ. એક–એમ કુલ આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધકો થાય છે.
થીણદ્વિત્રિક વગેરે બાવીસ અને નરકદ્ધિક એમ ચોવીસ પ્રકૃતિઓના નવમા ગુણસ્થાને પોતપોતાના ક્ષય વખતે વૈક્રિયસપ્તકની જેમ આવલિકાના સમય પ્રમાણ અને નરકદ્વિકના પ્રથમગુણસ્થાને ઉદ્દલના અવસરે પણ આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધકો થાય છે..
' અનંતાનુબંધિચતુષ્ક તથા મિથ્યાત્વ એ પાંચના ચોથાથી સાતમા ગુણસ્થાને અને સમ્યક્ત મોહનીય તથા મિશ્રમોહનીયના પહેલા ગુણસ્થાને વૈક્રિયસપ્તકની જેમ આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધકો થાય છે.
મનુષ્ય વિના શેષ ત્રણ આયુષ્યના પોતપોતાના ભવના અંતે સમયાધિક આવલિકાના સમયપ્રમાણ પદ્ધકો થાય છે.
સંજવલન લોભનું પણ અપ્રમત્ત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અંતે એક સ્પદ્ધક યશ-કીર્તિની જેમ થાય છે. તેમજ સમયાધિક સૂક્ષ્મસંપાયના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્પદ્ધકો આ રીતે થાય છે–ક્ષપિતકર્માશ જીવને ક્ષપકશ્રેણિમાં સૂક્ષ્મ સંપરાયના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પહેલું પ્રદેશસત્કર્મ સ્થાન, ત્યારબાદ એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માશ જીવ સુધીના ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી તે જ ચરમસમયે અનંત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. તેનો સમૂહ તે પહેલું સ્પદ્ધક. એ જ પ્રમાણે સૂક્ષ્મ સંપરાયના હિંચરમસમયે ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અનંત પ્રદેશસત્કર્મના સ્થાનરૂપ બે સમયની સ્થિતિનું બીજું, ત્રણ સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ત્રીજું, ચાર સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ચોથું –એમ ક્ષપકશ્રેણીમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગી ગયા પછી એક સંખ્યાતમો ભાગ શેષ રહે અને સંજવલન લોભના સ્થિતિઘાતાદિ અટકી જાય તે સમયથી આ ગુણસ્થાનકના ચરમસમય સુધીના સંખ્યાતમા ભાગના કાળના જેટલા સમયો છે તેટલા સમયપ્રમાણ સ્પર્ખકો થાય છે. અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પશ્ચાનુપૂર્વીએ પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સુધીનું એક સ્પર્ધ્વક અધિક થાય છે.
પાંચ જ્ઞાનાવરણ, છ દર્શનાવરણ અને પાંચ અંતરાય એ સોળ પ્રકૃતિઓનાં પણ જે પ્રમાણે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને સંજ્વલન લોભના પદ્ધકો થાય છે, તે જ પ્રમાણે ક્ષણમોહ ગુણસ્થાનકના સંખ્યાતા ભાગો ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે આ સોળ પ્રકૃતિઓના સ્થિતિઘાતાદિ અટકી ગયા બાદ ક્ષીણમોહના શેષ રહેલ સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પશ્ચાનુપૂર્વીએ સંપૂર્ણસત્તા સુધીનું એક એમ