________________
૮૦૮
પંચસંગ્રહ-૧
સમયાધિક આવલિકાના સમય પ્રમાણ અને કેટલીક પ્રકૃતિઓનાં તેથી વધારે તેમજ કેટલીક પ્રકૃતિઓનાં તેથી પણ ઓછાં સ્પર્ધકો હોય છે.
ત્યાં ઔદારિકસપ્તક, તૈજસ-કાશ્મણ સપ્તક, સંઘયણષક, સંસ્થાનષટફ, વર્ણ-ચતુષ્કની વીસ, બે વિહાયોગતિ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, અપર્યાપ્ત, અસ્થિરષર્ક, પ્રત્યેક, સુસ્વર, અન્યતર વેદનીય અને નીચગોત્ર–આ છાસઠ પ્રકૃતિઓનાં અયોગી-ગુણસ્થાનકના સમયોની સંખ્યા પ્રમાણ, ત્રાસત્રિક, સૌભાગ્ય, આદેય, પંચેન્દ્રિય જાતિ, જિનનામ અને અન્યતર વેદનીય આ આઠ પ્રકૃતિઓનાં સમયાધિક અયોગી ગુણસ્થાનકના સમય પ્રમાણ; મનુષ્યગતિ, યશકીર્તિ, મનુષ્યા, અને ઉચ્ચગોત્રના સમયાધિક અયોગી-ગુણસ્થાનકના સમય પ્રમાણ અથવા મનુષ્યાયુના મિશ્ર વિના ૧થી ૧૧ ગુણસ્થાને સમયાધિક આવલિકાના સમય પ્રમાણ અને મનુષ્યગતિ તથા ઉચ્ચગોત્રના પ્રથમ ગુણસ્થાને આવલિકાના સમય પ્રમાણ તેમજ યશકીર્તિનું અપ્રમત્ત ગુણસ્થાનકના અંતે એક સ્પર્ધ્વક થાય છે.
વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, દેવદ્રિક અને મનુષ્યાનુપૂર્વી આ સત્તરનાં અયોગી ગુણસ્થાનકના સમય પ્રમાણ અથવા પ્રથમ ગુણસ્થાને આવલિકાના સમય પ્રમાણ સ્પષ્ડકો થાય છે. થીણદ્વિત્રિક, મધ્યમ આઠ કષાય, તિર્યંચદ્ધિક, પ્રથમની ચાર જાતિ, આતપ, ઉદ્યોત, સાધારણ અને સ્થાવરદ્ધિક–આ બાવીસ પ્રકૃતિઓના નવમાં ગુણસ્થાને આવલિકાના સમય પ્રમાણ અને નરકદ્વિકના નવમા તથા પહેલા ગુણસ્થાને પણ આવલિકાના સમય પ્રમાણ સ્પર્ખકો થાય છે.
ચોથાથી સાતમા ગુણસ્થાને ચાર અનંતાનુબંધિ અને મિથ્યાત્વ એ પાંચનાં અને પહેલા ગુણસ્થાને સમ્યક્ત તથા મિશ્ર મોહનીયનાં આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધકો થાય છે.
મનુષ્ય વિના શેષ ત્રણ આયુષ્યનાં ત્રીજા વિના યથાસંભવ એકથી પાંચ ગુણસ્થાને સમયાધિક આવલિકાના સમય પ્રમાણ, સંજવલન લોભનાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાને તે ગુણસ્થાનકના સમયાધિક સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અથવા અપ્રમત્ત ગુણસ્થાનકના અંતે એક સ્પર્ધ્વક થાય છે.
નિદ્રાદ્ધિકના ક્ષીણમોહ ગુણસ્થાનકે પોતાના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અને પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ તેમજ પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓનાં સમયાધિક સંખ્યામા ભાગના સમય પ્રમાણ રૂદ્ધકો થાય છે.
નવમા ગુણસ્થાને હાસ્યષકનું એક અને ત્રણ વેદના બે સ્પર્ખકો તેમજ બીજી રીતે પણ આ જ ગુણસ્થાને પુરુષવેદનાં તેમજ સંજ્વલન ક્રોધાદિ ત્રણનાં બે સમય ન્યૂન બે આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધકો થાય છે.
ત્યાં અયોગી ગુણસ્થાને જેઓનો ઉદય નથી પરંતુ સત્તા છે તેમાંની ઔદારિક સપ્તક વગેરે અનુદયવતી છાસઠ પ્રકૃતિઓનું દલિક અયોગીના ચરમ સમયે ઉદયવતી પ્રકૃતિઓના ચરમસમયમાં સંક્રમી જતું હોવાથી ચરમસમયે અનુદયવતી પ્રકૃતિઓની સ્વરૂપે સત્તા હોતી નથી. વળી અહીં તથા અન્યત્ર સર્વસ્થલે ચરમસમયે અનુદયવતી પ્રકૃતિઓની સ્વરૂપ સત્તા ન હોવાથી તે પ્રકૃતિઓનું દલિક સ્વસ્વરૂપે હોતું નથી. તેથી ચરમસમયરૂપ એક સ્થિતિનું સ્પદ્ધક થતું નથી.