________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૮૦૫
અને આદેય–આ બાર પ્રકૃતિઓની, વળી એવો જ પરંતુ ચાર વાર મોહનીયનો ઉપશમ કર્યા પછી અતિશીઘ ક્ષપકશ્રેણિનો આરંભ કરનાર મનુષ્ય સ્વ-સ્વ બંધના અન્ય સમયે તૈજસ-કાર્પણ સપ્તક, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, શુભ તથા શુભવર્ણ એકાદશ–આ બાવીસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
અહીં અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી જ ગુણસંક્રમ દ્વારા સ્વજાતીય અબધ્યમાન અશુભ પ્રવૃતિઓનાં ઘણાં દલિકો આ પ્રવૃતિઓમાં પ્રાપ્ત થતાં હોવાથી અને સંસારચક્રમાં ચારથી વધુ વાર મોહનીયનો ઉપશમ ન થતો હોવાથી ચાર વાર મોહનીયનો ઉપશમ કરવાનું કહેલ છે.
પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો જે ગુણિતકર્માશ આત્મા અતિશીધ્ર જિનનામનો નિકાચિત બંધ શરૂ કરે અને આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય, ત્યાંથી કાળ કરી ચોરાસી લાખ વર્ષના આયુષ્યવાળા તીર્થંકરપણે ઉત્પન્ન થાય તે આત્મા સ્વબંધવિચ્છેદ સમયે તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો ગુણિતકર્માશ મનુષ્ય આઠ વર્ષની વયે જ સંયમનો સ્વીકાર કરી આઠ વર્ષ ન્યૂન પૂર્વકોટિ વર્ષ પર્યન્ત વારંવાર બંધ તથા સંક્રમ દ્વારા અત્યંત પુષ્ટ કરી સ્વબંધના અન્ય સમયે આહારકસપ્તકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. ન પૂર્વકોડવર્ષના આયુષ્યવાળા મનુષ્ય કે તિર્યંચના નિરંતર સાત ભવ કરે અને તેમાં સંક્લિષ્ટ પરિણામે વારંવાર બંધથી પુષ્ટ કરી છે તે સ્થાને ઉત્પન્ન થનાર મનુષ્ય કે તિર્યંચ સ્વભવના અન્ય સમયે સૂક્ષ્મત્રિક તથા વિકલત્રિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી સામાન્યથી પોતપોતાની સત્તાના ક્ષયના ચરમસમયે પિતકર્માશ આત્મા સઘળી - પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પરંતુ ઓગણત્રીસ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામીમાં આ પ્રમાણે વિશેષતા છે.
પિતકર્મીશ સમ્યગ્દષ્ટિ પ્રથમ અનંતાનુબંધિની વિસંયોજના કરે, ત્યારબાદ મિથ્યાત્વે જઈ સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગ વડે અંતર્મુહૂર્વકાળ પ્રમાણ અનંતાનુબંધિનો બંધ કરી પુનઃ સમ્યક્ત પ્રાપ્ત કરે અને સાધિક એકસો બત્રીસ સાગરોપમ પ્રમાણ સમ્યક્તનો કાળ પૂર્ણ કરી અંતે ચોથાથી સાતમા ગુણસ્થાને રહેલ, ક્ષય કરનાર આત્મા સ્તિબુક સંક્રમ દ્વારા ઉદયાવલિકાનો ક્ષય કરતાં જ્યારે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્ય કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે અનંતાનુબંધિની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
દીર્ઘકાળ સુધી બંધાયેલ ઘણાં દલિકો સત્તામાં હોય તો ઉદ્ધલના વખતે જઘન્ય પ્રદેશસત્તા ન થાય માટે સમ્યક્ત પામી અનંતાનુબંધિની વિસંયોજના કરી મિથ્યાત્વ ગુણસ્થાને અંતર્મુહૂર્ત
માત્ર બંધ કરવાનું કહેલ છે. વળી અંતર્મુહૂર્ત માત્ર બંધ કરી સાધિક એકસો બત્રીસ સાગરોપમ * પ્રમાણ સમ્યક્તનો કાળ પૂર્ણ કરતાં સ્તિબુક સંક્રમ તથા અન્ય સંક્રમ દ્વારા સત્તામાંથી ઘણાં દલિકો નાશ થાય માટે ઉપરોક્ત આત્મા જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી કહેલ છે.