________________
૭૮૦
પંચસંગ્રહ-૧ તથા આયુ વિના શેષ છે કર્મનો જઘન્યપ્રદેશોદય હોય છે.
અન્ય જીવોની અપેક્ષાએ એકેન્દ્રિયમાં અને અન્ય એકેન્દ્રિયોની અપેક્ષાએ ઉત્પત્તિના પ્રથમ સમયે એકેન્દ્રિયને યોગ ઘણો અલ્પ હોય છે. તેથી ઉદીરણા દ્વારા પણ ઉપરથી ઘણા અલ્પ પ્રદેશો જ ઉદયમાં આવે.
બંધાવલિકા વ્યતીત થયા પછી ઉદીરણા દ્વારા ઘણાં નવીન બંધાયેલ કર્મદલિકો પણ ઉદયમાં આવે માટે બંધના અંતે કાલ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલાને જ જઘન્ય પ્રદેશોદય હોય એમ કહેલ છે.
વળી તે એક જ સમય હોય છે માટે સાદિ-અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અજઘન્ય છે, તે ઉપર જણાવેલ વિશેષણવાળા એકેન્દ્રિયને ઉત્પત્તિના બીજા સમયથી શરૂ થતો હોવાથી સાદિ, જઘન્ય પ્રદેશોદયના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યો જઘન્ય પ્રદેશોદય કરવાના જ નથી માટે તેઓને ધ્રુવ અને ભવ્યોને પ્રદેશોદયનો વિચ્છેદ થવાનો હોવાથી અછુવ–એમ અજઘન્ય પ્રદેશોદય ચાર પ્રકારે છે.
જેનું સ્વરૂપ આ જ ગ્રંથના સંક્રમણકરણમાં કહેવામાં આવશે તેવા સર્વથી વધારે પ્રદેશકમની સત્તાવાળા ગુણિતકર્મીશ જીવને બારમા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણનો તેમજ ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે નામ, ગોત્ર અને વેદનીય એ ત્રણ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે, તે એક જ સમય હોય છે માટે સાદિ અને અધુવ, તે સિવાયનો સઘળો પ્રદેશોદય અનુત્કૃષ્ટ કહેવાય છે. પરંતુ આ છયે કર્મનો ઉદયવિચ્છેદ થયા પછી ફરીથી ઉદય થતો ન હોવાથી અનુષ્ટ પ્રદેશોદયની સાદિ થતી નથી, જે જીવો આ ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્થાનને પામ્યા જ નથી. તેઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અદ્ભવ એમ અનુત્કૃષ્ટ પ્રદેશોદય ત્રણ પ્રકારે છે.
અંતરકરણની ક્રિયા કર્યા પછી અંતરકરણમાં રહેલ ક્ષપિતકર્માશ આત્માને પડતાં પહેલાં ઘણાં અને પછી-પછીના સમયમાં અનુક્રમે હીન હીન એમ ગોપુચ્છાકારે અંતરકરણની જે ચરમાવલિકામાં દલિટરચના થાય છે તે આવલિકાના ચરમસમયે સર્વથી અલ્પ પ્રદેશોદય હોવાથી એક જ સમય મોહનીયકર્મનો જઘન્યપ્રદેશોદય થાય છે અને તે સાદિ-અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અજઘન્ય છે. ઉપરોક્ત જીવને જઘન્યપ્રદેશોદયના પછીના સમયે તે નવીન થતો હોવાથી અજઘન્ય પ્રદેશોદયની સાદિ, જઘન્ય પ્રદેશોદયને અગર પ્રદેશોદય વિચ્છેદ સ્થાનને નહિ પામેલાને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ તે ચાર પ્રકારે છે.
ગુણિતકર્માશ લપકને સૂક્ષ્મસંઘરાયના ચરમસમયે એક જ સમય ઉત્કૃષ્ટ પ્રદેશોદય થતો હોવાથી તે સાદિ-અધ્રુવ છે. તે સિવાયનો સઘળો પ્રદેશોદય અનુત્કૃષ્ટ છે. ઉપશાન્તમોહ ગુણસ્થાનકથી પડેલાને તે પુનઃ શરૂ થાય છે, માટે સાદિ, સૂક્ષ્મસંપાયના ચરમસમયને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ તે ચાર પ્રકારે છે.
આયુષ્યના જઘન્યાદિ ચારે ઉદયો નિયત કાળ સુધી જ થતા હોવાથી તે સાર્દિ અને અધ્રુવ એમ બે-બે પ્રકારે જ હોય છે.