________________
૭૬૮
પંચસંગ્રહ-૧
કેટલીકને તે બન્ને રીતે ભાગ મળવાથી તે તે પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે.
મતિજ્ઞાનાવરણ આદિ પાંચ જ્ઞાનાવરણ અને દાનાન્તરાય આદિ પાંચ અંતરાય આ બધી પ્રકૃતિઓ હંમેશાં સાથે જ બંધાતી હોવાથી અને વેદનીય તથા ગોત્રની બન્ને પ્રકૃતિઓ એકસાથે બંધાતી ન હોવાથી તેઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મોહનીય અને આયુષ્યરૂપ પરપ્રકૃતિનો ભાગ મળવાથી જ થાય છે.
આયુષ્યકર્મની એકસાથે બે-ત્રણ પ્રકૃતિઓ બંધાતી ન હોવાથી ઉત્કૃષ્ટ યોગે યથાસંભવ બંધાતાં ચારે આયુષ્યનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે.
શેષ ત્રણ કર્મની દરેક પ્રકૃતિઓનો સ્વ અને પર એમ બન્ને પ્રકારના ભાગ મળવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. જેમ દર્શનાવરણીયકર્મમાં નિદ્રાદ્ધિકનો થીણદ્વિત્રિક વિના છ પ્રકૃતિઓ બંધાતી હોય અને આયુષ્ય ન બંધાતું હોય ત્યારે તેને આયુષ્ય અને થીણદ્વિત્રિકનો ભાગ મળવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. એમ સર્વ પ્રકૃતિઓમાં યથાસંભવ વિચારવું. માત્ર મિથ્યાત્વ, નપુંસક, સ્ત્રીવેદ તથા થીણદ્વિત્રિકનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કેવલ આયુષ્યરૂપ પરપ્રકૃતિનાં જ દલિક મળવાથી થાય છે.
(૨) સાદ્યાદિ પ્રરૂપણા મૂળપ્રકૃતિ સંબંધી અને ઉત્તરપ્રકૃતિ સંબંધી—એમ સાઘાદિ પ્રરૂપણા બે પ્રકારે છે.
ત્યાં મોહનીય અને આયુષ્ય એ બે કર્મના ચારે બંધ સાદિ-અદ્ભવ એમ બે પ્રકારે હોવાથી એક-એકના આઠ એટલે બે કર્મના સોળ, તેમજ શેષ જ્ઞાનાવરણીયાદિ છ કર્મનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ વગેરે ચાર પ્રકારે અને શેષ ત્રણ બંધો સાદિ અધુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના દશ એટલે છ કર્મના સાઠ, એમ સોળ તથા સાઠ મળી કુલ પ્રદેશ આશ્રયી આઠે કર્મના છોત્તેર ભાંગા થાય છે.
તથાસ્વભાવે જ સાસ્વાદન તથા મિશ્રગુણઠાણે ઉત્કૃષ્ટયોગ હોતો નથી. માટે જ મિથ્યાત્વનો ભાગ મળવા છતાં અનંતાનુબંધીનો સાસ્વાદન ગુણસ્થાનકે અને થીણદ્વિત્રિકનો ભાગ મળવા છતાં નિદ્રાદ્ધિકનો મિશ્રગુણસ્થાને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહ્યો નથી. એમ સર્વત્ર સમજવું.
જે પ્રકૃતિઓનો પર્યાપ્ત સંશીને મિથ્યાત્વ ગુણસ્થાને ઉત્કૃષ્ટયોગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થતો હોય તે પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ અધ્રુવ જ હોય, તેમજ આયુષ્ય વિના મૂળ કે ઉત્તર કોઈપણ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહેવો હોય ત્યારે અષ્ટવિધ બંધક લેવો નહિ, કારણ કે તે વખતે અબધ્યમાન આયુષ્યનો ભાગ પણ શેષ પ્રકૃતિઓને મળે છે..
પહેલા તથા ચોથાથી નવમા સુધીના કોઈપણ ગુણસ્થાનકે વર્તમાન પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ યોગે મોહનીયકર્મનો એક કે બે સમય સુધી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, ત્યારબાદ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કરી પુનઃ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, પછી ફરીથી અનુકૂદ કરે. એમ આ બન્ને બંધ વારાફરથી અનેક વાર થતા હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે.