SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-૧ સ્થિતિબંધ અસંજ્ઞી-પંચેન્દ્રિય અને અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ સુધી બંધાતી બાવીસ પ્રકૃતિઓ તેમજ સંશીમાં જ બંધાતી આહારકક્રિક અને જિનનામ એમ કુલ પચીસ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંજ્ઞી-પંચેન્દ્રિય, તથા દેવ-નરકાયુનો સંક્ષી-અસંશી પંચેન્દ્રિય અને શેષ બે આયુનો જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિય વગેરે સર્વ જીવભેદ કરે છે. ૭૫૦ ચોરાશી લાખને ચોરાસી લાખે ગુણતાં સિત્તેર લાખ છપ્પન હજાર ક્રોડ થાય. તેટલા વર્ષનું એક પૂર્વ થાય છે. બસો છપ્પન આવલિકા પ્રમાણ નાનામાં નાનો ભવ તે ક્ષુલ્લકભવ. તેવા ક્ષુલ્લકભવો અડતાળીસ મિનિટ પ્રમાણ એક મુહૂર્તમાં ૬૫૫૩૬ થાય છે. એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોચ્છ્વાસ થાય છે અને એક શ્વાસોચ્છ્વાસમાં સાધિક સત્તર ક્ષુલ્લકભવ થાય છે. એકેન્દ્રિય વગેરે ચૌદે પ્રકારના જીવો તિર્યંચ અને મનુષ્યાયુનો અંતર્મુહૂર્ત અધિક ક્ષુલ્લકભવ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ કરે છે. ત્યાં અંતર્મુહૂર્ત અબાધાકાળ અને ક્ષુલ્લકભવ ભોગ્યકાળ છે. આવશ્યક ટીકા આદિના મતે ક્ષુલ્લકભવ પ્રમાણ આયુ માત્ર વનસ્પતિમાં જ હોય છે. શેષ તિર્યંચો તથા મનુષ્યનું આયુ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અસંશી અને સંશી-પંચેન્દ્રિયો નરક અને દેવાયુનો અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ કરે છે. ક્ષપક સ્વબંધ વિચ્છેદ સ્થિતિબંધે પુરુષવેદનો આઠ વર્ષ, સંજ્વલન ક્રોધનો માસ, માનનો એક માસ, માયાનો પંદર દિવસ અને લોભ પાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય, તથા ચાર દર્શનાવરણ એ પંદરનો અંતર્મુહૂર્ત પ્રમાણ, સાતાવેદનીયનો બાર મુહૂર્ત અને યશઃકીર્તિ તથા ઉચ્ચગોત્રનો આઠ મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ કરે છે. પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય વૈક્રિયષકનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમ પ્રમાણ અને સાર્ધશતક ગ્રંથના મતે પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમ પ્રમાણ તેમજ પ્રજ્ઞાપના સૂત્રના મતે દેવદ્વિકનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન ૧૦ સાગરોપમ જઘન્ય સ્થિતિબંધ કરે છે. ૭ ૨૦૦૦ ક 2000 પંચસંગ્રહના મતે નિદ્રાપંચક વગેરે શેષ પંચાશી પ્રકૃતિઓનો પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતાં જે આવે તે, પંચમ કર્મગ્રંથ તથા જીવાભિગમ આદિ સૂત્રના મતે ઉપર મુજબ ભાગતાં જે આવે તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન અને કર્મપ્રકૃતિના મતે પોતપોતાના વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતાં જે આવે તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન જધન્ય સ્થિતિબંધ છે. આટલો જધન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયો જ કરે છે. ત્યાં પંચસંગ્રહના મતે નિદ્રાપંચક અને અસાતાવેદનીય એ છનો ૐ, મિથ્યાત્વ મોહનીયનો એક સાગરોપમ, અનંતાનુબંધી આદિ આદ્ય બાર કષાયનો ૐ, હાસ્ય,. રતિ, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, શુભવિહાયોગતિ, શુક્લવર્ણ, સુરભિગંધ, મધુ૨૨સ, લઘુ આદિ ચાર શુભ સ્પર્શ અને સ્થિરપંચક એ સત્તરનો ૐ, દ્વિતીય સંહનન અને દ્વિતીય સંસ્થાનનો, તૃતીય
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy