________________
પંચસંગ્રહ-૧
પર
છ કિટ્ટિઓ કરે, અને જો લોભના ઉદયે શ્રેણિનો સ્વીકાર કરે તો ક્રોધાદિ ત્રણેને ઉદ્વલનવિધિથી ક્ષય કરે, એટલે માત્ર લોભની જ ત્રણ કિટ્ટિ કરે છે. આ પ્રમાણે કિટ્ટિઓ કરવાનો વિધિ છે. કિટ્ટિ કરવાનો કાળ પૂર્ણ થાય ત્યારે ક્રોધના ઉદયે જો શ્રેણિનો સ્વીકાર કર્યો હોય તો ક્રોધની દ્વિતીય સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્રિના દલિકને ખેંચીને તેની પ્રથમ સ્થિતિ કરે, અને તેને ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકા શેષ રહે. ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્ટિનાં દલિકોને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને વેદે. તે પણ તેની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી વેદે. પ્રથમ કિટ્ટિની જે એક આવલિકા શેષ રહી છે, તેને બીજી કિટ્ટિના વેદાતાં દલિકો સાથે સ્તિબુક સંક્રમ વડે સંક્રમાવી અનુભવે. ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટિના દલિકોને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને તે કિટ્ટિઓનો અનુભવ કરે. તેને પણ પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી વેદે. પહેલી અને બીજી કિટ્ટિની જે એક એક આવલિકા શેષ રહે છે તે અનુક્રમે બીજી અને ત્રીજી કિટ્ટિના વેદાતાં દલિકોમાં સ્તિબુક સંક્રમ વડે સંક્રમી ભોગવાઈ જાય છે, અને ત્રીજી કિટ્ટિની જે એક આવલિકા શેષ રહી તે માનની પ્રથમ કિટ્ટિ સાથે સ્તિબુક સંક્રમ વડે અનુભવાય છે. આ ત્રણે કિટ્ટિઓને જેટલો કાળ વેદે છે, તેટલા કાળમાં બીજી સ્થિતિમાં રહેલ દલિકને ગુણસંક્રમ વડે સમયે સમયે અસંખ્યગુણવૃદ્ધિએ સંજવલન માનમાં સંક્રમાવે છે. ત્રીજી કિટ્ટિ વેદવાનો જેટલો કાળ છે તેના ચરમ સમયે સંજ્વલન ક્રોધના બંધ ઉદય અને ઉદીરણા એ ત્રણેનો એક સાથે વિચ્છેદ થાય છે. સત્તામાં પણ સમયન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું જ શેષ રહે છે, બીજું રહેતું નથી, કારણ કે સઘળું માનમાં સંક્રમાવી ખલાસ કર્યું છે. જે સમયે ક્રોધના બંધઉદયનો વિચ્છેદ થયો તે પછીના સમયે માનની બીજી સ્થિતિમાં રહેલા પ્રથમ કિટ્રિના દલિકને ખેંચીને તેની પ્રથમ સ્થિતિ કરે અને તેને અંતર્મુહૂર્ત પર્યંત વેદે. તે વેદતા સમયન્યૂન આવલિકા કાળમાં બંધાયેલું ક્રોધનું જે દલિક સત્તામાં શેષ રહેલું છે, તેને તેટલા જ કાળે ગુણસંક્રમ વડે સંક્રમાવતા સંક્રમાવતા ચરમ સમયે સંપૂર્ણપણે સંક્રમાવી તેની સત્તારહિત થાય, અને માનનું પણ પ્રથમસ્થિતિ રૂપે કરાયેલું પ્રથમ કિટ્ટિનું દળ ભોગવતા ભોગવતા સમયાધિક આલિકા કાળમાં ભોગવાય તેટલું શેષ રહે. ત્યારપછીના સમયે માનની બીજી સ્થિતિમાં રહેલા બીજી કિટ્રિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને અનુભવે તેને પણ પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી અનુભવે. ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલા ત્રીજી કિટ્ટિના દલિકને પ્રથમ સ્થિતિરૂપે કરે અને અનુભવે તેને પણ તેની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી અનુભવે. અને તે જ સમયે માનના બંધ ઉદય અને ઉદીરણાનો યુગપત્ વિચ્છેદ થાય. સત્તામાં પણ સમયન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિક જ શેષ રહે. કારણ કે શેષ સઘળા દલિકને ગુણસંક્રમ વડે માયામાં સંક્રમાવી દીધું છે. માનની પ્રથમ કિટ્ટિની જે આવલિકા શેષ રહે છે તે બીજી કિટ્ટિમાં, બીજી કિટ્ટિની જે આવલિકા શેષ રહે તે ત્રીજી કિટ્ટિમાં અને ત્રીજી કિટ્ટિની જે આવલિકા શેષ રહે તે માયામાં સ્તિબુક સંક્રમ વડે સંક્રમી ભોગવાઈ જાય છે. આ પ્રમાણે દરેક કિટ્ટિઓની શેષ રહેલી આવલિકા માટે સમજવું. જે સમયે માનના બંધ ઉદયનો વિચ્છેદ થયો, ત્યારપછીના સમયે માયાની બીજી સ્થિતિમાં રહેલ પહેલી કિટ્રિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને અંતર્મુહૂર્ત પર્યંત અનુભવે સંજ્વલનમાનના