________________
૭૨૮
પંચસંગ્રહ-૧ ,
કહેવાશે એવા સ્પદ્ધક થાય છે.
શા માટે તે ત્રણ વેદના દરેકના બે સ્પર્ધ્વક થાય છે? તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે – તે ત્રણે વેદોની પ્રથમ સ્થિતિ અને બીજી સ્થિતિ એમ બે સ્થિતિ છે માટે તે દરેક વેદોના બે સ્પર્ધક થાય છે.
એ જ બે સ્પર્ધકો બતાવે છે–
पढमठिईचरमुदए बिइयठिईए व चरमसंछोभे । दो फड्डा वेयाणं दो इगि संतं हवा एए ॥१८४॥ प्रथमस्थितिचरमोदये द्वितीयस्थित्या वा चरमसंछोभे ।
द्वे स्पर्द्धके वेदानां द्वे एका सत्ता अथवा एते ॥१८४॥ અર્થ–પ્રથમ સ્થિતિના ચરમસમયનો જ્યારે ઉદય હોય ત્યારે અને બીજી સ્થિતિનો જ્યારે ચરમ લેપ થાય ત્યારે, એમ વેદના બે રૂદ્ધક થાય છે. અથવા જ્યાં સુધી બંને સ્થિતિની સત્તા હોય તેનું એક અદ્ધક અને પહેલી કે બીજી કોઈપણ એક સ્થિતિ શેષ રહે ત્યારે તેનું એક સ્પર્ધક એમ બે રૂદ્ધક દરેક વેદના થાય છે.
ટીકાનુ–પ્રથમ સ્થિતિના ચરમસમયનો જ્યારે ઉદય હોય ત્યારે તે ચરમ સ્થિતિનું એક સ્પર્ધક થાય છે અને બીજી સ્થિતિના ચરમ લેપ-સંક્રમથી આરંભી પોતપોતાના ઉત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન પર્યંત બીજું સ્પર્ધ્વક, એ પ્રમાણે દરેક વેદના કુલ બે રૂદ્ધક થાય છે. આ ગાથાના બીજા પાદમાં મૂકેલ વા શબ્દ રૂદ્ધક બનાવવાનો બીજો પ્રકાર સૂચવવા માટે છે. જે બીજો પ્રકાર ગાથાના ચોથા પાદમાં બતાવ્યો છે અને ટીકામાં અંતે કહ્યો છે. હવે એ સ્પદ્ધકોનો વિચાર કરે છે
અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશની સત્તાવાળો કોઈ આત્મા ત્રસમાં ઉત્પન્ન થાય ત્યાં ઘણી વાર દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરીને તેમજ ચાર વાર મોહનીયને ઉપશમાવીને અને એકસો બત્રીસ સાગરોપમ પર્યત સમ્યક્તનું પાલન કરીને સમ્યક્તથી પડ્યા સિવાય નપુંસકવેદના ઉદયે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય ત્યાં નપુંસકવેદની પ્રથમ સ્થિતિના દ્વિચરમ સમયે વર્તતા બીજી સ્થિતિમાંનો ચરમ સ્થિતિખંડ અન્યત્ર સંક્રમી જાય અને તેમ થવાથી ઉપર બીજી સ્થિતિ સંપૂર્ણપણે નિર્લેપ થાય. માત્ર પ્રથમ સ્થિતિના ચરમસમયની જ સત્તા રહે. તે સમયે ઓછામાં ઓછી જે પ્રદેશસત્તા હોય તે પહેલું જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય.
એક પરમાણુ મેળવતાં બીજું પ્રદેશસત્કર્મસ્થાન, બે પરમાણુનો પ્રક્ષેપ કરતાં ત્રીજું પ્રદેશસત્કર્મસ્થાન, એ પ્રમાણે ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિએ થતાં પ્રદેશસત્કર્મસ્થાનો ત્યાં સુધી કહેવાં યાવત્ ગુણિતકર્માશ આત્માને સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. આ અનંત પ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહનું એક સ્પર્ધ્વક થાય.
- તથા બીજી સ્થિતિના ચરમખંડને સંક્રમાવતાં ચરમસમયે પૂર્વોક્ત પ્રકારે જે સર્વજઘન્ય પ્રદેશસત્કર્મસ્થાને હોય ત્યાંથી આરંભી ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ ઉત્તરોત્તર વૃદ્ધિએ થતાં