________________
૭૨૫
પંચમહાર
પૂર્વોક્ત પ્રકારે સ્પર્ધકો ઘટી શકતા નથી.
પ્રશ્ન—અહીં એ કઈ રીતે જાણી શકાય કે, સ્થિતિઘાત, રસઘાત, બંધ, ઉદય અને ઉદીરણાનો જે સમયે વિચ્છેદ થાય છે, ત્યારપછીના સમયે બે સમય ન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલું બાકી રહે છે, વધારે સમયનું બંધાયેલું બાકી રહેતું નથી ?
ઉત્તર—અહીં કોઈ પણ વિવક્ષિત એક સમયે બંધાયેલા કર્મદલિકની જે નિષેકરચના તે લતાસ્થાન કહેવાય છે. હવે તે દરેક લતાસ્થાનની એટલે કે સમયે સમયે બંધાયેલા તે કર્મદલિકની જ્યારે બંધાવલિકા વ્યતીત—દૂર થાય ત્યારે તેને બીજી સ્થિતિમાંથી આવલિકા માત્ર કાળે સંક્રમાવવા વડે અન્ય પ્રકૃતિરૂપે કરવા વડે નાશ કરે છે.
તાત્પર્ય એ કે જે સમયે કર્મ બંધાય, તે સમયથી એકે આવલિકા ગયા બાદ તેને એક આવલિકાકાળે અન્ય પ્રકૃતિમાં સંક્રમાવી દૂર કરે છે. કોઈપણ એક સમયના બંધાયેલા દલિકને દૂર કરતાં એક આવલિકાકાળ જાય છે. એટલે જે સમયે કર્મ બંધાયું તે કર્મ તે સમયથી બીજી આવલિકાના ચરમસમયે દૂર થાય અને તેથી કોઈપણ સમયે બંધાયેલી કર્મની સત્તા બે આવલિકા રહે છે. તે જ હકીકતને સ્પષ્ટ કરે છે—
ક્રોધાદિનો અનુભવ કરતાં ચરમસમયે—બંધવિચ્છેદ સમયે જે કર્મદલિક બાંધ્યું તે બંધાવલિકા ગયા બાદ આવલિકામાત્ર કાળે અન્ય પ્રકૃતિરૂપે કરતાં કરતાં સંક્રમાવલિકાના ચરમસમયે સ્વરૂપસત્તાની અપેક્ષાએ તે કર્મદલિકનો નાશ કરે છે, દ્વિચરમસમયે ક્રોધાદિને વેદતાં જે કર્મ બાંધ્યું તેને પણ બંધાવલિકા ગયા બાદ આવલિકામાત્ર કાળ વડે સંક્રમ કરતાં કરતાં સંક્રમાવલિકાના ચરમસમયે સ્વરૂપસત્તાની અપેક્ષાએ નાશ કરે છે.
આ પ્રમાણે જે કર્મ જે સમયે બંધાયું તે કર્મ તે સમયથી આરંભી બીજી આવલિકાના ચરમસમયે સ્વરૂપ સત્તાની અપેક્ષાએ દૂર થાય છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે હોવાથી બંધવચ્છેદ સમયથી સમય ન્યૂન બે આવલિકાકાળે બંધાયેલા કર્મદલિકની સત્તાનો બંધાભાવના પહેલા સમયે નાશ થાય છે. તેથી બંધાદિના અભાવના પ્રથમ સમયે બે સમય ન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલા કર્મદલિકની જ સત્તા સંભવે છે, અન્ય કોઈપણ સમયના બંધાયેલા કર્મદલિકની સત્તા સંભવતી નથી એમ કહ્યું છે. આ જ હકીકતને મંદબુદ્ધિવાળા જીવોને સ્પષ્ટ બોધ થવા માટે કંઈક અસત્ કલ્પનાએ દૃષ્ટાંત આપી સમજાવે છે—
અહીં વાસ્તવિક રીતે અસંખ્યાતા સમયપ્રમાણ આવલિકા હોવા છતાં પણ તેને ચાર સમયપ્રમાણ કલ્પીએ. હવે જે સમયે બંધાદિનો વિચ્છેદ થાય છે તે સમયથી આરંભી પહેલાના આઠમા સમયે જે કર્મ બાંધ્યું, તે કર્મ તે સમયથી માંડી ચાર સમય પ્રમાણ બંધાવલિકા ગયા બાદ
૧. અહીં પૂર્વે જેમ છેલ્લી ઉદયાવલિકાના સ્પર્ધકોનો વિચાર કર્યો છે તે પ્રમાણે બે સમય ન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલાં દલિકોના સ્પર્ધકો ઘટી શકશે નહિ. કારણ કે જેવા જેવા યોગસ્થાન વડે જેટલા જેટલા પ્રમાણમાં દલિકો બંધાયાં છે, તે બંધાયેલાં દલિકોના સ્પÁકોનો વિચાર કરવાનો છે અને તેથી જ એક એક સમયે અનંત સત્કર્મસ્થાનો ઘટશે નહિ. પરંતુ જે જે સમયે બંધાય છે તે તે સમયે અનેક જીવોની અપેક્ષાએ જેટલાં યોગસ્થાનકોનો સંભવ હોય, તેટલાં જ પ્રદેશસત્કર્મ સ્થાનો ઘટી શકશે.