________________
૭૦૬
પંચસંગ્રહ-૧
पूरयित्वा पूर्वकोटिपृथकत्वं नरकद्विकस्य बन्धान्ते ।
एवं पल्यत्रिकान्ते सुरद्विकवैक्रियद्विकयोः ॥१६३॥
અર્થ–પૂર્વકોટિપૃથક્વ પર્યત બંધ વડે પૂરીને નરકાભિમુખ આત્માને બંધના અંતે નરકદ્વિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. એ પ્રમાણે ત્રણ પલ્યોપમ પર્યત બાંધીને અંતે સુરદ્ધિક અને વૈક્રિયદ્વિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે.
ટીકાનુ–પૂર્વકોટિપૃથક્ત-સાત પૂર્વકોટિ વર્ષ પર્યત સંક્લિષ્ટ અધ્યવસાય વડે નરકગતિ–નરકાનુપૂર્વીરૂપ નરકદ્ધિકને વારંવાર બંધ વડે પુષ્ટ કરીને નરકમાં જવાને સન્મુખ થયેલો આત્મા બંધના અંત સમયે તે નરકદ્વિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે.
આ જ પ્રમાણે પૂર્વકોટિ પૃથક્વ પર્યત સંખ્યાત વર્ષના આયુવાળામાં અને ત્રણ પલ્યોપમ પર્યત ભોગભૂમિ–યુગલિયામાં વિશુદ્ધ અધ્યવસાય વડે વૈક્રિયદ્ધિક અને દેવદ્ધિકને બંધ વડે પુષ્ટ • કરીને દેવગતિમાં જવા સન્મુખ થયેલો આત્મા વૈક્રિયદ્રિક અને દેવદ્વિકના બંધના અંત સમયે તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે.
(સંખ્યાત વરસના આયુવાળા મનુષ્ય કે તિર્યંચના ઉપરાઉપરી સાત ભવ થઈ શકે છે અને તેમાં ક્લિષ્ટ પરિણામે ઘણી વાર નરકદ્રિક બાંધી શકે છે એટલે તેવા જીવો તેની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી છે. વૈક્રિયદ્ધિક અને દેવદ્વિકના બંધનો યુગલિયાના ભાવમાં વધારે ટાઈમ મળે છે. કેમ કે આઠમો ભવ યુગલિકનો જ થાય છે અને તેઓ દેવયોગ્ય કર્મ જ બાંધે છે એટલે ચાર પ્રકૃતિની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી તેઓ લીધા છે.) ૧૬૩
तमतमगो अइखिप्पं सम्मत्तं लभिय तंमि बहुगद्धं । मणुयदुगस्सुक्कोसं सवज्जरिसभस्स बंधते ॥१६४॥ तमस्तमगोऽतिक्षिप्रं सम्यक्त्वं लब्ध्वा तस्मिन् प्रभूताद्धाम् ।
मनुजद्विकस्योत्कृष्टं सवज्रर्षभस्य बन्धान्ते ॥१६४॥ . અર્થતમસ્તમપ્રભા નારકનો કોઈ આત્મા અતિશીધ્ર સમ્યક્ત પ્રાપ્ત કરીને અને તેની અંદર દીર્ઘકાળ રહીને મનુજદ્ધિક અને વજ8ષભનારા સંઘયણનો બંધ કરે, તે નારકીનો આત્મા ઉક્ત ત્રણ પ્રકૃતિઓની તેઓના બંધના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે.
ટીકાનુનમસ્તમપ્રભા નામની સાતમી નરકનો કોઈ નારકી અતિશીધ્ર ત્યાં ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત ગયા બાદ–પર્યાપ્તો થાય કે તરત જ સમ્યક્ત પ્રાપ્ત કરીને તે સમ્યક્નમાં દીર્ઘકાળ–અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમ પર્યત રહે એટલે કે તેટલો કાળ સમ્યક્તનું પાલન કરે અને તેટલો કાળ મનુષ્યદ્ધિક અને વજઋષભનારા સંઘયણને બંધ વડે પુષ્ટ કરે. હવે તે સાતમી નરકનો જીવ જે પછીના સમયે મિથ્યાત્વ પ્રાપ્ત કરશે. બંધકાળના અંતભૂત તે સમયે એટલે કે ચોથા ગુણઠાણાના ચરમસમયે તે નારકીને મનુજદ્રિક અને