________________
પંચમઢાર
૯૭૧
• વેનીલોત્રજ્ઞાન્તરીયરતીનાં ભવત્યવંથલમ: |
निद्राद्विकस्योदये उत्कृष्टस्थित्याः पतितस्य ॥१२२॥ અર્થ–વેદનીયદ્ધિક, ઉચ્ચગોત્ર, શોક, અંતરાયપંચક અને અરતિનો જઘન્ય પ્રદેશોદય અવધિજ્ઞાનની જેમ થાય છે. તથા નિદ્રાદ્ધિકનો ઉત્કૃષ્ટ સ્થિતિથી નિવૃત્ત થયેલાને તેનો ઉદય થતાં જઘન્ય પ્રદેશોદય થાય છે.
ટીકાનુ–સાતા, અસતાવેદનીય, ઉચ્ચગોત્ર, શોકમોહનીય, અંતરાયપંચક અને અરતિમોહનીય એ દશ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય અવધિજ્ઞાનાવરણની જેમ થાય છે. એટલે કે અવધિ જ્ઞાનાવરણનો જ્યાં અને જે રીતે જઘન્ય પ્રદેશોદય કહ્યો છે, ત્યાં અને તે રીતે એ દશ પ્રકૃતિઓનો પણ જઘન્ય પ્રદેશોદય થાય છે.
નિદ્રા અને પ્રચલાનો પણ તે પ્રમાણે જ જઘન્ય પ્રદેશોદય થાય છે. માત્ર ઉત્કૃષ્ટ બંધ કરી પાછા ફરેલા-પડેલા અને નિદ્રા તથા પ્રચલાના ઉદયે વર્તતાને કહેવો.
ઉત્કૃષ્ટ બંધ કરી પાછા ફરેલા એમ કહેવાનું કારણ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ અતિશય સંક્લિષ્ટ પરિણામવાળાને થાય છે અને અતિસંક્લિષ્ટ પરિણામ છતાં નિદ્રાદ્ધિકના ઉદયનો સંભવ નથી. અહીં જઘન્ય પ્રદેશોદયનો તો વિચાર જ ચાલે છે માટે એમ કહ્યું છે.
मइसरिसं वरिसवरं तिरिंगई थावरं च नीयं च । इंदियपज्जत्तीए पढमे समयंमि गिद्धितिगे ॥१२३॥ मतिसदृशं वर्षवरं तिर्यग्गतिं स्थावरं च नीचैर्गोत्रं च ।
इन्द्रियपर्याप्त्याः प्रथमे समये स्त्यानद्धित्रिकम् ॥१२३॥
અર્થ–જઘન્ય પ્રદેશોદયના વિષયમાં વર્ષવર-નપુંસકવેદ, તિર્યંચગતિ, સ્થાવર અને નીચગોત્રને મતિજ્ઞાનાવરણની જેમ તું સમજ અને થીણદ્વિત્રિકનો ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તાના પ્રથમ સમયે જાણ.
ટીકાનું–જઘન્ય પ્રદેશોદયના સંબંધમાં નપુંસકવેદ, તિર્યંચગતિ, સ્થાવરનામકર્મ અને નીચગોત્રને મતિજ્ઞાનાવરણની સમાન તું સમજ. એટલે કે મતિજ્ઞાનાવરણનો જે રીતે એકેન્દ્રિયમાં જઘન્ય પ્રદેશોદય કહ્યો છે, તે રીતે એ ચાર પ્રકૃતિઓનો પણ તે એકેન્દ્રિયને જઘન્ય પ્રદેશોદય થાય છે એમ સમજવું.
તથા નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને થીણદ્ધિ એ ત્રણ નિદ્રાનો જઘન્ય પ્રદેશોદય પણ
૧. ભાવના આ પ્રમાણે-કોઈ ક્ષપિતકર્માશ આત્મા સંયમ પ્રાપ્ત કરે અને તેના વશથી દેવમાં જાય, ત્યાં અંતર્મહત્તે ગયા પછી મિથ્યાત્વ પ્રાપ્ત કરે. તથા આટલા કાળમાં ઉદય ઉદીરણા વડે ઘણાં દલિકો ઓછાં કરે. મિથ્યાત્વે જઈ સંક્લેશના વશથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને ઘણાં દલિકોની ઉદ્વર્તન કરે એટલે નીચનાં સ્થાનકોમાં અલ્પ પ્રમાણમાં દલિકો રહે. તે દેવને એ દશ પ્રકૃતિઓનો બંધાવલિકાના અંત સમયે જધન્ય પ્રદેશોદય થાય છે, નિદ્રાદ્ધિકનો પણ આવા સ્વરૂપવાળા દેવને જ જઘન્ય પ્રદેશોદય થાય. માત્ર ઉત્કૃષ્ટ બંધ કરી નિવૃત્ત થાય અને પછી તરત તેનો ઉદય થાય તેને કહેવો.