________________
૬૫૮
પંચસંગ્રહ-૧ છે. તેનાથી પણ દેશવિરતિની ગુણશ્રેણિ અસંખ્યાતગુણ અધિક દળરચનાવાળી હોય છે. કારણ કે સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ દેશવિરતિ આત્મા અત્યંત વધારે વિશુદ્ધ પરિણામવાળો છે. તેનાથી પણ સર્વવિરતિની ગુણશ્રેણિ અસંખ્યાતગુણ અધિક દળરચનાવાળી છે, કારણ કે દેશવિરતિથી સર્વવિરત આત્મા અતિવિશુદ્ધ પરિણામવાળો છે. તેનાથી પણ સંયતને અનંતાનુબંધિની વિસંયોજના કરતા થતી ગુણશ્રેણિ અસંખ્યાતગુણ અધિક દળરચનાવાળી છે, કારણ કે પૂર્વથી, અત્યંત વિશુદ્ધિવાળો આત્મા છે.
આ પ્રમાણે ઉત્તરોત્તર વધતી વધતી વિશુદ્ધિ હોવાથી આગળ આગળની ગુણશ્રેણિમાં અસંખ્યાત અસંખ્યાતગુણ અધિક દળરચના થાય છે, પરંતુ સમાન કે ન્યૂન થતાં નથી અને તેથી જ ઉત્તરોત્તર ગુણશ્રેણિમાં વર્તમાન જીવો અસંખ્યાત અસંખ્યાતગુણ અધિક કર્મની નિર્જરા કરનારા હોય છે. ૧૦૮ હવે કઈ ગુણશ્રેણિઓ કઈ ગતિમાં હોઈ શકે છે તેના નિરૂપણ માટે આ ગાથા કહે છે –
झत्ति गुणाओ पडिए, मिच्छत्तगयंमि आइमा तिन्नि । लंभंति न सेसाओ जं झीणासुं असुभमरणं ॥१०९॥
झटिति गुणात् पतिते मिथ्यात्वं गते आद्यास्तिस्त्रः ।
लभ्यन्ते न शेषा यत् क्षीणास्वशुभमरणम् ॥१०९॥ અર્થ–આત્મા શીવ્ર ગુણથી પડી મિથ્યાત્વે જાય અને તરતમાં જ મરણ પામે તો આદિની ત્રણ ગુણશ્રેણિઓ નારકાદિ ભવોમાં સંભવે છે, શેષ સંભવતી નથી. કારણ કે તેનો ક્ષય થયે છતે જ અશુભ મરણ થાય છે.
ટીકાનુ–કોઈ આત્મા સમ્યક્તાદિ નિમિત્તે થતી ગુણશ્રેણિ કર્યા પછી તરતમાં જ સમ્યક્તાદિ ગુણથી પડી મિથ્યાત્વે જાય અને ત્યાંથી પણ તરત જ અપ્રશસ્ત મરણ વડે મરણ પામી નારકાદિ ભવમાં જાય ત્યાં અલ્પ કાળ પર્યત ઉદયને આશ્રયી શરૂઆતની સમ્યક્ત દેશવિરતિ અને સર્વવિરતિ નિમિત્તે થયેલી ત્રણ ગુણશ્રેણિઓ સંભવે છે. એટલે કે એ ત્રણ ગુણનિમિત્તે થયેલી દળરચનાનો નારકાદિ ભવોમાં સંભવ છે અને એ દળરચનાનો સંભવ હોવાથી તેનો ઉદય પણ સંભવે છે, બાકીની ગુણશ્રેણિઓ સંભવતી નથી. કારણ કે નારકાદિ ભવ અપ્રશસ્ત મરણ વડે મરણ પ્રાપ્ત કરતા થાય છે.
ઉક્ત ત્રણ વિના ગુણશ્રેણિઓ જ્યાં સુધી હોય ત્યાં સુધી અપ્રશસ્ત મરણ થતું નથી, પરંતુ તે ગુણશ્રેણિઓ દૂર થયા પછી જ થાય છે. માટે શરૂઆતની ત્રણ ગુણશ્રેણિઓ જ નારકાદિ
૧. સમ્પર્વ નિમિત્તે થયેલી દળરચના કેટલીક બાકી હોય અને દેશવિરતિ પ્રાપ્ત કરી તેને નિમિત્તે ગુણશ્રેણિ કરે તેનો પણ અમુક ભાગશેષ હોય અને સર્વવિરતિ પ્રાપ્ત કરી તેને નિમિત્તે ગુણશ્રેણિ કરે ત્યાંથી તરતમાં જ પડી મિથ્યાત્વે જાય ત્યાંથી પણ તરતમાં જ મરણ પામી નરકાદિ ભવમાં જાય ત્યાં આત્મા એ ત્રણે ગુણ નિમિત્તે થયેલી દળરચના લઈને ગયેલો હોવાથી ઉદય આશ્રયી એ ત્રણે ગુણશ્રેણિઓનાં દલિકો સંભવે છે.