________________
૬૪૦
सेसाणंतमुहुत्तं समया तित्थाउगाण अंतमुहू । बन्धो जहन्नओवि हु भंगतिगं निच्चबंधीणं ॥ ९६ ॥
शेषाणामन्तर्मुहूर्तं समयात् तीर्थायुषोरन्तर्मुहूर्त्तम् ।
बन्धो जघन्यतोSपि हु भंगत्रिकं नित्यबन्धिनीनाम् ॥९६॥
પંચસંગ્રહ-૧
અર્થ—શેષ અવબંધિની પ્રકૃતિઓનો સમયથી આરંભી અંતર્મુહૂર્ત પર્યંત બંધ હોય છે. તીર્થંકરનામ અને આયુનો અંતર્મુહૂર્ત બંધ હોય છે અને નિત્યબંધી પ્રકૃતિઓ આશ્રયી ત્રણ ભાંગા છે. ટીકાનુ—જે પ્રકૃતિઓ આશ્રયી પહેલાં નિરંતર બંધકાળ કહ્યો તે સિવાય પ્રથમ વર્ષ સંસ્થાનપંચક, પ્રથમ વર્જ સંઘયણપંચક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિયજાતિ, સ્થાવરદશક, હાસ્ય, રતિ, અરિત, શોક, નરકદ્ધિક, આહારકદ્ધિક, આતપ, ઉદ્યોત, સ્રીવેદ, નપુંસકવેદ, સ્થિર, શુભ, યશઃકીર્ત્તિ, અશાતવેદનીય અને અપ્રશસ્તવિહાયોગતિ એ એકતાળીસ પ્રકૃતિઓનો જઘન્ય સમયમાત્ર બંધ થાય છે અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પર્યંત બંધાય છે. ત્યારપછી બંધ આશ્રયી અવશ્ય પરાવર્તન પામે છે. કારણ કે તે સઘળી અવબંધિની પ્રકૃતિઓ છે.
તીર્થંકર નામકર્મ અને આયુકર્મનો જીવ સ્વભાવે જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પર્યંત નિરંતર બંધ થાય છે, ઉત્કૃષ્ટથી બંધકાળનું પ્રમાણ પહેલા કહ્યું છે.
નિત્યબંધિ—ધ્રુવબંધિ પ્રકૃતિઓના બંધકાળ આશ્રયી ત્રણ ભાંગા જાણવા. તે આ પ્રમાણે—અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત
તેમાં અભવ્ય આશ્રયી અનાદિ અનંત બંધકાળ છે. કારણ કે તેઓ અનાદિ કાળથી બંધાયા કરે છે માટે અનાદિ અને ભવિષ્યકાળમાં કોઈ કાળે બંધનો વિચ્છેદ નહિ કરે માટે અનંત. તથા જે ભવ્યો હજી સુધી મિથ્યાત્વથી આગળ વધ્યા નથી પણ હવે પછી વધશે અને ધ્રુવબંધિની પ્રકૃતિઓના બંધનો વિચ્છેદ કરશે તેવા ભવ્ય જીવો આશ્રયી અનાદિ સાંત છે અને ઉપશમશ્રેણિથી પડેલા જીવો આશ્રયી સાદિ સાંત છે. આ પ્રમાણે બંધવિધિ કહ્યો.
બંધિવિધ સમાપ્ત.
અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમને આઉખે દેવ થાય તેટલો કાળ, ત્યાંથી ચ્યવી ઉત્કૃષ્ટ ચોરાશી લાખ પૂરવના આઉખે મનુષ્ય થાય ત્યાં જ્યાં સુધી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગથી આગળ ન જાય તેટલો કાળ નિરંતર બંધાયા જ કરે છે. કેમકે તીર્થંકરનામકર્મ નિકાચિત થયા પછી પોતાની બંયોગ્ય ભૂમિકામાં પ્રતિસમય બંધાયા જ કરે એવો નિયમ છે. તેથી કેટલાએક વર્ષ ન્યૂન બે પૂર્વકોડી અધિક કાળ કહ્યો છે.
૧. આ પ્રકૃતિઓમાંથી હાસ્યરતિ, અરતિશોક, આહારકદ્ધિક, અસ્થિર દ્વિક, અયશ સ્થિર, શુભ, યશઃકીર્તિ અને અસાતવેદનીય સિવાયની સઘળી પ્રકૃતિઓ પહેલા બે ગુણઠાણા સુધી જ બંધાય છે. ત્યાં તે પ્રકૃતિઓની વિરોધિની પ્રકૃતિઓ બંધાતી હોવાથી અને તે પરાવર્તમાન હોવાથી અંતર્મુહૂર્તથી વધારે કાળ બંધાઈ શકતી નથી. તથા આહારકદ્વિક સિવાયની હાસ્યરતિ આદિ સઘળી પ્રકૃતિઓ છઠ્ઠા ગુણઠાણા સુધી પોતાની વિરોધિની પ્રકૃતિઓ સાથે પરાવર્તમાનપણે બંધાયા કરે છે અને સાતમા આઠમા ગુણસ્થાનકનો અંતર્મુહૂર્તથી અધિક કાળ નથી માટે આહારકદ્વિકનો અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ બંધકાળ છે. તથા તેનો જઘન્ય એક સમય જે બંધકાળ કહ્યો છે તે સાતમા કે આઠમા ગુણઠાણે જઈ એક સમય બાંધી મરણ પ્રાપ્ત કરનારની અપેક્ષાએ ઘટે છે.