________________
૬૩૨
પંચસંગ્રહ-૧
વર્તમાન, લબ્ધિ અપર્યાપ્ત, ઉત્પત્તિના પ્રથમ સમયવર્તિ, સૂક્ષ્મનિગોદિયો, જઘન્ય પ્રદેશબંધનો સ્વામી છે. તેમાં પણ અપર્યાપ્ત, સૂક્ષ્મ અને સાધારણ નામકર્મનો નામકર્મની પચીસ પ્રકૃતિનો બંધક સ્વામી છે. એકેન્દ્રિય, આતપ અને સ્થાવર નામકર્મનો એકેન્દ્રિયયોગ્ય છવ્વીસનો બંધક સ્વામી છે, મનુષ્યદ્વિકનો ઓગત્રીસનો બંધક સ્વામી છે. શેષ નામકર્મની પ્રકૃતિઓનો ત્રીસનો બંધક ઉક્ત વિશેષણવાળો સૂક્ષ્મ નિગોદિયો જઘન્ય પ્રદેશબંધનો સ્વામી છે.
મનુષ્યાય અને તિર્યંચાયુનો તે જ સૂક્ષ્મ નિગોદિયો પોતાના આયુના ત્રીજા ભાગના પ્રથમ સમયે વર્તતો જઘન્ય પ્રદેશબંધનો સ્વામી છે. પોતાના આયુના ત્રીજા ભાગના બીજા આદિ સમયોમાં જઘન્ય પ્રદેશબંધ નહિ થવામાં કારણ પૂર્વે કહ્યું છે તે જ સમજવું. ૯૧
હવે મિથ્યાત્વ, અનંતાનુબંધિ અને ત્યાનદ્વિત્રિક એ આઠ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના - સ્વામી અને તૈજસાદિ નામ ધ્રુવબંધિની પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશબંધના સ્વામી જો કે સામાન્યથી પૂર્વે કહ્યા છે છતાં મંદ બુદ્ધિવાળા જીવોને સ્પષ્ટ રીતે બોધ થાય માટે વિશેષતઃ કહે છે –
सत्तविहबन्धमिच्छे परमो अणमिच्छथीणगिद्धीणं । उक्नोससंकिलिटे जहन्नओ नामधुवियाणं ॥१२॥ सप्तविबन्धके मिथ्यादृष्टौ परमोऽनमिथ्यात्वस्त्यानींनाम् ।
उत्कृष्टसंक्लिष्टे जघन्यो नामध्रुवबन्धिनीनाम् ॥१२॥ .
અર્થ–ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામી સાત કર્મના બંધક મિથ્યાદષ્ટિને અનંતાનુબંધિ ચતુષ્ક, મિથ્યાત્વ અને થીણદ્વિત્રિકનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તથા અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદને નામ ધ્રુવબંધિની પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ થાય છે.
ટકાનુ–સાત કર્મનો બંધક, ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામી, અહીં સંક્લેશનું ગ્રહણ અતિશય બળનું ગ્રહણ કરવા માટે કર્યું છે. એટલે તાત્પર્ય એ કે– | સર્વોત્કૃષ્ટ યોગસ્થાને વર્તમાન મિથ્યાદષ્ટિને અનંતાનુબંધિ, મિથ્યાત્વ અને થીણદ્વિત્રિકનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. એટલે કે સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તો, સર્વોત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન, સાતકર્મનો બંધક, સંજ્ઞી પંચેન્દ્રિય પૂર્વોક્ત અનંતાનુબંધિ આદિ આઠ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સ્વામી છે.
તથા તૈજસ, કાર્મણ, અગુરુલઘુ, ઉપઘાત, વર્ણાદિ ચતુષ્ક અને નિર્માણ એ નામ ધ્રુવબંધિની નવ પ્રકૃતિઓનો સાતનો બંધક મિથ્યાષ્ટિ અપર્યાપ્તો સર્વ જઘન્ય યોગસ્થાને વર્તમાન નામકર્મની તિર્યંચગતિ યોગ્ય ત્રીસ પ્રકૃતિ બાંધતો સૂક્ષ્મ નિગોદિયો જઘન્ય પ્રદેશબંધનો સ્વામી છે. આ પ્રમાણે નેવ્યાશીમી ગાથામાં કહેવા માટે બાકી રાખેલા ઉપરોક્ત પ્રકૃતિઓના સ્વામી કહ્યા.
૧. અહીં ગાથામાં નામની ધ્રુવબંધી નવ પ્રકૃતિનો બંધક સૂક્ષ્મનિગોદ છે એમ કહ્યું નથી છતાં ચાળાનતો વિશેષપ્રતિપત્તિ: નદિ સંદેહાદનક્ષતા એ ન્યાયે લેવાનો છે. ન્યાયનો અર્થ આ વ્યાખ્યાનથી વિશેષ અર્થનો નિર્ણય થાય છે. સંદેહથી–સંશયથી લક્ષણ અલક્ષણ થતું નથી. તાત્પર્ય એ કે, સૂત્રના અર્થમાં સંશય થવાથી તેના વિશેષાર્થનો નિર્ણય વ્યાખ્યાનથી થાય છે. પરંતુ જે લક્ષણ પ્રતિપાદક સૂત્ર છે તે અલક્ષણ થતું નથી.