________________
પંચમહાર
આત્માને અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય માટે સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશબંધ યોગ્ય સ્થાન અથવા બંધવિચ્છેદ સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ અને ધ્રુવ-અધ્રુવ, અભવ્ય અને ભવ્યને થાય છે. ૮૮ सेसा साईअधुवा सव्वे सव्वाण सेसपगईणं । शेषाः साद्यध्रुवाः सर्वे सर्वासां शेषप्रकृतीनाम् ।
૬૨૩
અર્થ—ઉપરોક્ત પ્રકૃતિઓના શેષ વિકલ્પો તથા શેષ સઘળી પ્રકૃતિઓના સઘળા વિકલ્પો સાદિ સાંત ભાંગે છે.
ટીકાનુ—પૂર્વોક્ત ત્રીસ પ્રકૃતિઓના શેષ જઘન્ય, અજઘન્ય અને ઉત્કૃષ્ટરૂપ ત્રણે વિકલ્પો સાદિ સાંત ભાંગે છે. તેમાં ઉત્કૃષ્ટ તો સાદિ-સાંત ભાંગે હમણાં જ વિચારી ગયા અને જઘન્ય અત્યંત અલ્પ વીર્યવાળા, અપર્યાપ્ત, ભવ પ્રથમ સમયે વર્તમાન, સૂક્ષ્મ નિગોદિયાને થાય છે. બીજા સમયે તેને જ અજધન્ય થાય છે. ફરી પણ સંખ્યાતો કાળ અથવા અસંખ્યાતો કાળ ગયે છતે ઉક્ત સ્વરૂપવાળી નિગોદાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે જઘન્ય થાય માટે તે બંને સાદિ સાંત છે.
શેષ સઘળી મિથ્યાત્વ, અનંતાનુબંધિ કષાય, સ્થાનર્જિંત્રિક, અગુરુલઘુ, તૈજસ, કાર્મણ, ઉપઘાત, વર્ણચતુષ્ક અને નિર્માણરૂપ સત્તર ધ્રુવબંધી પ્રકૃતિઓના અને સઘળી અવબંધી પ્રકૃતિઓના જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એ ચારે વિકલ્પો સાદિ સાંત ભાંગે છે.
કઈ રીતે સાદિ સાંત ભાંગે છે ? તો કહે છે—
સ્યાનદ્વિત્રિક, મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો સાતકર્મના બંધક, ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન મિથ્યાદષ્ટિને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. આ આઠ પ્રકૃતિઓને સમ્યગ્દષ્ટિ જીવો બાંધતા જ નથી, માટે મિથ્યાર્દષ્ટિ ગ્રહણ કર્યા છે. ઉત્કૃષ્ટ યોગસ્થાનેથી મધ્યમયોગસ્થાનકે જતા અનુત્કૃષ્ટ પ્રદેશબંધ થાય. ફરી પણ કાળાન્તરે ઉત્કૃષ્ટ યોગસ્થાન પ્રાપ્ત થતા ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. આ પ્રમાણે મિથ્યાર્દષ્ટિને તે બંને વારાફરતી થતા હોવાથી સાદિ સાંત છે.
તૈજસ, કાર્પણ, અગુરુલઘુ, ઉપઘાત, વર્ણાદિ ચતુષ્ક અને નિર્માણ એ નામકર્મની ધ્રુવબંધી નવ પ્રકૃતિઓનો તેવીસ પ્રકૃતિઓના બંધક ઉત્કૃષ્ટ યોગે વર્તમાન મિથ્યાર્દષ્ટિને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તે સિવાયના નામકર્મની પચીસાદિ પ્રકૃતિના બંધકને ઘણા ભાગ થતા હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થતો નથી. કેવળજ્ઞાની મહારાજે તેમ જ દેખેલ છે. ત્યારપછી સમયાન્તરે અનુત્કૃષ્ટ થાય, વળી ફરી કાળાન્તરે ઉત્કૃષ્ટ થાય. આ પ્રમાણે ક્રમશઃ થતો હોવાથી તે બંને સાદિ સાંત છે.
જઘન્ય-અજઘન્ય પ્રદેશબંધ ગાથાની શરૂઆતમાં જેમ ત્રીસ પ્રકૃતિ આશ્રયી ઘટાવ્યા તેમ અહીં પણ ઘટાવી લેવા.
તથા અવબંધિની સઘળી પ્રકૃતિઓના ઉત્કૃષ્ટાદિ ચારે વિકલ્પો તેઓનો બંધ જ અધ્વ હોવાથી સાદિ સાંત ભાંગે જાણવા.