________________
૫૯૬
પંચસંગ્રહ-૧
એક સમયમાત્ર કરે છે.
- તેમાં પણ નરકત્રિક, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ એ નવ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગબંધ અતિ સંક્લિષ્ટ પરિણામી મિથ્યાદૃષ્ટિ સંજ્ઞી તિર્યંચ અથવા મનુષ્ય કરે છે. કેમકે દેવો કે નારકીઓ ભવસ્વભાવે જ આ પ્રકૃતિઓ બાંધતા નથી.
એકેન્દ્રિય જાતિ અને સ્થાવર એ બે પ્રકૃતિના ભવનપતિથી આરંભી ઈશાનદેવલોકસુધીના દેવો જ ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. કેમકે જે અતિક્લિષ્ટ પરિણામે ભવનપત્યાદિ ઉત્કૃષ્ટ રસબંધ કરે તેવા પરિણામે તિર્યંચ અને મનુષ્યો નરકગતિ પ્રાયોગ્ય બાંધે છે. અને જયારે મંદસંક્લેશ હોય ત્યારે તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધનો સંભવ નથી, કારણ કે તે અશુભ છે. તથા નારકીઓ અને ઈશાન ઉપરના દેવતાઓ ભવસ્વભાવે એ પ્રકૃતિઓ જ બાંધતા નથી. માટે તે બે પ્રકૃતિઓના ઉપરોક્ત અતિ સક્લિષ્ટ પરિણામી દેવો જ ઉત્કૃષ્ટ અનુભાગબંધના સ્વામી છે.
તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્તિ અને છેવટું સંઘયણ એ ત્રણ પ્રકૃતિઓના અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાષ્ટિદેવો અથવા નારકીઓ ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી છે. અતિ સંક્લિષ્ટ પરિણામી મનુષ્ય તિર્યંચોને નરકગતિ યોગ્ય બંધ થતો હોવાથી ઉપરોક્ત પ્રકૃતિઓના બંધનો અસંભવ છે.
તથા શેષ જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણનવક અસતાવેદનીય, મિથ્યાત્વ, સોળ કષાય, નપુંસકવેદ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, હુડકસંસ્થાન, અપ્રશસ્ત વર્ણ ચતુષ્ક, ઉપઘાત, અપ્રશસ્તવિહાયોગતિ, દુર્ભગ, દુઃસ્વર, અશુભ, અસ્થિર, અનાદેય, અયશકીર્તિ, નીચગોત્ર, અને અંતરાયપંચક એ છપ્પન્ન પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ અતિસંક્લિષ્ટ પરિણામી ચારે ગતિના મિથ્યાદષ્ટિ જીવો કરે છે.
હાસ્યરતિ, સ્ત્રીવેદ, પુરુષવેદ પહેલા અને છેલ્લાને છોડી ચાર સંસ્થાન, પહેલા અને છેલ્લાને છોડી ચાર સંઘયણ, એ બાર પ્રકૃતિઓનો તત્કાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી ઉત્કૃષ્ટ રસબંધ કરે છે.
૧. અહીં મૂળ ગાથા તથા ટીકામાં વ્યાશી પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ એક સમયમાત્ર કરે એમ જે કહ્યું છે તે જઘન્યકાળની અપેક્ષાએ કહ્યું હોય તેમ લાગે છે. ઉત્કૃષ્ટથી તો બે સમય સુધી કરે એમ લાગે છે.
૨. અહીં નરકત્રિકાદિ નવ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ અતિસંક્લિષ્ટ પરિણામી મનુષ્ય-તિર્યંચો કરે એમ કહ્યું તે નરકદિક માટે તો બરાબર છે, પરંતુ શેષ સાત પ્રકૃતિઓમાં ઘટતું નથી. કારણ કે અતિસંક્લિષ્ટ પરિણામે આયુષ્ય બંધાતું જ નથી. વળી અતિસંક્લિષ્ટ પરિણામે મનુષ્ય તિર્યંચો વિકલત્રિક અને સૂક્ષ્મનો બંધ ન કરતાં નરકમાયોગ્ય પ્રકૃતિઓનો જ બંધ કરે છે તેથી અતિસંક્લિષ્ટ પરિણામીથી તે તે પ્રકૃતિના બંધ પ્રાયોગ્ય અધ્યવસાય સ્થાનોમાં અતિસંક્લિષ્ટ પરિણામી લેવાના હોય તેમ લાગે છે. કારણ કે પંચમ કર્મ. ગા૬૬ની ટીકામાં આ સાતે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ તત્વાયોગ્ય સંક્લિષ્ટ મનુષ્ય તિર્યંચો કરે એમ કહ્યું છે અને તે આ રીતે જ સંગત થઈ શકે. પછી તો બહુશ્રુતો કહે તે પ્રમાણ.
૩. અહીં ત–ાયોગ્ય સંક્લેશ લેવાનો છે. અતિક્લિષ્ટ પરિણામે તો શોક અરતિ આદિ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ થાય. માટે તેટલા પૂરતો સંક્લેશ લેવો કે ઉપરોક્ત પ્રકૃતિઓનો બંધ થાય અને તેનો ઉત્કૃષ્ટ રસબંધ પણ થાય.